ઉત્તરપશ્ચિમ તુર્કીના કોકેલી પ્રાંતમાં આવેલા એક પરફ્યુમ ગોડાઉનમાં આજ રોજ તા. 8 નવેમ્બર શનિવારે સવારે અચાનક આગ લાગી હતી. સ્થાનિક સમય મુજબ...
વર્ષ 1953માં DNAની સર્પાકાર રચના શોધનાર જેમ્સ ડી. વોટસનનું અવસાન થયું છે. તેઓ 97 વર્ષના હતા. આ શોધે દવા, ગુનાહિત તપાસ, વંશાવલી...
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આજ રોજ તા. 8 નવેમ્બર શનિવારે જાહેરાત કરી કે સંસદનું શિયાળુ સત્ર તા.1 ડિસેમ્બરથી શરૂ થશે અને તા....
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યું*દીક્ષાંત સમારોહ એ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે શું જવાબદારી નિભાવી શકાય, એ મંથન કરવાનો દિવસ...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીનો પાંચમી અને અંતિમ મેચ આજે (8 નવેમ્બર) બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને...
ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભાજપના નેતા અને અંભેતા મંડળના ઉપપ્રમુખ ધરમ સિંહ કોરી (65)ની તેમના...
પાલિકાના 1250 કર્મચારીઓને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી સોંપાઈ, આવતીકાલથી ટીમ કામગીરી શરૂ કરશેવડોદરા: ગુજરાતમાં હાલ ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા...
વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી શનિવારે સીતામઢી પહોંચ્યા છે. અહીં સભાને સંબોધતા વડાપ્રધાને આરજેડી પર જોરદાર પ્રહારો કર્યા. બિહારના સીતામઢીમાં એક...
પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં આતંકવાદી જૂથે પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કર્યું હોવાનું અધિકારીઓએ પુષ્ટિ કરી...
ગાંધીનગર: તાજેતરમાં થયેલા માવઠાના કારણે રાજયવ્યાપી 16,500 ગામોમાં 42 લાખ હેટકરમાં ખેતીને નુકસાન થયું છે, જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે રૂા. 10,000...
પ્રતિનિધિ વડોદાર તા.8વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઇ ઝેડ એન ઘાસુરાની બદલી કરીને તેમની જગ્યા પર પોલીસ ઇન્સ્પેક્ટર...
યુએસ સરકારના શટડાઉનની અસર હવે જનતા પર પડી રહી છે. શુક્રવારે 1,200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને...
અમેરિકામાં ટેક કંપની ઓપનએઆઈ (OpenAI) વિરુદ્ધ ગંભીર આરોપો સાથે સાત મુકદ્દમા દાખલ થયા છે. પીડિત પરિવારોનો દાવો છે કે કંપનીના ચેટબોટ ચેટજીપીટીએ...
દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ગઈ કાલે શુક્રવાર મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં એક વ્યક્તિનું મોત થયું છે...
આપણા દેશમાં મુખ્યત્વે ત્રણ ઋતુ હતી પરંતુ કેટલાક સમયથી ઋતુચક્રમાં ફેરફાર થતો જણાય છે. દિવાળી બાદ વર્ષાઋતુ આવે એ સૌને માટે આશ્ચર્યજનક...
સુરત શહેરનો હરણફાળ વિકાસ ચારેય દિવસોમાં થઇ રહ્યો છે. આ આનંદ તથા ગૌરવની ગાથા છે. સુરત શહેરની વસ્તી પણ લગભગ લગભગ 85...
જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કેરન સેક્ટરમાં થયેલી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. હાલ...
પૂર્વે કુમાર શાળાઓ અને કન્યા શાળાઓ અલગ હતી. નિરાંતે બાળકો ગામની નિશાળમાં ભણતાં હતાં. આનંદ કરતાં હતાં. હવે મા-બાપની ચિંતાઓ વધતી જાય...
પીએમ કેવડિયા આવ્યા. અખંડ ભારતના ઘડવૈયા સરદારની વાતો કરી. નેહરુની ટીકા કરી. પરંતુ અહીં એ સમજવાની જરૂર છે કે તેઓ પોતે પણ...
એક દિવસ રમણ મહર્ષિ પાસે દસ વર્ષનો તેજસ્વી બાળક આવ્યો અને તેમને પ્રણામ કરી પોતાની જિજ્ઞાસા તેમની સામે મૂકી કહ્યું, ‘‘મહર્ષિ શું...
