Top News

More Posts

   The Latest

Most Popular

અમૂલ્ય જીવન મળ્યા પછી પણ માણસ સતત મુક્તિની ઝંખના જ કેમ ચાહે છે? એવું માની લેવું ભૂલભરેલું છે કે માયાવી દુનિયામાં પગરણ મંડાયા પછી સુખ જ પ્રાપ્ત થશે.જીવનમાં દુઃખના આગમનનો કોઈ સમય, ચોઘડિયાં કે કાળ નથી. એ તો વણ બોલાવીએ પ્રવેશ કરી દે છે. દુઃખને બહાર કાઢવાના દરેક કીમિયાઓ માણસ કામે લગાવી દે છે. દુઃખની મુક્તિ માટે અનેક પ્રકારના તર્કવિતર્ક લગાવે છે છતાં દુઃખની મુક્તિ માટેનો કોઈ માર્ગ જડતો નથી ત્યારે નદીમાં ડૂબતો માણસ બચવા માટે તણખલાનો સહારો લે તેમ અહીંયા પણ કોઈ લેભાગુનો સહારો લે તો ઉલટાનું છેતરપિંડીનો ભોગ બન્યા પછી ખબર પડે કે દુઃખને નિવારવાનો ઉપાય તો મારા પોતાના અંતરમાં જ હતો એટલે કહેવાય છે કે આપણી પાસે જ બધું છે છતાં અન્યના ખોટા સહારાને કારણે ભૂલી જાય છે કે “ઘર કી મુર્ગી દાલ બરાબર”પોતાના ઉપર જ ભરોસો અને આત્મ વિશ્વાસ રાખો, માનવીમાં એટલી સમજણ આવી જાય કે “every moment is not permanently but such moments are remind whole life”તો દુઃખમાં પણ સુખનો જ અનુભવ થાય કદાચ એવું બને.
સુરત     – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ન છેતરે, ન છેતરાય
બ‌દલાતા જમાના સાથે તાલ મિલાવતા બુદ્ધિશાળી લોકો ભગવાને પ્રદાન કરેલ સદ્બુદ્ધિ ઉપયોગ કરી અન્યો દ્વારા મૂર્ખ બનતા નથી અર્થાત્ છેતરાતા નથી અને વળી પોતાની સદ્બુદ્ધિનો દુરુપયોગ કરી અન્યોને છેતરી પાપમાં પણ પડતા નથી. કારણ કે, છેતરાવું અને છેતરવું એ ઈશ્વરે બક્ષેલી સદ્બુદ્ધિનું અપમાન છે એટલે જ બુદ્ધિશાળી લોકો ન છેતરે, ન છેતરાય! ‌‌‌‌‌ સુરત      – દીપ્તિ ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top