ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના ચુનાર રેલ્વે સ્ટેશન પર આજ રોજ તા. 5 નવેમ્બર સવારે એક ભયાનક ટ્રેન અકસ્માત બન્યો છે. માહિતી મુજબ...
રોહનનો નાનો પરિવાર હતો. માતા–પિતા,પત્ની, બે બાળકો અને નાની બહેન. બધાંની જવાબદારી તેના ઉપર હતી. તે સતત મહેનત કરતો પણ ખર્ચા ઘણા...
સાહિત્યકાર કોંકણી હોય, પંજાબી હોય કે ગુજરાતી પણ તેની કલમ બાળક માટે કંઈ આલેખે છે ત્યારે તેનું મહત્ત્વ ઊતરતું બની જાય છે....
અમેરિકાના કેન્ટકી રાજ્યમાં એક ભયાનક વિમાન અકસ્માત થયો છે. લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઑફ કર્યા બાદ થોડી જ મિનિટોમાં એક...
૨ નવેમ્બરની રાત્રે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બની. ફાઇનલ મેચે સમગ્ર રાષ્ટ્રના શ્વાસ રોકી રાખ્યા હતા. આ વિજય...
હાલમાં એક ચોંકાવનારી વાત બહાર આવી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વિશ્વના કેટલાક અણુ શસ્ત્ર સજ્જ દેશો ગુપચુપ અણુ...
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ઐતિહાસિક રાજકીય ફેરફાર થયો છે. ભારતીય મૂળના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ નેતા ઝોહરાન મમદાનીએ મેયરપદની ચૂંટણીમાં વિજય મેળવીને ન્યૂયોર્કના પ્રથમ ભારતીય-અમેરિકન...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એશિયાની તેમની મુલાકાત દરમિયાન રેર અર્થ ખનિજોના પુરવઠાને સુરક્ષિત કરવા માટેના શ્રેણીબદ્ધ કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેના...
સંતુષ્ટિ આઉટલેટના સંચાલકો બેફામ : લોકોના આરોગ્ય સાથે ચેડાપેકડ ચીઝ કેક ખરાબ નીકળતા વિદ્યાર્થીઓએ બળાપો કાઢ્યો : 190 રૂ.ની કેકમાં એક્સપાયરી ડેટ...
વાહન ચાલકોને માર્ગદર્શન આપવા માટે કર્મચારીઓને એલર્ટ કરી દેવાયા :વાહનચાલકોને હેડ લાઈટ ચાલુ કરી વાહન હાંકવાની ફરજ પડી : ( પ્રતિનિધી )વડોદરા,તા.5...
મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત બાદ કામગીરીનો પ્રારંભ કરાયો અનેક વિવાદ બાદ મંજૂર થયેલા ભૂખી કાંસ પ્રોજેક્ટની અંતે શરૂઆત થઈ વડોદરામાં વિસ્મામિત્રી પ્રોજેક્ટ હેઠળ...
ક્ષતીગ્રસ્ત નંબર પ્લેટ સાથે વાહન હંકારશેતો આરટીઓ કાર્યવાહી કરશે ખોવાઈ ગઈ હોય કે ચોરાઈ ગઈ હોય તો એવા કિસ્સામાં પોલીસનો દાખલો મેળવવો...
વીએસપીએફ દ્વારા ટેન્ડર જાહેર, સંચાલનમાંથી આડકતરી રીતે ખસી જવાની ચર્ચા વડોદરા શહેરના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે ઉભા કરવામાં આવેલા રમતગમત સંકુલનું...
2 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ જીતનાર ભારતીય મહિલા ટીમ આવતીકાલે 5 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાત્રિભોજન કરશે. સમાચાર એજન્સીઓ અનુસાર...
માતર પોલીસે 2 આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સરંક્ષણ અધિનિયમની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો(પ્રતિનિધિ) નડિયાદ, તા. 4વડતાલ સ્વામિનારાયણ મંદિરના નામનો દુરુપયોગ...
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરના પહાડી રાજ્યોમાં હવામાન બદલાયું છે. હિમાચલ અને જમ્મુ અને કાશ્મીરના પર્વતોમાં નવેસરથી બરફવર્ષા થઈ છે....
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની બેઠક આજે (મંગળવારે) દુબઈમાં શરૂ થઈ. આ બેઠક દરમિયાન એશિયા કપ વિવાદ ઉઠાવવામાં આવ્યો. ત્યારબાદ ICC એ પાકિસ્તાની ખેલાડી...
પોલીસ ઇન્સ્પેક્ટર લીવ રિઝર્વ મુકાયાં, મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં (પ્રતિનિધિ) લુણાવાડા તા.4મહિસાગર જિલ્લા પોલીસ બેડામાં પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેના...
મંગળવારે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) (સામાન્ય રીતે મતદાર યાદી ચકાસણી તરીકે ઓળખાય છે) સામે વિરોધ કૂચનું...
પ્રદેશ નિરીક્ષકો વડોદરામાં: ગણપત વસાવાએ કહ્યું, ‘વિસ્તાર, ઉંમર સાથે કાર્યકર્તાની વિશેષ ક્ષમતા ધ્યાને લેવાશે, અંતિમ નિર્ણય પ્રદેશ સમિતિનો.’ વડોદરા શહેર અને જિલ્લા...
