Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈઃ ‘લાલબાગ ચા રાજા’ની સૌથી વધુ રાહ જોવાતી પહેલી ઝલક ગઈકાલે ગુરુવારે તા. 5 સપ્ટેમ્બરની સાંજે જોવા મળી હતી. આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને એક મુકુટ દાનમાં આપ્યો હતો. આ મુકુટની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. કારણ કે આ મુકુટ બનાવવા માટે 20 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોનાના મુકુટની કિંમત અંદાજે 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ગુરુવારે ‘લાલબાગ ચા રાજા’ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ‘લાલબાગ ચા રાજા’ પર 20 કિલો સોનાનો મુકુટ પહેરવામાં આવ્યો હતો. આ મુકુટ અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દાનમાં આપવામાં આવ્યો હતો. અનંત અંબાણી અને સમગ્ર અંબાણી પરિવાર છેલ્લા ઘણા સમયથી ‘લાલબાગ ચા રાજા’ મંડળ સાથે સંકળાયેલો છે અને તેઓ લાલબાગ ચા રાજાની વિસર્જન યાત્રામાં પણ ભાગ લે છે.

‘લાલબાગ ચા રાજા’ મંડળના પ્રમુખ બાલાસાહેબ કાંબલેએ કહ્યું કે ગુરુવારે અંબાણી પરિવાર દ્વારા દાન તરીકે 20 કિલોનો સોનાનો મુકુટ મોકલવામાં આવ્યો હતો. પ્રથમ ઝલક બાદ રાજાને આ મુકુટ પહેરાવામાં આવ્યો હતો. અંબાણી પરિવાર લાંબા સમયથી મંડળ સાથે સંકળાયેલો છે અને અમે ગણપતિ બાપ્પા પ્રત્યેની તેમની ભક્તિ જોઈને ગર્વ અનુભવીએ છીએ. તેઓ અવારનવાર આ ઉત્સવમાં ભાગ લે છે.

અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે
અનંતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ એક વિશ્વસ્તરીય બિઝનેસ ફેમિલી હોવા ઉપરાંત ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક છે અને સનાતન ધર્મમાં માને છે. અનંતે કહ્યું, મારો ભાઈ શિવ ભક્ત છે. મારા પિતા ભગવાન ગણેશની પૂજા કરે છે. મારી માતા નવરાત્રી દરમિયાન નવ દિવસ ઉપવાસ કરે છે. મારી દાદી પણ શ્રીનાથજીના ભક્ત છે. મારા પરિવારમાં દરેક વ્યક્તિ ભગવાનના ભક્ત છે. અમાકી પાસે જે કંઈ છે તે તેણે આપ્યું છે. અમે માનીએ છીએ કે ભગવાન સર્વત્ર છે, તમારામાં અને મારામાં. મારો આખો પરિવાર સનાતન ધર્મમાં માને છે.

To Top