*ભગવતલીલા વુડ ક્રાફટ ઇન્ડસ્ટ્રીઝમા એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા પતિએ જાણ બહાર ભગવતી વુડન પ્રોડક્ટ્સ નામની કંપની ચાલુ કરી ભગવત લીલા વુડ ક્રાફટ...
માતાએ રડતા રડતા દીકરી તેને આપી દેવા કાકલુદી કરવા છતાં સાસરીયા આપતા ન હતા, અભયમની ટીમે પતિ અને સાસુને સમજાવતા આખરે દીકરી...
*21 દર્દીઓ હોમ આઇસોલેશનમા જ્યારે એક બાળદર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ* (પ્રતિનિધિ) વડોદરા તા. 07 વડોદરા શહેરમાં શનિવારે વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસો...
ચોમાસા પૂર્વે વીજ કંપની દ્વારા સમારકામ અને રીપેરીંગની કામગીરી : શહેરના 20 ફીડરોમાં કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી...
ફાયરબ્રિગેડ અને જીઈબીની ટીમે આગ પર કાબુ મેળવ્યો : આગની લપેટમાં ઘરનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો : ( પ્રતિનિધિ...
*વડસર બ્રિજ પર મોડી રાત્રે નોકરી પરથી ઘરે જતા યુવકે મોટરસાયકલ બુલેટ પરનો કાબૂ ગુમાવતા મોત નિપજ્યું* *વડસર બ્રિજ પર ડિવાઇરના થાંભલા...
( પ્રતિનિધિ ) વડોદરા તા.07 મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમા છ મહિનાના બાળકને કોરોના પોઝિટિવ આવતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં...
ઇઝરાયલી સેનાએ ગાઝા પર જોરદાર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 34 પેલેસ્ટિનિયનોના મોત થયાના અહેવાલ છે. અલ જઝીરાના અહેવાલ મુજબ,...
એક સમયે ટ્રમ્પના સૌથી મોટા સમર્થક રહેલા એલોન મસ્ક હવે તેમના સૌથી મોટા ટીકાકારોમાંના એક બની ગયા છે. મસ્ક જાહેરમાં ટ્રમ્પની ટીકા...
IPL 2025નો ખિતાબ જીત્યા બાદ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિજય પરેડ અને ભવ્ય ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી હતી....
વલસાડઃ વલસાડ શહેરમાં આજે શનિવારે તા. 7મી જૂનના રોજ COVID-19 નો એક નવો પોઝિટિવ કેસ નોંધાયો છે. તિથલ રોડ પર શાંતિનિકેતન સોસાયટી...
ભરૂચ,અંકલેશ્વર: અંકલેશ્વર પંથકમાં વધારે લાઈટ બીલ આવવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં અંદાડા ગામે રોજબરોજ મજુરી કરીને પેટીયું રળતા એક ગરીબ પરિવારને...
દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સક્રિય કેસોમાં 20 ગણો વધારો થયો છે. હાલમાં, સક્રિય કેસોની સંખ્યા 5755થી વધુ છે. છેલ્લા...
પાકિસ્તાન હાલમાં ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે અને તેનું કારણ ભારત દ્વારા સિંધુ જળ સંધિને રદ કરાઈ તે માનવામાં આવી...
શહેરમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં એક યુવક જંતુનાશક ઝેરી દવાની બોટલ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને કહ્યું હતું...
મહારાષ્ટ્ર ચૂંટણીમાં ‘ફિક્સિંગ’ના દાવાઓ પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે મોરચો ખોલ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાહુલ...
મહારાષ્ટ્રના જલગાંવ એરપોર્ટ પર ટેકનિકલ કારણોસર ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની ફ્લાઇટ લગભગ બે કલાક મોડી પડી હતી. તેમની ફ્લાઇટ શુક્રવારે બપોરે 3:45...
હાલોલ: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ શંકર ટેકરી ખાતે રહેતો હાર્દિક ગણપતભાઈ પરમાર ઉંમર વર્ષ 28 તારીખ 3 ના રોજ રાત્રે...
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ PBKS (પંજાબ કિંગ્સ) ને 6 રને હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝનનો ખિતાબ જીત્યો. ટાઇટલ...
