Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) વિશાખાપટ્ટનમની કિંગ જ્યોર્જ હોસ્પિટલના ડોકટરોએ ગઇકાલે મંગળવારે એક ચમત્કારીક સર્જરી કરી હતી. અહીં ડોક્ટરોએ (Doctors) એક મહિલા દર્દીના પેટમાંથી 24 અઠવાડિયાના ગર્ભના કેલ્સિફાઇડ (Calcified) અવશેષો સફળતાપૂર્વક કાઢ્યા હતા. આ સ્થિતિને જેને ‘સ્ટોન બેબી’ અથવા “લિથોપેડિયન” તરીકે ઓળખવામાં આવે છે.

લિથોપેડિયન એક દુર્લભ બિમારી છે જે સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન પેટમાં ગર્ભ મૃત્યુ પામે છે. સ્ટોન બેબી શરીર દ્વારા રિએબઝોર્બ કરવામાં ખુબ જ મુશ્કેલી થાય છે, ત્યારે આવુ ભ્રુણ કેલ્સિફાઇડ બની જાય છે. જેને Lithopedia JC અથવા સ્ટોન બેબી કહેવાય છે, ત્યારે સ્ટોન બેબીની સ્થિતિ ગર્ભાવસ્થાના 14 અઠવાડિયાથી લઈને સંપૂર્ણ ગાળાની ગર્ભાવસ્થા સુધી થઈ શકે છે. સ્ટોન બેબી જેવુ બાળક દાયકાઓ સુધી માતાના ગર્ભમાં જ રહે તેવી સંભાવના છે. જો કે એક્સ-રે અથવા અન્ય સર્જરીના માધ્યમથી આવા બાળકની સ્થિતિ અંગે માહિતી મેળવી શકાય છે. તેમજ અમુક કેસમાં આવા બાળકનું નિદાન પણ શક્ય છે. પરંતુ જણાવી દઇયે કે સ્ટેન બેબી માતાના ગર્ભમાં રહેવું સામાન્ય બાબત નથી.

આંધ્રપ્રદેશમાં મહિલાના ગર્ભમાં મળ્યુ સ્ટોન બેબી
હાલની ઘટના વિશાખાપટ્ટનમના અનાકાપલ્લે જિલ્લાની 27 વર્ષીય મહિલા સાથે બની હતી, જે બે બાળકોની માતા છે. મહિલાને પેટમાં તીવ્ર દુખાવો થતો હતો જેના કારણે તેણી ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં કેજીએચ હોસ્પિટલ પહોંચી હતી, ત્યારે પ્રાથમિક સારવાર બાદ જાણવા મળ્યું હતું કે મહિલાના પેટમાં સ્ટોન બેબી છે. આ સ્ટોન બેબીની પાંસળીઓ, ખોપરી, પેલ્વિક બોન, સ્કેપુલા વગેરે મહિલાના પેટમાં હતા. ત્યારે કેજીએચ ખાતે પ્રસૂતિશાસ્ત્રના પ્રોફેસર ડૉ. વાણીએ મહિલાનું એમઆરઆઈ સ્કેન કરાવ્યું હતું, જેમાં તેણીના પેટમાં “હાડકાંનો માળો” દેખાયો હતો. મહિલાની આવી સ્થિતિ જણાતા જ મેડિકલ ટીમે 31 ઓગસ્ટે સર્જરી કરી હતી. તેમજ આ ઓપરેશન સફળ રહ્યું હતું અને હાલ મહિલાની રિકવરી થઈ રહી છે.

મહિલાના પેટમાં ઘણા વર્ષોથી સ્ટોન બેબી હતુ
અગાઉ એસ્ટેલા મેલેન્ડેઝ નામની મહિલાએ પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. મેલેન્ડેઝના ગર્ભમાં 60 વર્ષથી વધુ સમયથી સ્ટોન બેબી હતું. તેમજ આ બાબતની મેલેન્ડેઝને જાણ ન હતી. દરમિયાન જ્યારે તેણીને પેટમાં અસહ્ય દુ:ખાવો થયો, ત્યારે તેણીનો એક્સ-રે કરાવવામાં આવ્યો અને ડોક્ટરોને સ્ટોન બેબી હોવાની જાણ થઇ હતી. જો કે આ સ્ટોન બેબીથી મેલેન્ડેઝને કોઇ નુકશાન ન હતું.

To Top