Top News

More Posts

   The Latest

Most Popular

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં તમામ તહેવારો હર્ષોલ્લાસભેર મનાવવામાં આવે છે. ત્યારે આ વખતે પણ દીપાવલીનો તહેવાર પણ ધામધૂમથી મનાવવામાં આવશે. જોકે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા હોય, ત્યારે પોલો મેદાન ખાતે ફટાકડાના વેપારીઓ પરવાનગીથી વંચિત રહેતા મૂંઝવણમાં મૂકાયા છે.

વડોદરા શહેરના લોકો આગામી દીપાવલીના તહેવારોની મીટ માણીને બેઠા છે. હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ચહેલ પહેલ શરૂ થઈ ગઈ છે. બજારોમાં પણ હવે ભીડ જોવા મળી રહી છે. વડોદરાના લોકો તમામ તહેવારો રંગે ચંગે મનાવતા હોય છે. અને પ્રતિ વર્ષે દીપાવલીના તહેવારોમાં લાખો કરોડો રૂપિયાનું દારૂખાનું ફોડતા હોય છે.

પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ પોલો મેદાન ખાતે 24 જેટલી ફટાકડાની દુકાનો લાગી છે. પરંતુ અધિકારીઓની ઢીલાશને કારણે હજી પણ કેટલાક વેપારીઓ પરવાનગીથી વંચિત રહેતા મૂંઝવામાં મૂકાયા છે. તેમજ નુકસાની વેઠવી પડશે તેવી ભીતિ સેવી રહ્યા છે. હાલ નીતિ નિયમ મુજબ ફટાકડાના વેપારીઓ દ્વારા પોતાની દુકાન બહાર સ્પ્રિંકલ સિસ્ટમ, રેતી ભરેલી ડોલ, પાણીની વ્યવસ્થા સહિતીની તમામ સવલતો ઉભી કરી દીધી છે. જોકે આજે પણ વેપારીઓ પરવાનગીથી વંચિત રહેતા હાલાકી વેઠવા મજબુર બન્યા છે.

To Top