Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી થનાર છે. ગણેશ ચતુર્થીના પંદર દિવસ પહેલાંથી જ ગણેશજીની ભવ્ય મૂર્તિઓનું આગમન થવા માંડ્યું હતું. શહેરમાં ઠેરઠેર ગણેશોત્સવની તડામાર તૈયારી થઈ રહી છે.

આ વર્ષે ભક્તો ગણેશોત્સવ પાછળ 50 કરોડથી વધુની રકમ ખર્ચી નાંખે તેવો અંદાજ છે. વળી, આ વર્ષે ગણેશજીની ભવ્ય ઊંચી પ્રતિમાઓનું ભક્તો દ્વારા સ્થાપન કરવામાં આવનાર છે, ત્યારે ગણેશ વિસર્જન વખતે કોઈ મુશ્કેલી ન સર્જાય તે હેતુથી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

આ જાહેરનામા મુજબ ભક્તો વિસર્જન દરમિયાન ગણેશજીની શોભાયાત્રા ઊંટ ગાડી, બળદ ગાડું, હાથી કે ટ્રેઈલર પર કાઢી શકશે નહીં. ભક્તો બિભત્સ ફિલ્મી ગીતો કે ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો વગાડી શકશે નહીં. ઉશ્કેરણીજનક ભાષણો આપી શકશે નહીં. ધાર્મિક લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચાર કરી શકશે નહીં.

લોકો પર રંગ ઉડાડવા પર પ્રતિબંધ
ગણેશજીના આગમન અને વિસર્જનની શોભાયાત્રા દરમિયાન ભક્તો આવતા જતા લોકો પર રંગ કે પ્રવાહી ઉડાડી શકશે નહીં. ચાર વ્હીલર કરતા વધુ પૈંડા ધરાવતા વાહનો પર વિસર્જન વખતે મૂર્તિ લઈ જઈ શકાશે નહીં.

વિસર્જનને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું

  • ફોર વ્હીલર કરતા વધુ વ્હીલરના ટ્રેઇલર પર મૂર્તિ લઈ જવા પર પ્રતિબંધ.
  • શોભાયાત્રામાં ઉંટગાડી, બળદગાડું, હાથી કે ટ્રેઇલરનો ઉપયોગ નહિ કરાશે.
  • બિભત્સ અને ધાર્મિક લાગણી દુભાય તેવા ફિલ્મી ગીતો વગાડવા પર પ્રતિબંધ.
  • વિસર્જન દરમ્યાન કોઈપણ પ્રકારના રંગો ઉડાવવા પર પ્રતિબંધ.
  • કુદરતી જળસ્રોતમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ.
  • વિસર્જન બાદ મંડપ બે દિવસ કરતા વધારે રાખી ન શકાય.
  • પરમીટ રૂટ સિવાય અન્ય રૂટ પર વિસર્જન કરવા નહિ જઇ શકાય.
  • વિસર્જન બાદ મંડપ બે દિવસ કરતા વધારે રાખી ન શકાય.
To Top