પલસાણા: (Plsana) સુરત જિલ્લા એલસીબીને (LCB) મળેલી બાતમી આધારે બાજીપુરા થી માંડવી આવતા રોડ ઉપર તારસાડા ગામની સીમમાંથી એક ટ્રક માંથી 12.24 લાખના વિદેશી દારૂના (Alcohol) જથ્થા સાથે પોલીસે ટ્રક ચાલાક ને ઝડપી પડ્યો હતો. અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
એલ.સી.બી સુરત ગ્રામ્યને બાતમી મળેલ છે કે એક ટ્રક નં.GJ-03-AT-4530 નો ચાલક પોતાના કબ્જાની ટ્રકમા મોટા પ્રમાણમા વિદેશીદારૂનો જથ્થો ભરી બાજીપુરાથી માંડવી ખાતે આવતા રોડ ઉપર પસાર થનાર છે. ટ્રકના આગળના કાચ ઉપર ચાંદલી લખેલ છે, તથા ટ્રકની ઉપર કાળા કલરની તાડપત્રી બાંધેલ છે તેવી બાતમીના આધારે એલ.સી.બી પોલીસના અધિકારી તેમજ કર્મચારીઓએ માંડવી તાલુકાના તરસાડા ચાર રસ્તા ઉપર બાજીપુરા થી માંડવી આવતા રસ્તા ઉપર નાકાબંધી કરી હતી. જે દરમિયાન બાતમી વાળી ટ્રક ત્યાં આવી પહોંચી હતી અને ટ્રક માં તપાસ કરતા વિદેશી દારૂનો 12,24000 નો દારૂ નો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રકના ચાલક મેહુલભાઈ વાલજીભાઈ સીતાપરા, ઉ.વ.૨૦ ધંધો-ડ્રાઈવીંગ રહેવાસી.વગડીયા, તા,મુળી જી.સુરેન્દ્રનગર ને ટ્રકમા ભરેલ દારૂ ના જથ્થા બાબતે પુછપરછ કરતા પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો ટ્રકમા સવજીભાઈ માનસીગભાઈ માતાસુરીયા રહે.ચોરવીરા, હાઈસ્કુલની સામે, તા.સાયલા જી.સુરેન્દ્રનગર નાએ ભરાવી મંગાવેલ હોવાની હકિકત જણાવી હતી. આ દારૂ ભરેલી ટ્રક વાપી બે અજાણ્યા ઈસમો આપી ગયા હોવાનું જણાવતા જિલ્લા એલસીબી એ ટ્રક ચાલાક ને પકડી મુદ્દામાલ કબ્જે કરી માલ મંગાવનાર અને આપનાર ત્રણે ઈસમો ને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ એલસીબી પોલીસે ઉમરગામના ભાઠી કરમબેલી માંથી દારૂ ભરેલો ટેમ્પો પકડ્યો
વલસાડ એલસીબી પોલીસે ઉમરગામના ભાઠી કરમબેલીમાંથી દારૂ ભરેલો એક ટેમ્પો પકડી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 210000 નો જથ્થા સાથે ટેમ્પો ડ્રાઇવરની અટક કરી હતી.
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ વલસાડ એલસીબી પોલીસનો સ્ટાફ ઉમરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બુધવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે સેલવાસથી દારૂ ભરીને આવી રહેલ અશોક લેલેન્ડ ટેમ્પો નંબર જીજે 15 એવી 7006 ને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતા ચોર ખાનામાં સંતાડી લવાયેલો વિદેશી દારૂ વિસ્કીની બોટલ 420 કિંમત રૂપિયા 210000 જથ્થો મળી આવ્યો હતો.
સાથે એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 811000 નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો અને ટેમ્પોના ડ્રાઇવર દિનેશભાઈ કામળી રહે સોળસુંબા કામરવાડની અટક કરી હતી. જ્યારે ટેમ્પો આપનાર મિલિન કામળી રહે. ચલા વાપી વિરુદ્ધ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.