Top News

More Posts

   The Latest

Most Popular

ભાત સરકારે બંધારણની ૩૭૦ની કલમ રદ કરી. સમાન નાગરિક ધારો, અખંડ કાશ્મીર અને ૩૭૦ની કલમ રદ કરવી એ ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રનો ભાગ હતું અને એ સંદર્ભે જે કાંઈ કાર્યવાહી થઈ તેના પરિણામોની આજે ચર્ચા નથી કરવી. આજે વાત કરવી છે, આમ કરવા જતાં ઊડેલા તિખારાઓએ જે નવી પરિસ્થિતિ ઊભી થાય તે માટેનો પલિતો ચાંપ્યો છે તેની જમ્મુ અને કાશ્મીરનું અલગ રાજ્ય હતું. આ અલગ રાજ્ય કલમ-૩૭૦ની નાબૂદી સાથે જ તત્કાલિન ભારત સરકારે બે ભાગમાં વહેંચ્યું.

જમ્મુ અને કાશ્મીરમાં, કલમ-૩૭૦ની નાબૂદી પછી, સ્થાનિક ચૂંટણી અને મતદાન પ્રક્રિયાઓ ચાલુ રહી છે. ૨૦૨૦ અને ૨૦૨૧માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ગ્રામપંચાયત અને નગર પંચાયતના સભ્યો ચૂંટાયા હતા. હવે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

મોટા ભાગે, આ ચૂંટણી સ્થાનિક સ્વાયત્તતા અને વિકાસ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અને લોકોના અવાજને પ્રતિનિધિત્વ કરવાનો એક માધ્યમ રૂપે કાર્ય કરે છે, ભલે તે કેન્દ્રશાસિત પ્રદેશ હોય. આવા દાખલાઓ જેના થકી ત્યાંના નાગરિકોને પોતાની સરકાર ચૂંટવાનો અધિકાર પાછો આપી સાચી રીતે લોકશાહી પ્રવાહમાં ભેળવી શકાય તે સામાન્ય રીતે સ્વીકૃત સિદ્ધાંત છે. આ સિદ્ધાંત અનુસાર હિમાચલ પ્રદેશ ૧૯૭૧માં અલગ રાજ્ય બન્યું. અત્યારે ઉત્તરાખંડ પણ પહેલા ઉત્તરાંચલ ઈ.સ ૨૦૦૦નું અલગ રાજ્ય બન્યું.

સાથે છત્તીસગઢ અને ઝારખંડ ૨૦૦૦માં અલગ રાજ્યો બન્યા. તેલંગાણા ૨૦૧૪માં અલગ રાજ્ય બન્યું, જેના પરિણામે આ વિસ્તારોમાં પ્રજાકીય ભાગીદારી અને લોકશાહી આધારિત વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવી. જમ્મુ અને કાશ્મીરનું એક સ્વતંત્ર રાજ્યમાંથી જે રીતે વિભાજન થયું તેના ફાયદા હશે પણ મુશ્કેલીઓ હવે સપાટી પર આવવા માંડી છે. લદ્દાખમાં આને કારણે મોટો અસંતોષ ફેલાયો છે અને આ અસંતોષની આગેવાની લીધી છે સોનમ વાંગચૂક નામના નેતાએ. લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા વિરોધનો વંટોળ ઊઠ્યો છે અને સોનમ વાંગચૂકની આગેવાની હેઠળ એ વિરોધ વ્યક્ત કરવા ‘ચલો દિલ્હી’ પદયાત્રાનું આંદોલન છેડાઈ ચૂક્યું છે. પહેલી સપ્ટેમ્બર સુધીમાં તો આ યાત્રિકોએ ૨૫થી ૩૦ કિ.મી. જેટલો ફાસલો કાપી પણ નાખ્યો છે.

