Top News

More Posts

   The Latest

Most Popular

ફાયર બ્રિગેડમાં ચાલતા કૌભાંડ મામલે સીએમઓમાં ફરિયાદ ફાયર એનઓસીના નામે ગોરખ ધંધા ચાલે છે, એની તબક્કા વાર સ્ટેટ લેવલ પર વિજિલન્સની તપાસ હાલ ચાલુ છે : પુલકિત દવે, કલાકાર

રાજકોટ ગેમ ઝોનમાં આગ બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગમાં બેફામપણે ભ્રષ્ટાચાર આચરી લોકોના મહેનતના પૈસા ઓળવી જવાનું કોભાંડ શરૂ કર્યું છે. જેના પુરાવા રાજ્ય અને જનતા સમક્ષ આવી રહ્યા છે. જે રીતે ફાયર વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપર કાર્યવાહી થઈ રહી છે, તે જોતા કરોડો રૂપિયાનું કૌભાંડ કોના આશીર્વાદથી ચાલે છે એ નગરજનોને એક મોટો સવાલ ઊભો થયો છે.

રાજ્ય સરકારના એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા જે રીતે રાજકોટ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓના ફાયર બ્રિગેડના લાંચિયા અધિકારીઓ ઉપર ગાળીયો કસાઈ રહ્યો છે. ત્યારે તારીખ 21મી જુલાઈ 2012ના રોજ સ્ટેશન ઓફિસર ફાયર તરીકેની નિમણૂક પામનાર પાર્થ બ્રહ્મભટ્ટ ની વહીવટ કરવાની કુનેહથી અભિભૂત થઈને પાલિકાએ 1 ઓક્ટોબર 2019ના રોજ ચીફ ફાયર ઓફિસર જેવી અત્યંત મહત્વપૂર્ણ જગ્યા ઉપર હવાલાના અધિકારી તરીકે એમને બેસાડ્યા હતા. અંદાજિત પાંચ વર્ષ થયા પછી પણ પાર્થ બ્રહ્મભટ્ટ પોતાના પ્રોબેશન પિરિયડ દરમિયાન સંતોષજનક કામગીરી નહીં કરવાના કારણે ટેકનિકલી પાલિકાના કાયમી કર્મચારી ગણાય એમ નથી, તેમ છતાં પણ એમની ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓને પોતિકા બનાવી દેવાની જે મહારથ છે. તેનાથી આજે વડોદરા ફાયર બ્રિગેડ એ ભ્રષ્ટાચારનો મુખ્ય અડ્ડો બની ગયો છે. એની લોક ચર્ચાએ પણ જોર પકડ્યું છે. વડોદરાના કર્મશીલ કલાકાર પુલકિત દવેએ પાર્થ બ્રહ્મભટ્ટની સિદ્ધિથી ચાલતા ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઓફિસમાં કરાતા અધિકારી સામે પણ વિવિધ એજન્સી ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે. પુલકીત દવેએ જણાવ્યું હતું કે ચીફ ફાયર ઓફિસરના અલગ અલગ પ્રોજેક્ટ જે થયા હતા. એમાં સીસીસી ખાતે પહેલો માળ જે આર્ટ ગેલેરીને એનાયત કરવામાં આવી હતી. એ જગ્યા પર ચીફ ફાયર ઓફિસર એમની વૈભવી ઓફિસ ધરાવે છે અને જે ફાયર સેફ્ટીના નિયમ પ્રમાણે એ જે ફાયર સેફ્ટીનું પ્રોબિશન કરવામાં આવે એમાં કરોડની ગફલાબાજી ચાલે છે અને હાલમાં જે પુર આવ્યું એ પુર માટે છેલ્લા પાંચ વર્ષમાં અલગ અલગ પ્રોજેક્ટ અંતર્ગત જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી. એમાં અમુક ચોકાવનારા પુરાવા મળ્યા છે. વર્ષ 2023 અને 24માં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાની સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. એ લગભગ જોવા જઈએ 65 કરોડનું આ એક આખું પ્રેઝન્ટેશન મૂકવામાં આવ્યું હતું. જે ફ્લડ ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્ટ માટે જે ઈક્વિપમેન્ટની ખરીદી કરી હતી. એની માટે આ પ્રપોઝલ મૂકવામાં આવ્યો હતો અને પછી બંછાનિધિપાનીએ એપ્રુવલ આપી હતી. તો આ ફ્લડમાં એનો ઉપયોગ ક્યાં થયો ? એ પ્રશ્ન છે અને બીજી વસ્તુ એ છે કે આમના ગોરખ ધંધા ફાયર એનઓસી ના નામે જે ચાલે છે. એની તબક્કા વાર સ્ટેટ લેવલ પર વિજિલન્સની તપાસ હાલ ચાલુ છે. હું પોતે જ ફરિયાદી રહ્યો છું સીએમ ઓફિસ અને એચ.એમ ઓફિસમાં પણ જાણ કરેલી છે. 20 મી એપ્રિલ ,17મી એપ્રિલના રોજ તથા 19 મી જાન્યુઆરીના રોજ આ તબક્કાવાર લાગતા વળગતા ડિપાર્ટમેન્ટમાં નિવેદનની પ્રક્રિયા પણ થઈ સાથે 23 મી 10 ના રોજ 2023 ના ઓફિસમાં લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ પણ આમની ઉપર મેં કરી છે અને મુખ્યમંત્રીએ સ્વીકાર્યું છે અને એના ઉપર ખૂબ જ ઝીણવટ ભરી તપાસ વડોદરા શહેર માટે કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ચીફ ફાયર ઓફિસર એડજેક્ટ કેબીન આઠ ગેલેરીને આપવામાં આવી હતી એ લેન્ડ ગ્રેબિંગ કરી છે. એની એક ઓફિશિયલ ફરિયાદ કરી છે અને સીએમઓ અને એચએમઓમાં પણ 20 મી જુન અને આ વર્ષના ફેબ્રુઆરીમાં પણ એપ્લિકેશન ગૃહ મંત્રી અને સીએમ સુધી આપવામાં આવી હતી કે, આના જે કરોડો રૂપિયાના કૌભાંડ છે એને ખુલ્લા કરો જે આખા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એન્જોયનીંગમાં છે ચાલી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે ફાયર બ્રિગેડ શહેરની સુરક્ષા માટે એક મુખ્ય વિભાગ ગણાય છે. તેમાં 2019 થી લઈને 2024 માં આજ દિન સુધી ફાયર એનઓસી સીલીંગ પ્રોસેસ પેટ્રોલિયમ સ્ટોરેજ ની પરવાનગી કરોડો રૂપિયાના ખર્ચે જે વાહનો ખરીદાયા ત્યારે ટેન્ડર કોને એલોટ થયું. જે ગાડીઓના સ્પેસિફિકેશન કોણે ચેક કર્યા, એની જો પ્રામાણિક તપાસ થાય તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે. સામાન્યતઃહ શહેરની હદ બહાર ફાયરબ્રિગેડ જો પોતાની સેવાઓ આપે તે સેવા ચાર્જેબલ હોય છે. ત્યારે છેલ્લા દસ વર્ષમાં પાલિકાએ આ સેવા પૂરી પાડવાની સામે કેટલા પૈસા વસૂલ કર્યા એ પણ અધ્ધર છે. એ જોતા એમ લાગે છે. વી સર્વ ટુ સેવ ના ધ્યેય સાથે કામ કરતું ફાયર બ્રિગેડ એ પ્રજાની વગર પાણીએ સેવિંગ કરવા ઉપર કટિબદ્ધ છે.

To Top