Top News

More Posts

   The Latest

Most Popular

દક્ષિણ કાશ્મીર (Kashmir)ના કુલગામમાં દેવસારના બ્રિનલ લમેદ વિસ્તારમાં ઠંડીના કારણે બકકરવાલ સમાજના બે બાળકોનું મોત (death) નીપજ્યું હતું. બન્ને ભાઈ-બહેન પરિવાર સાથે ખુલ્લા આકાશમાં તંબુમાં રહેતા હતા. તેની ઓળખ સાહિલ જુબિર (10) અને શાઝિયા જાન (6) તરીકે થઈ છે.  જમ્મુ-કાશ્મીરમાં હવામાનમાં સુધારો થયો છે, પરંતુ ઠંડી (cold)થી રાહત નથી. કાશ્મીર શીત લહેરની પકડમાં છે. હવામાન કેન્દ્ર શ્રીનગરના જણાવ્યા અનુસાર 21 જાન્યુઆરી સુધી ઠંડા પવનોથી રાહત મળશે નહીં. 22 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના ભાગોમાં હળવા વરસાદના ઝાપટા પડી શકે છે. 

દેવસાર વિસ્તારમાં તંબૂમાં રહેતા સાહિલનું રવિવારે મોત નીપજ્યું હતું, જ્યારે શાઝિયાની સોમવારે રાત્રે અચાનક તબિયત કથળી હતી. ઉપચાર (treatment) દરમિયાન તેણે પણ દમ તોડી દીધો હતો. સ્થાનિક અબ્દુલ રશીદે જણાવ્યું હતું કે પરિવારને નજીકની શાળામાં રહેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ સહમત ન થયા. જો કે આખરે તેમને પોતાની ભૂલનું પરિણામ ભોગવવું પડ્યું હતું અને આખરે પરિવારના બે માસુમના મોત નિપજતા તેમને પોતાની ભૂલનો અંદાજ આવી જશે. હવામાન કેન્દ્ર શ્રીનગરના જણાવ્યા અનુસાર હજી થોડા દિવસ ઠંડી પડવાની હોય આ અને અન્ય પરિવારોએ પણ આ કિસ્સા પરથી શીખ મેળવી તુરંત પોતાની કોઈ સુરક્ષિત સગવડ કરી લેવી જોઈએ.

કાશ્મીરના મોટાભાગના જિલ્લાઓમાં દિવસના તાપમાન (temprature)માં સુધારો થયો છે. પરંતુ લઘુત્તમ રાતનું તાપમાન સતત ઘટતું રહે છે. રાત્રિના સમયે પારો લગભગ તમામ ભાગોમાં શૂન્ય ડિગ્રીથી નીચે ચાલી રહ્યો છે. દલ તળાવ સહિતના અન્ય જળસ્થળ જામી ગયા છે. રાજધાની શ્રીનગરમાં દિવસનો પારો તાપમાનના સામાન્ય કરતાં 4.4 ડિગ્રીથી 9.8 ડિગ્રી સેલ્સિયસ હતો. જમ્મુમાં હળવા ધુમ્મસ સાથે સવારની શરૂઆત થઈ હતી. પરંતુ દિવસ જેમ જેમ વધતો ગયો તેમ તેમ હવામાન સાફ થઈ ગયું. તડકાથી થોડી રાહત મળે છે, પરંતુ અંદરના ઓરડામાં રહેલી ઠંડક સ્વસ્થ્યને નુકશાન પહોંચાડે છે.

જમ્મુમાં, દિવસનું તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી વધીને 22.4 ડિગ્રી નોંધાયું હતું. આ જ વિભાગના અન્ય ભાગોમાં દિવસનું તાપમાન પણ સામાન્ય કરતા 4-8 ડિગ્રી જેટલું વધી ગયું છે. બાનિહલમાં દિવસનું તાપમાન સામાન્ય કરતા 7.2 ડિગ્રી વધીને 17.2, બટોડમાં 15.3, કટરામાં 19.3 અને ભદ્રવાહમાં 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કારગિલ (kargil)માં દિવસનું તાપમાન પણ માઈનસ 3.8 ડિગ્રી સેલ્સિયસથી નીચે ચાલી રહ્યું છે. 

સ્થાનન્યૂનતમ તાપમાન
કારગિલ18.8
લેહ10.10
કાઝીગુંડ8.3
પહેલગામ6.8
શ્રીનગર6.4
ગુલમર્ગ6.0
To Top