Top News

More Posts

   The Latest

Most Popular

કારેલીબાગ સ્થિત પૌરાણિક બહુચરાજી મંદિરે તૈયારીઓ પૂર્ણ

માંઇભક્તોને દર્શન માટે અગવડ ન પડે માટે મુખ્ય પ્રવેશદ્વાર થી મંદિર સુધી રેલીંગ તૈયાર કરવામાં આવી છે

માંઇભક્તો માટે મંદિર સવારે 6 થી રાત્રીના 10 કલાક સુધી દર્શન માટે ખુલ્લા રહેશે

આવતીકાલથી શારદીય નવરાત્રી એટલે આસો સુદ પ્રથમ નોરતું છે ત્યારે શહેરના તમામ માંઇ મંદિરોમાં શ્રધ્ધાળુઓ, માંઇભક્તો મોટી સંખ્યામાં પૂજન, દર્શન માટે આવશે નવ દિવસ સુધી ભક્તોની ભીડ જોવા મળશે ત્યારે શહેરના કારેલીબાગ સ્થિત શ્રીમંત મહારાજા દેવસ્થાન સંચાલિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે મહારાજા તથા તેમના પરિવાર અને માંઇભક્તો દર્શનાર્થે, પૂજન માટે આવનાર હોય અહીં શ્રધ્ધાળુઓ કતારોમા શિસ્તબદ્ધ રીતે અગવડ વિના દર્શન કરી શકે તે માટે રેલિંગ તૈયાર કરવામાં આવી છે, શ્રધ્ધાળુઓ પરિક્રમા કરી શકે તે માટે પરિક્રમા માર્ગ પરથી વરસાદી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા કરવામાં આવી છે. અહીં શ્રધ્ધાળુઓ માટે મંદિર સવારે 6 કલાકથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે જેના માટે લાઇટ તથા શ્રધ્ધાળુઓ માટે પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. મંદિરને આહલાદક રીતે શણગારવામાં આવ્યું છે રોશની તથા યોગ્ય રીતે સજાવટ કરવામાં આવી છે. અહીં નવ દિવસ તથા વિશેષ કરીને આઠમના હવન માટે પણ વિશેષ તૈયારીઓ કરાઇ છે જેમાં મંદિર પરિસરમાં હવનકુંડ તૈયાર કરવામાં આવ્યો છે.આ સમગ્ર કાર્યક્રમ અંગે મંદિરના અનિલ શિવશંકર પૂજારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

To Top