હાલોલ: મુસ્લિમોના પવિત્ર તહેવાર બકરી ઈદ એટલે ઈદ ઉલ અજહા ની ઉજવણી સમગ્ર દેશભરમાં ધામધૂમથી શાંતિમય વાતાવરણમાં કરવામાં આવી રહી છે. ત્યારે...
ડભોઇ: ડભોઇમા મુસ્લિમ સમાજ ધ્વારા ઇસ્લામી 12 મા મહીના જીલહજની 10 તારીખે (ચાંદ)ને દિવસે મનાવાતો તહેવાર એ ઈદ-ઉલ-અજહા એટલેકે બકરી ઈદ ના...
શનિવારે બધાસુ (સિરસી) થી કેદારનાથ જઈ રહેલા હેલિકોપ્ટરને ટેકનિકલ કારણોસર હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં...
શિનોર: વડોદરા ના શિનોર તાલુકા ની 11 ગ્રામ પંચાયત ની સરપંચ અને વોર્ડ સભ્યોની સામાન્ય પેટા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. સામાન્ય...
દાહોદ : દાહોદ તાલુકાના ખંગેલા ગામે ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલી એક ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી થઈ હોવાનું જાણવા મળે...
પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો, અન્ય દર્દીઓના જીવનમાં પ્રકાશ અપાશે* સુરેશભાઈ જીવરાજભાઈ ચૌહાણને મેડિસિન B યુનિટ હેઠળ એસ.એસ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા (પ્રતિનિધિ)...
સાગરીતની મદદગારીથી મૃતદેહને વાડોદરના જંગલમાં નાંખી દેવામાં આવ્યો હતો પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરનારને 7 વર્ષની કેદ રસુલપુરના 2ને લીમખેડા કોર્ટે સજા...
એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો તણાવ હવે રાજકીય મુકાબલામાં ફેરવાઈ રહ્યો છે. આ દરમિયાન એક સિનિયર રશિયન સાંસદે મસ્કને રશિયામાં ‘રાજકીય...
અમેરિકાના બે બળિયા ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક હવે બાથે વળગ્યા છે. દુનિયાના સૌથી તાકાતવાન દેશના રાષ્ટ્રપતિ અને દુનિયાના સૌથી શ્રીમંત ઉદ્યોગ...
એકવીસમી સદીમાં શહેરોમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. પહેલાં હૉલસેલ અને રીટેઇલ દુકાનો હતી. દુકાનમાં આપણે વસ્તુ માંગવાની અને વેપારી જાતે આપણને...
હરિયાણા રાજ્યમાં કુંવારા યુવકોને લગ્ન કરવા માટે યુવતીઓની અછત પ્રવર્તે છે. ત્યાં આશરે સાત લાખથી વધુ લગ્ન-ઇચ્છુક પુરુષો છે અને એવું પણ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
*ભગવતલીલા વુડ ક્રાફટ ઇન્ડસ્ટ્રીઝમા એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા પતિએ જાણ બહાર ભગવતી વુડન પ્રોડક્ટ્સ નામની કંપની ચાલુ કરી ભગવત લીલા વુડ ક્રાફટ ઇન્ડસ્ટ્રીઝમાથી ભગવતી વુડન પ્રોડક્ટ્સ ના બેંક એકાઉન્ટમાં રૂ 33,42,132 ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોધાઇ હતી*
(પ્રતિનિધિ) વડોદરા તા.07
શહેરના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી ભગવતલીલા વુડ ક્રાફટ ઇન્ડસ્ટ્રીઝમા એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા પતિએ જાણ બહાર ભગવતી વુડન પ્રોડક્ટ્સ નામની કંપની ચાલુ કરી ભગવત લીલા વુડ ક્રાફટ ઇન્ડસ્ટ્રીઝમાથી ભગવતી વુડન પ્રોડક્ટ્સ ના બેંક એકાઉન્ટમાં રૂ 33,42,132 ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગત તા.16-05-2025 ના રોજ નોંધાઇ હતી. આ કેસમાં વડોદરા સેસન્સ કોર્ટમાં ગત તા.19-05-2025 ના રોજ આરોપી અરજદારો તરફથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023(ફોજદારી કાર્યવાહી સંહિતા 1973ની કલમ 438)ની કલમ 482 હેઠળ આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જેના સંદર્ભમાં સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી નકારી કાઢતો હૂકમ કરવામાં આવ્યો હતો.
