Top News

More Posts

   The Latest

Most Popular

કવાટ માં આજ રોજ ગાજ્વીજ સાથે બરફના કરા સાથે વરસાદ ખાબક્યો અસહ્ય ગરમીથી ત્રસ્ત પ્રજાજનોએ કમોસમી વરસાદ થી પ્રજાએ રાહતનો શ્વાસ લીધો આજ રોજ સાંજે 5:00 કલાકે કવાટ નગરમાં ગાજવીજ સાથે વાવાઝોડા સાથે બરફ નો વરસાદ થયો ત્યારબાદ વરસાદ પડતા ઠંડક ની લહેર પ્રસરી અને કવાટ નગરમાં વાવાઝોડું થતા જ વીજ લાઇન ઠપ થઈ ગઈ હતી ગ્રીષ્મ ઋતુની શરૂઆતથી જ અસહ્ય ગરમી હતી ત્યારે હાલમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચવા આવેલ ત્યારે કવાટ નગરમાં એકા એક વાવાઝોડું અને બરફ પડતા અને વરસાદ ખાબકતા કવાટ નગરની શેરીઓમાં પાણીની રેલમછેલ થતા નાના ભૂલકાઓ પણ જે અસહ્ય ગરમીથી ત્રસ્ત હતા ત્યારે તેઓ પણ આ વરસાદની મજા માણી હતી.

To Top