કોટા ગ્રાહક સુરક્ષા કોર્ટે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપનીને નોટિસ ફટકારી છે, જેમાં 27 નવેમ્બર સુધીમાં તેમના જવાબો...
ચીનની એક કંપનીએ આ અઠવાડિયે ઉડતી કારનું ટ્રાયલ ઉત્પાદન શરૂ કર્યું. યુએસ સ્થિત ટેસ્લા અને અન્ય કંપનીઓ દ્વારા ટૂંક સમયમાં આવી કાર...
છત્તીસગઢના બિલાસપુરમાં કોરબા પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયાના અહેવાલ છે. રેલ્વે...
આજે મંગળવારે અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. શરૂઆતના વધઘટ પછી સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો અચાનક ઘટ્યા. આ...
હિન્દુજા ગ્રુપના ચેરમેન અને ભારતીય મૂળના અબજોપતિ ગોપીચંદ પી. હિન્દુજાનું બુધવારે લંડનની એક હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 85 વર્ષના હતા. પીટીઆઈ અનુસાર...
અમેરિકાના ન્યૂયોર્કમાં મેયરની આજે ચૂંટણી છે. ભારતીય અમેરિક ઝોહરાન મમદાની ન્યૂ યોર્ક સિટી માટે ડેમોક્રેટિક પાર્ટીના મેયર ઉમેદવાર છે. ઘણા સર્વેક્ષણો અનુસાર...
NH-48 પર ફરી ‘ટ્રાફિક-ગ્રહણ’! નેશનલ હાઇવે 48: વિકાસ કે વિનાશ? વડોદરા: વડોદરા-કરજણ વચ્ચેનો નેશનલ હાઇવે નંબર 48 ફરી એકવાર વાહનચાલકો માટે માથાનો...
અરજદારો કામ અર્થે કોર્ટમાં ગયા અને કોઈ ઘટ્યો રિક્ષામાંથી બેટરી કાઢી ગયો વડોદરા તારીખ 4વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે આવેલી ન્યાય મંદિરના પટાંગણમાં...
ચૂંટણી પંચે મંગળવારે પટનામાં કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન જેમને લલ્લન સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની વિરુદ્ધ FIR દાખલ કરી છે....
સમયસર સારવાર ન આપી કંપનીવાળાએ મારા પિતાનું મર્ડર કર્યું છે, મૃતક પિતાની દીકરીનો આક્ષેપ કંપની સંચાલકોએ કોઈ મદદ ન કરતા મૃતકના પરિવારના...
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના ચુનાર રેલ્વે સ્ટેશન પર આજ રોજ તા. 5 નવેમ્બર સવારે એક ભયાનક ટ્રેન અકસ્માત બન્યો છે. માહિતી મુજબ ટ્રેન નંબર 12311ના પસાર થવાના સમયે રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલા અનેક મુસાફરો ટ્રેનની અડફેટે આવ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સ્થાનિક વહીવટી તંત્રે જણાવ્યું છે. અકસ્માત બાદ સ્ટેશન પર ભારે હડકંપ મચી ગયો હતો.
આજ રોજ સવારના 9:30 વાગ્યાના આસપાસ બનેલી આ ઘટનામાં ચુનાર સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાંથી કેટલાક મુસાફરો પ્લેટફોર્મની વિરુદ્ધ બાજુએ ઉતર્યા હતા. એ સમયે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી એક એક્સપ્રેસ ટ્રેન તેમને ટક્કર મારી ગઈ.
અહેવાલો મુજબ આ મુસાફરો પ્લેટફોર્મ બદલવા માટે લાઇન ક્રોસ કરી રહ્યા હતા પરંતુ એ દરમિયાન બીજી ટ્રેન અચાનક આવી પહોંચી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણથી વધુ મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા . જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
અકસ્માતની જાણ થતાં જ રેલ્વે અધિકારીઓ અને સ્થાનિક પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટ્રેન સેવા થોડીવાર માટે રોકી દેવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનાની નોંધ લીધી છે અને અધિકારીઓને તરત જ રાહત કામગીરી શરૂ કરવા તથા ઘાયલોને યોગ્ય સારવાર પૂરી પાડવા આદેશ આપ્યો છે. સીએમ યોગીએ જણાવ્યું “મિર્ઝાપુરના ચુનાર સ્ટેશન પર બનેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.”
યોગી સરકારે SDRF અને NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલી દીધી છે. જેથી બચાવ કામગીરી ઝડપી રીતે પૂર્ણ થાય. સ્થાનિક વહીવટી તંત્ર અને રેલ્વે વિભાગ પણ અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યા છે.
પ્રાથમિક તારણ મુજબ મુસાફરોની બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થામાં ખામી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું અનુમાન છે.
સ્થાનિક લોકોનો આરોપ છે કે ચુનાર સ્ટેશન પર લાંબા સમયથી યોગ્ય ફૂટઓવર બ્રિજ અથવા અન્ડરપાસની સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે મુસાફરો વારંવાર રેલ્વે ટ્રેક પરથી જ પસાર થવા મજબૂર થાય છે. આ અકસ્માત બાદ રેલ્વે વિભાગે સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની ખાતરી આપી છે.
આ દુર્ઘટનાએ એક વાર ફરી રેલ્વે સુરક્ષા પ્રણાલીની ગંભીર ખામીઓને ઉજાગર કરી છે.