Top News

More Posts

   The Latest

Most Popular

છે માત્ર અઢી અક્ષરનો શબ્દ પણ તેની ભવ્યતા, તેના પ્રભાવ, તેની સીમા અસીમિત છે. કુટુંબમાં, મિત્રવર્તુળમાં તમારી પાસે વૈભવી જાહોજહાલી કરોડામાં હશે પણ જો પ્રમાણ વાતાવરણ એકબીજાના સુખ-અસુખને સમજવાની સંવેદના જ હશે તો બધું જ વ્યર્થ રહેશે. એક માનો દીકરી પ્રત્યેનો લગાવ ત્યાં પ્રેમ લાગણી જન્મથી મરણ સુધી રહેતી હોય છે અને જેને કારણે જ દીકરી તેના સંસારમાં-માના સંસ્કારને કારણે અનંદિત જીવન જીવી શકે છે. પ્રેમ એ આશીર્વાદ છે, જેની કૃપા પ્રભુશ્રીએ તમોને ખોબેખોબે ભરીને આપી છે, બસ પ્રેમ આપવાનો  ચાલુ રાખો. તમોને સામેથી તેનાથી બમણાં પ્રેમપૂર્વક પ્રતિભાવ મળશે. બીજું પહેલા જાત સાથે પ્રેમ કરો. જીવનની વિકટ પરિસ્થિતિમાં પણ યાદ રાખો કે, જિંદગી I Love you બસ આપોઆપ વિકટ પરિસ્થિતિનો સુયોગ્ય માર્ગ મળી જ આવશે. બીજું, પ્રેમની પરખ ન હોય, બસ બીજાને પ્રેમ આપતા રહો.
સુરત     – દીપક દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હજારો ગેરકાયદેસર બાંગ્લા દેશીઓ પરત
ઓપરેશન સિંદૂર પછી ગુજરાત, દિલ્હી, હરિયાણા, આસામ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી 2000 થી વધુ બાંગ્લા દેશીઓને બાંગ્લા દેશમાં પરત મોકલાયાં છે. ગંભીર પ્રશ્ન એ છે કે આટલાં બધાં રાજયોમાં ખોટા આઈ.ડી. અને ડોક્યુમેન્ટો સાથે આટલી મોટી સંખ્યામાં બાંગ્લા દેશીઓ ભારતમાં ગેરકાયદેસર રીતે કેવી રીતે પ્રવેશ્યાં? આ આપણી સીસ્ટમની ખૂબ જ મોટી ખામી પ્રદર્શિત કરે છે અને સમજવા જેવું એ છે કે ઓપરેશન સિંદૂર પછી દેશ ઘૂસણખોરો સામે સ્ટ્રાઈક કરી મહિનો હજુ પણ આ ઘૂસણખોરો બાંગ્લા દેશીઓ ભારત વિરોધી કાર્ય કરતા રહે તે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સીસ્ટમ સામે ખૂબ જ મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top