ભારતીય રેલવેના ઇતિહાસમાં આજ રોજ તા. 8 નવેમ્બર શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી એકસાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી...
ખેડૂતો માટે પ્રથમ દેવા રાહતનો કાયદો ડેક્કન એગ્રીકલ્ચરલ રીલીફ એક્ટ 1879 માં આવ્યો. જે ભારતભરમાં લાગુ પાડવામાં આવ્યો હતો. જો કોઈ ગામના...
મહારાષ્ટ્રનાં વાડા તાલુકાના શીલોતર ગામના ખેડૂત મધુકર બાબુરાવ પાટીલ પરેશાન છે. માવઠાના કારણે એમની જમીનમાં પાક સાફ થઇ થયો છે. પશુ માટે...
જે વંદમાતરમ્ ગીતે સ્વાતંત્ર્ય સંગ્રામના નરબંકાઓને પાનો ચડાવ્યો હતો, જે ગીતે ભારતને આઝાદી અપાવવામાં ભારે મદદ કરી હતી તે ગીતની રચના અન્ય...
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ છેલ્લા 15 દિવસમાં તેના ત્રીજા ઘાતક હથિયારનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. પરમાણુ મિસાઇલો અને પોસાઇડન...
રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં 354 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે યુનિવર્સીટીની હેડ ઓફિસ આવતીકાલે પોલીસ છાવણીમાં,ચુસ્ત બંદોબસ્ત રહેશે ( પ્રતિનિધી )વડોદરા,તા.7 એમ.એસ.યુનિવર્સિટીનો...
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૨૧ મતવિસ્તારોમાં રેકોર્ડ ૬૫% મતદાન થયું છે. બીજા તબક્કાનું મતદાન હવે ૧૧ નવેમ્બરે થશે. શુક્રવારે પીએમ મોદી,...
પાણી પુરવઠા ઇલે. મિકે. વિભાગમાં પાંચ ઇજનેરો મોટી બદલી કે બઢતી વિના જ નિવૃત થવાની તૈયારી વડોદરા મહાપાલિકાનો એકમાત્ર એવો વિભાગ જ્યાં...
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલું સ્કલ્પચર પાર્ક હવે બાળકો અને નાગરિકો માટે વધુ સુવિધાજનક બનશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાર્કમાં બાળકોના મનોરંજન અને...
પ્રતિનિધિ વડોદરા તા.7વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા 87 વર્ષીય વૃદ્ધાએ બેન્કમા 20 લાખની એફડી કરાવી હતી. જે રકમ પાકી ગઇ હોય ઉપાડવાની...
IND VS SA: કોહલીએ ફરી ધમાકેદાર સદી ફટકારી, દ. આફ્રિકા સામે સચિન પછી બીજા સ્થાને પહોંચ્યો
હવે રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ મોબાઈલ OTP વગર નહિ મળે, જાણો શું છે આ નવો ફેરફાર..?
ગોધરા પાલિકાની ‘વોચ’ માત્ર કાગળ પર? મેસરી બ્રિજ નીચે દંડની ચેતવણી આપતું બોર્ડ જ કચરામાં ફેંકાયું!
MCD પેટાચૂંટણીમાં AAPને 3 બેઠકો મળતાં કેજરીવાલ ખુશ, જાણો શું કહ્યું..?
