Top News

More Posts

   The Latest

Most Popular

  • હોદ્દેદારો અને સભ્યો હુંસાતુંસીમાં અથવા દેખાદેખીમાં લોકો વચ્ચે જોવા મળ્યા
  • પાલિકામાં જ ક્યાંક આંતરિક જૂથબંધી નથી ચાલી રહી ને તેવી ચર્ચા

લોકસભાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અચાનક પાલિકાના સભ્યોને શહેરના વિકાસના કામો યાદ આવ્યા છે. અને જે કામગીરી ચાલી રહી છે અથવા તો જે કામગીરી શરુ કરવાની છે તેનું સ્થળ નિરીક્ષણ કરવાની જાણે હોડ જામી છે. લોકોની પરેશાની હવે અચાનક સભ્યોનું દર્દ બની ગઈ છે. અને હુંસાતુંસીમાં કહો કે દેખાદેખીમાં સભ્યો મુશ્કેલીનું ત્વરિત નિરાકરણ આવે તેમાં લાગી ગયા છે.

શહેરમાં હાલ પુરજોશમાં પ્રિ મોન્સૂન કામગીરી ચાલી રહી છે અને છેલ્લા 3 દિવસથી મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ નિરીક્ષણ કરી રહ્યા છે અને જરૂરી સૂચનાઓ પણ આપી રહ્યા છે. તાજેતરમાં તેઓએ પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વોર્ડની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી. પછી તો જોવું જ શું. સોમવારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ડો. શીતલ  મિસ્ત્રીના વોર્ડમાં જ પાણીના પ્રશ્ને  પરેશાન લોકોની મદદે પહોંચી ગયા. તેઓ સાથે સ્થાનિક કોર્પોરેટર હેમીષા ઠક્કર પણ જોડાયા. આમેય પાલિકામાં ચર્ચા છે જ કે એક જ વોર્ડના હોવા છતાં હેમીષા ઠક્કર અને ડો. શીતલ મિસ્ત્રી વચ્ચે ઉંદર બિલાડીની જેમ લડત ચાલ્યા જ કરે છે. ત્યારે હવે અચાનક સભ્યોને લોકોના દુઃખદર્દ કેમ યાદ આવ્યા? મહિનાઓ સુધી જે કામ નથી થયા અને લોકો ફરિયાદો કરીને થાકી ગયા છતાં કામ ન થયા તેવા કામો હવે કલાકોમાં થવા લાગ્યા. ખેર સભ્યોની આંતરિક સ્પર્ધામાં ક્યાંક પ્રજાનું તો ભલું થઇ જ રહ્યું છે. પરંતુ હાલમાં આ હોડ ક્યાં કારણોસર લાગી છે તેની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

To Top