શહેરના ગદાપુરા લાઇન્સ વોલની બાજુમાં પેરીસનગર સોસાયટીમાં યોગેશભાઇ ભગવતલાલ બનાતવાલા નામના આશરે 75 વર્ષીય વેપારી મકરપુરા જીઆઈડીસીમાં શેડ નં.859/1/સી માં ભગવત લીલા વુડ ક્રાફટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની છેલ્લા દસ વર્ષથી ચલાવી વેપાર કરે છે.એપ્રિલ-2019 માં કંપનીમાં એકાઉન્ટન્ટ ની જરૂર હોવાથી શહેરના અટલાદરા સનફાર્મા રોડ ખાતે બી/01, સાંઇ સર્જન સોસાયટીમાં રહેતા રીકીન સુરેશભાઇ ગાંધી ને દર મહિને રૂ.12,000 ના પગારથી નોકરી પર રાખ્યા હતા ત્યારબાદ વર્ષ -2023 માં તેઓને કંપનીમાથી નોકરી પરથી કાઢી મૂક્યા હતા અને નવા એકાઉન્ટન્ટ તરીકે અંકિતભાઈ દરજીને નોકરી પર રાખ્યા હતા. અંકીતભાઇએ એકાઉન્ટ ચોપડાઓ તપાસતા જાણવા મળ્યું હતું કે,રીકીન સુરેશભાઇ ગાંધી એ તેમની ફરજ દરમિયાન કંપનીની જાણ બહાર પોતાના પત્ની એકતા રીકીન ગાંધીના નામે ભગવતી વુડન પ્રોડક્ટ્સ નામની કંપની બનાવી ભગવત લીલા વુડ ક્રાફટ ઇન્ડસ્ટ્રીઝમાથી ભગવત વુડન પ્રોડક્ટ્સ ના બેંક એકાઉન્ટમાં વર્ષ -2021 થી વર્ષ -2023 દરમિયાન કુલ રૂ.33,42,132 ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હોવાની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગત તા.16-05-2025 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અત્રેની સેશન્સ કોર્ટમાં આરોપી અરજદારો તરફથી એડવોકેટ આર.વી.પાઠક દ્વારા ગત તા.19-05-2025 ના રોજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023( ફોજદારી કાર્યવાહી સંહિતા 1973ની કલમ 438) ની કલમ 482 હેઠળ આગોતરા જામીન અરજી રજૂ કરી હતી . જેમાં સરકાર તરફે વકીલ બી.એસ.પૂરોહિતની રજૂઆત સાથે બંને પક્ષોની દલીલો પૂરાવાઓ બાદ 4થા અધિક સત્ર ન્યાયાધીશ એમ.એ.ટેલર દ્વારા આગોતરા જામીન અરજી નકારી કાઢતો હૂકમ કર્યો હતો.
*આરોપી અરજદારોની આગોતરા જામીન નામંજૂર માટેના મુખ્ય મુદ્દાઓ*
-પ્રથમ દ્રષ્ટિએ હાલના અરજદારો સામે કેસ સ્પષ્ટપણે બનેલ છે.
-નાણાકિય લાભ મેળવવા બદનક્ષીભર્યા ઇરાદાથી ગુનામાં સક્રિય રીતે ભાગ લીધો હતો.
-બનાવટી ભગવતી વુડન પ્રોડક્ટ્સ નામની કંપનીમાં ખાતામાં વ્યવહારો સ્પષ્ટ રીતે કર્યા.
-પ્રથમ દ્રષ્ટિએ સંડોવણી ઘણું બધું દર્શાવે છે.
-તપાસ હજી પાયા પર છે જેના મૂળ ઘણા ઊંડા છે.
-અરજદારો ન્યાયથી ભાગી જવાની શક્યતા છે.
-આરોપી અરજદારો દ્વારા સમાન અથવા અન્ય ગુનાઓનું પુનરાવર્તન કરવાની શક્યતા.