રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે કે RCB એ IPL 2025નો ખિતાબ જીત્યા બાદ વિજયની ઉજવણી માટે બેંગલુરુમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું....
ઝનૂનભેર મારેલા ફટકાથી આંખ ઉપર ફ્રેકચર થઈ ગયુંવડોદરા: વાઘોડિયા તાલુકાના લીલોરા ગામના ભાલિયા પરિવારે તેમની દીકરીની સગાઈ ગામમાં રહેતા તેમની જ જ્ઞાતિના...
પ્રતિનિધિ. વડોદરા. શહેરની નજીકથી પસાર થતા મુંબઈ હાઈ વે પર એક પણ દિવસ એવો નથી જતો કે નિર્દોષ વાહન ચાલક કે રાહદારી...
બેંગલુરુમાં ભાગદોડમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે તૈયારી માટે સમય માંગ્યો હતો પરંતુ RCB મેનેજમેન્ટ સંમત ન થયું એવું સૂત્રો દ્વારા જાણવા...
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ફ્રેન્ચાઇઝીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા 11 ચાહકોના પરિવારોને દરેકને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત...
સ્ટાર કિડ જેમ સ્ટાર વાઈફ નામનો એક શબ્દ બોલિવૂડની ડિક્ષનરીમાં છે. આમાંની એક જાણીતી ‘સ્ટાર વાઈફ’ હમણાં ચર્ચામાં છે, તેના નવા શરૂ...
બોલિવૂડની 2025ની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ઈન્ટરવલ પડવા આવ્યું છે, આ 6 મહિનામાં બોક્સઓફિસ પર ‘છાવા’ સિવાય કોઈ ફિલ્મે કઈ ખાસ ધમાલ નથી મચાવી....
સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીએ પરિણીતા સાથે સંપર્ક કર્યો, હરણી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચ્યો વડોદરા તારીખ 5 સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં...
કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ પાસે થયેલી ભાગદોડ સંબંધિત કેસની સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે અમે અમારો મુદ્દો એડવોકેટ જનરલ સમક્ષ...
વડોદરા: એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે GUVNL અને તેની વીજ વિતરણ કંપનીઓ (DGVCL, MGVCL, UGVCL, PGVCL), તેમજ GETCO અને GSECL...
ઇંગ્લેન્ડે 20 જૂનથી શરૂ થનારી ભારત સામેની પહેલી ટેસ્ટ માટે 14 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બેન સ્ટોક્સ ટીમનું નેતૃત્વ કરશે. જોશ...
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રાએ જર્મનીમાં લગ્ન કર્યા. તેમણે એક ખાનગી સમારંભમાં બીજુ જનતા દળ (BJD) ના ભૂતપૂર્વ સાંસદ પિનાકી...
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રાએ લગ્ન કરી લીધા છે. તેમણે બીજુ જનતા દળના નેતા અને સાંસદ પિનાકી મિશ્રાને પોતાના જીવનસાથી...
ડભોઇ: ડભોઇના જૈન વાગા ખાતે રુપિયા ત્રણ કરોડના ખર્ચે બે માળનુ ચાર હજાર સ્કે.ફુટ lનુ ભુકંપ અને બોમ્બ રક્ષીત મુક્તાબાઇ જ્ઞાન મંદિરનુ...
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે. રશિયાએ યુક્રેનમાં ભયંકર હુમલો કર્યો છે. ગુરુવારે રાત્રે ઉત્તરી યુક્રેનિયન શહેર પ્રિલુકી પર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો હતો. આ છોડ તેમને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બહાદુરી દર્શાવનારી...
કોલકાતા હાઈકોર્ટે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ સાથેનો વીડિયો પોસ્ટ કરવા બદલ ધરપકડ કરાયેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પાનોલીને વચગાળાના જામીન આપ્યા...
માંજલપુર વિસ્તારમાં ઉભેલી કાર પાછળ એક્ટિવા ભટકાતા ચાલકને ઈજા, તેને સારવાર માટે મોકલતા હોસ્પિટલમાંથી ભાગી ગયો, પિતા ડીવાયએસપી હોવાનો ખોટો દમ મારનાર...
વડોદરા : કરનાળી કુબેર ભંડારી મંદિરમાં પોતાના ભજનો અને ફિલ્મી ગીતોથી વિખ્યાત થયેલા ગાયિકા અનુરાધા પૌડવાલે કુબેર દાદાને શિષ ઝુકાવ્યું હતું. કરનાળી...
શિનોર: શિનોર તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા પવિત્ર ઘામ માલસર નર્મદા બ્રિજના સર્વિસ રોડની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગાંડા બાવળ ઊગી નિકળ્યા...
અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લા બાદ આજે તા. 5 જૂન 2025ના રોજ રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. પ્રભુ શ્રી રામ સહ...
*શિનોર : વડોદરાના કરજણ થઇ શિનોરના સાધલી,માલસર તરફ સરકારના બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટની જમીન માપણી માટે રેલવે તંત્ર દ્વારા ખીલા વાગતાની સાથે જ...
શહેરના કોટ વિસ્તારમાં આવેલા હોડી બંગલા પાસે આજે સવારે એક જર્જરિત કોમ્પલેક્ષનો ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ જતાં ભારે નાસભાગ મચી ગઈ હતી....