સોનમ વાંગચૂક એક પર્યાવરણવિદ્ અને અન્વેષક છે. એની આગેવાની નીચે નીકળેલ આ પદયાત્રામાં લદ્દાખના મિજાજના પ્રતીક રૂપે ૧૦૦ જેટલા વોલેન્ટિયર્સ જોડાયા છે. ૧૦૦૦ કિ.મી.નું અંતર પગે ચાલવાનું છે, જે પ્રકારની હવામાનની વિષમતાઓનો આ પ્રદેશ છે. કસોટી કપરી છે. સામે જુસ્સો પણ એટલો તેજ છે. લદ્દાખ ચાર મુદ્દાનો કાર્યક્રમ લઈને નવી દિલ્હી સાથે સંઘર્ષમાં ઉતર્યું છે.

આ ચાર મુદ્દા એટલેઃ આ આંદોલન છેલ્લા ચાર વર્ષથી ચાલે છે. કારગીલ ડેમોક્રેટિક એલાયન્સ આ સમગ્ર આંદોલનને બળ પૂરું પાડી રહ્યું છે. વાંગચૂક એના નેતા છે. આ આંદોલનની પહેલી બે માંગણીઓ એવી છે જે મુજબ લદ્દાખને અલગ રાજ્યનો દરજ્જો આપવો અને એને છઠ્ઠા શેડ્યૂલની યાદીમાં મૂકવું. લદ્દાખના બે જિલ્લા છેઃ લેહ અને કારગીલ.

જમ્મુ એન્ડ કાશ્મીર રી-ઓર્ગેનાઇઝેશન એક્ટ ૨૦૧૯ પસાર થયો તેને મિશ્ર પ્રતિઘાત સાંપડ્યો. જમ્મુમાં એનું સ્વાગત થયું પણ લેહ-લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મંજૂર નહોતો. લદ્દાખના લોકોને પોતાની સ્વાયત્તતા અને વિધાનસભા આધારિત શાસન વ્યવસ્થા છિનવાઈ જાય તે મંજૂર નહોતું. આનો અર્થ એ થાય કે લેહ-લદ્દાખની પ્રજા પોતાના માટે કાયદાઓ ના ઘડી શકે અને ફરજિયાત રીતે દિલ્હીના તાબા હેઠળના પ્રદેશ તરીકે જીવવું પડે. લેન્ડ એટલે કે જમીન અને ઈકો સિસ્ટમ એટલે કે પર્યાવરણ બંને સામે જોખમ ઊભું થાય.

ગવર્નરો તો બદલાતા રહે. એ લદ્દાખનો માણસ હોય નહીં એટલે લદ્દાખના પ્રશ્નોની સમજ અને એમના માટેની લાગણી બંને સામે પ્રશ્નાર્થ મૂકવા પડે એવું લદ્દાકીઓનું માનવું છે. પોતે પોતાના પ્રતિનિધિ નહીં ચૂંટી શકે એ મુદ્દે લદ્દાનમાં વ્યાપક મુદ્દો ઊભો થયો. શેડ્યૂલ-૬માં સમાવેશ થાય એટલે બંધારણીય હક્કો ઉપરાંત આદિવાસી વિસ્તાર તરીકેની કેટલીક સ્વાયત્તતાઓ પણ ભોગવવા મળે એવી એમની માગણી છે.

ભારતીય સંવિધાનનું છઠ્ઠું શેડ્યૂલ આદિવાસી વિસ્તારોને વિકાસના રસ્તે આગળ વધવા માટે કેટલીક મર્યાદિત સ્વતંત્રતાઓ પણ આપે છે અને બંધારણીય હક્કો તેમને બરાબર મળે તે માટેની ખાતરી પણ આપે. લદ્દાખમાં ૯૭ ટકા કરતા વધારે વસતી શેડ્યૂલ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જાતિની છે. જે પૂર્વોત્તર રાજ્યોને પ્રાપ્ત છે એવી મર્યાદિત સ્વાયત્તતા જેના થકી પર્યાવરણ અને સ્થાનિક સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે એવા અધિકારો પ્રાપ્ત થાય એવી એની માગણી છે. આંદોલનની હજી શરૂઆત છે પણ લોકજુવાળ અને જુસ્સો તીવ્ર છે. આજે માત્ર પૂર્વભૂમિકાની વાત કરીને અટકું છું. વધુ વિગતો ટૂંક સમયમાં જ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top