સોશિયલ મીડિયાથી સંપર્ક બાદ લવ મેરેજ, હવે યુવતીનું ભેદી મોત
ખાતમુહૂર્ત બાદ કોઈ કામગીરી નહીં, વડોદરાની શાળાઓના બાંધકામ મહિનાઓથી ઠપ્પ
UPમાં રોહિંગ્યા ઘુસણખોરો પર મોટું એક્શન શરૂ, યોગી સરકાર તમામ વિભાગોમાં ડિટેન્શન સેન્ટર બનાવશે
ખડકી ટોલનાકા પાસે મોટરસાયકલ ચાલકને ટક્કર મારી કાર મુકી ડ્રાઈવર ભાગી ગયો
વડોદરા : સસ્તામાં સોનું અપાવવાનું કહીને ચાર કર્મચારી પાસેથી સહકર્મીએ જ રૂપિયા 13.85 લાખ ખંખેર્યા
ડોલર સામે રૂપિયો ઐતિહાસિક રીતે તૂટ્યો, 90.14ના સૌથી નીચલા સ્તરે પહોચ્યો
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, એક જ દિવસમાં 11 લોકોને બચકા ભર્યા
દિલ્હી MCD પેટાચૂંટણી પરિણામો: BJPએ 7, AAPએ 3, કોંગ્રેસ અને AIFBએ 1-1 બેઠક જીતી
જમ્મુ-કાશ્મીરમાં ભયાનક માર્ગ અકસ્માત: રાજૌરીમાં કાર રેલિંગ સાથે અથડાતાં 2ના મોત, 3 ઘાયલ
ભાવનગરમાં કાળુભાર રોડના હોસ્પિટથી ભરેલા કોમ્પ્લેક્સમાં ભયંકર આગ, હોસ્પિટલોના દર્દીઓને તાત્કાલિક ખસેડાયા
દાવા-દલીલનું સમીકરણ
કહાની ઇમરાન ખાન અને જેમિમા ગોલ્ડસ્મિથની…
કુચલ કુચલ કે ન ફુટપાથ કો ચલો ઇતનાયહાં પે રાત કો મજદૂર ખ઼્વાબ દેખતે હૈં- અહમદ સલમાન
કોંગ્રેસ દ્વ્રારા PM મોદીનો નવો ‘ચા વેચતો’ AI વીડિયો શેર કરાયો
પિતાનો સંદેશ
કેન્સરના ઈલાજ માટે mRNA વેક્સિનના સફળ પ્રયોગથી નવી આશા
સામાજિક કાર્યનું વ્યવસ્થાપન : એક નવો પડકાર
અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સથી ઓલિમ્પિક્સ સુધી
શિયાળો બેસી ગયો: ગુજરાતને કદાચ બહુ ઠંડીનો સામનો નહીં કરવો પડે
સંચાર સાથી એપનો ઉપયોગ નાગરિકોની જાસૂસી કરવા માટે થશે?
બે પેઢી વચ્ચે અંતર
કેપ્ટન કૂલ એમ.એસ.ધોનીને જોવા જીવ જોખમમાં મુક્યો,ત્રિપુટીએ કાફલા પાછળ બાઈક દોડાવી
બીએલઓની સમસ્યાનો ઉકેલ
વિકસિત ભારત માટે આયાતી ચીજવસ્તુનો ઉપયોગો ઓછો કરો
શિયાળાની ઋતુમાં વસાણાંના ફાયદા!
જે દેશમાં સારા કામની કદર ન હોય, ખરાબ કામની સજા ન હોય તેની દયા ખાજો
ઉત્તરપશ્ચિમ તુર્કીના કોકેલી પ્રાંતમાં આવેલા એક પરફ્યુમ ગોડાઉનમાં આજ રોજ તા. 8 નવેમ્બર શનિવારે સવારે અચાનક આગ લાગી હતી. સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 9 વાગ્યેની આસપાસ આ ઘટના બની હતી. ત્યારબાદ સતત વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આગના જ્વાળાઓ એટલા ભીષણ હતા કે દૂર સુધી ધુમાડાના ગોટાળા દેખાઈ રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. એક કલાકની મહેનત બાદ અગ્નિશામક દળે આગને કાબૂમાં લીધી હતી. બચાવ ટીમોએ ગોડાઉનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ છ લોકોનાં મોત થયા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
કોકેલી પ્રાંતના ગવર્નર ઇલ્હામી અક્તાએ જણાવ્યું કે હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે અને નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રાથમિક અનુમાન મુજબ ગોડાઉનમાં રહેલા રસાયણિક પદાર્થો અને પરફ્યુમના જ્વલનશીલ ઘટકોને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
તુર્કીના પરફ્યુમ ઉદ્યોગ વિશ્વભરમાં તેની અનોખી સુગંધ માટે જાણીતો છે. આ આગના કારણે લાખો રૂપિયાનો માલ બળી ખાક થયો હોવાની આશંકા છે. ઘટનાસ્થળે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે જેથી કોઈ વધુ જાનહાનિ ન થાય.
આ ઘટનાએ સમગ્ર તુર્કીને હચમચાવી નાખ્યું છે. સરકારના ઉચ્ચ અધિકારીઓએ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલ વ્યક્તિને યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યો છે.