બંને આરોપી વહેલીતકે છૂટી ન જાય અને કેસ વધુ મજબૂત બને તેના માટે વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાર્દિક પ્રજાપતિ અને તેને...
સુરતઃ ”નો ડ્રગ્સ ઈન સિટીના કેમ્પેઈનનો ધજ્જિયાં ઉડાવતો એક વીડિયો વાયરલ થયો છે. સુરત શહેર પોલીસ ડ્રગ્સના દૂષણને ડામવા માટે છેલ્લાં બે...
કાઉન્સિલર અલકાબેનને આમંત્રણ ન મળતાં નારાજગી વડોદરા: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુરુકુળ ચાર રસ્તા, વાઘોડિયા રોડ ખાતે રૂ. 42.69...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કડક અને વિવાદાસ્પદ પગલું ભર્યું છે અને 12 દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી...
દિવાળીપુરા કોર્ટ પરિસરમાં આંબો, આંબળા, લીમડો જેવા વિવિધ વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવાનો વકીલોએ સંકલ્પ કર્યો (પ્રતિનિધિ) વડોદરા તા.05 શહેરના દિવાળીપુરા સ્થિત કોર્ટ...
વડોદરા તારીખ 5ગોરવા બીઆઇડીસી ખાતે આવેલી કંપનીમાંથી 7.29 લાખના વાલ્વની ચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા અઢી માસથી નાસતા ફરતા રીઢા આરોપીને ચોરીના...
આજે પહેલી વાર આખી દુનિયાએ અયોધ્યાથી રામ દરબારની ઝલક જોઈ. આ સાથે રામ દરબારનું વિધિવત અભિષેક પણ કરવામાં આવ્યું. પૂજા દરમિયાન, આ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે કે RCB એ IPL 2025નો ખિતાબ જીત્યા બાદ વિજયની ઉજવણી માટે બેંગલુરુમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ભાગદોડ મચી ગઈ હતી જેમાં 11 લોકો માર્યા ગયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. હવે આ કેસમાં RCB ફ્રેન્ચાઇઝી સહિત ઘણા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. મળતી માહિતી મુજબ બેંગલુરુ પોલીસે RCB ફ્રેન્ચાઇઝી, DNA એન્ટરટેઇનમેન્ટ, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને અન્ય લોકો સામે FIR નોંધી છે.
કર્ણાટક પોલીસે ગુરુવારે ભાગદોડ કેસમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), DNA ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની અને કર્ણાટક ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ FIR નોંધી છે. તેમના પર વિજય પરેડ દરમિયાન ગુનાહિત બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો છે. અકસ્માતના 24 કલાક પછી પોલીસે આ કાર્યવાહી કરી છે.
FIRમાં જણાવાયું છે કે ભાગદોડની ઘટના જવાબદાર એજન્સીઓની અરાજકતા અને બેદરકારીને કારણે થઈ હતી. બીજી તરફ આ મામલાની સુનાવણી હાઇકોર્ટમાં થઈ હતી. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સીએમ જોશીની બેન્ચે રાજ્ય સરકારને અકસ્માત અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. હવે આગામી સુનાવણી 10 જૂને થશે.
અરજદારના વકીલે કોર્ટને કહ્યું, ‘રાજ્ય સરકારે જણાવવું જોઈએ કે આરસીબીના ખેલાડીઓનું સન્માન કરવાનો નિર્ણય કોણે લીધો. દેશ માટે ન રમતા ખેલાડીઓનું સન્માન કરવાની મજબૂરી શું હતી?’
કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો?
જાહેર થયેલી માહિતી અનુસાર બેંગલુરુમાં ભાગદોડના કેસમાં આરસીબી, ડીએનએ (ઇવેન્ટ મેનેજર), કેએસસીએ વહીવટી સમિતિ અને અન્ય લોકો સામે કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆરમાં ભાગદોડની ઘટનામાં ગુનાહિત બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં કલમ 105, 125 (1)(2), 132, 121/1, 190 આર/ડબલ્યુ 3 (5) લગાવવામાં આવી છે.
પોલીસે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી ઉજવણી મુલતવી રાખવાની પણ વિનંતી કરી હતી. તેમનું માનવું હતું કે હાલમાં ચાહકોમાં ઘણો ઉત્સાહ છે કારણ કે ટીમે એક દિવસ પહેલા જ ટ્રોફી જીતી છે. પોલીસ ઇચ્છતી હતી કે RCB રવિવારે આ કાર્યક્રમનું આયોજન કરે પરંતુ RCB એ દલીલ કરી હતી કે તેમના વિદેશી ખેલાડીઓ તેમના દેશમાં પાછા ફરી જશે તેથી તેઓ 4 જૂને આ કાર્યક્રમ યોજવા માંગે છે.
બેંગલુરુ અર્બન ડેપ્યુટી કમિશનર જી જગદીશે અગાઉ કહ્યું હતું કે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પોલીસ કમિશનર બી દયાનંદને નાસભાગની ઘટનાની તપાસમાં જોડાવા માટે નોટિસ જારી કરવામાં આવશે. બુધવારે જ્યાં નાસભાગ થઈ હતી ત્યાં ચિન્નાસ્વામી સ્ટેડિયમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.