Gujarat

G.M.E.R.S હેઠળ આ ત્રણ શહેરોની કોલેજમાં 9 વિભાગોમાં 87 MD- MSની બેઠકો ઉપલબ્ધ

ગાંધીનગર: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની G.M.E.R.S હેઠળની અમદાવાદ સોલા, વડોદરા (Vadodra) અને ગાંધીનગરની (Gandhinagar) મેડિકલ કોલેજોમાં (Medical Collage) ૮૭ એમ.ડી.-એમ.એસની બેઠકો ઉપલબ્ધ છે. જેમાં નવ વિભાગોમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

તા.૩૧-૧૨-૨૦૨૨ સુધી સોલા-અમદાવાદ, ધારપુર-પાટણ, વલસાડ અને હિંમતનગર મેડિકલ કોલેજોમાં પેથોલોજી, એનેસ્થેસિયા, માઈક્રોબાયોજી, ઓર્થોપેડિક સર્જરી જેવા વિભાગોમાં ૩૯ અનુસ્નાતક બેઠકો માટે દરખાસ્ત કરાઈ છે. જે પૈકી ૮ બેઠકો માટે મંજૂરી મળી છે. બાકીની બેઠકો માટે ઇન્સ્પેક્શનની કામગીરી ચાલુ છે. તે પૂર્ણ થયે મંજૂરી મળશે.

રાજ્યમાં G.M.E.R.S બેઠક સોલા-અમદાવાદ, ગોત્રી-વડોદરા, ગાંધીનગર, ધારપુર-પાટણ, વલસાડ, હિંમતનગર, વડનગર અને જૂનાગઢ મળી કુલ ૮ કોલેજોમાં અનુસ્નાતકના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. આ બેઠકોમાં એમ.ડી-એમ.એસ, ડી.એમ.બી.અને ડી.એન.બી. ડિપ્લોમાના અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં એમ.ડી.-એમ.એસ વિભાગમાં પેથોલોજી, માઈક્રોબાયોલોજી, ઓબ્સ એન્ડ ગાયનેક, ઈ.એન.ટી, ઓપ્થેલમોલોજી, સાઇકિયાટ્રિક, રેસ્પી મેડિસિન અને ડર્મેટોલોજીના અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, G.M.E.R.S હેઠળની કોલેજોમાં એમ.ડી-એમ.એસ અભ્યાસક્રમોમાં હાલ જે ૮૭ બેઠકો છે. જેમાં સોલા-અમદાવાદ ખાતે ૪૫, ગોત્રી-વડોદરા ખાતે ૨૪ અને ગાંધીનગર ખાતે ૧૮ બેઠકો ઉપલબ્ધ છે. જ્યારે ૧૨ વિભાગોમાં ડી.એન.બી ડિપ્લોમા કોર્સમાં ૧૪૪ બેઠકો ઉપલબ્ધ છે. જેમાં સોલા-અમદાવાદ ખાતે ૧૭, ગોત્રી-વડોદરામાં ૨૩, ગાંધીનગરમાં ૨૧, ધારપુર-પાટણ ૧૭, વલસાડમાં ૨૬ હિંમતનગરમાં ૨૭, વડનગરમાં ૫ અને જૂનાગઢમાં ૮ બેઠકો ઉપલબ્ધ છે. આમાં જનરલ મેડિસિન, પીડિયાટ્રીકસ, ઓબ્સ એન્ડ ગાયનેક, ઈ.એન.ટી, ઓપ્થ્લ્મોલોજી, એનેસ્થ્યેશ્યોલોજી, જનરલ સર્જરી, ઓર્થોપેડીકસ, ડર્મેટોલોજી, રેડિયોલોજી, રેસ્પી.મેડિસિન અને પેથોલોજીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.
મંત્રી પટેલે ઉમેર્યું કે, અનુસ્નાતક અભ્યાસ ક્રમોની બેઠકોમાં વધારો કરવા માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) નવી દિલ્હીને દરખાસ્ત કરવામાં આવે છે. હાલ ઈન્સ્પેક્શન પ્રક્રિયા ચાલુ છે, તે પૂર્ણ થયે બેઠકોમાં વધારો થઈ શકશે.

Most Popular

To Top