સંતરામપુર : રાજપૂત યુવા સેવા મંડળ દ્વારા આજે મહિસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે તા...
આણંદ: આણંદ જિલ્લાના ડભોઉ ગામે અકસ્માતે હવડ કૂવામાં પડી ગયેલા એક 6 ફૂટ મગરને મંગળવારના રોજ નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર અને...
આણંદ: સમગ્ર વિશ્વમાં મિલ્ક સીટીના હુલામણા નામથી જાણીતા આણંદ શહેરમાં રખડતાં ઢોરોની સમસ્યા આજ કાલની નથી પરંતુ કાયમી બની ગઈ છે શહેરની ...
નવી દિલ્હી (New Delhi): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વ હેઠળ વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરીને ભારતે પહેલાથી જ...
વૈશ્વિક બજારોની મિશ્ર અસર સ્થાનિક બજાર પર પણ છે. બુધવારે બજાર સપાટ શરૂ થયું. હાલમાં સેન્સેક્સ (SENSEX) 49,600 પર ટ્રેડ કરી રહ્યો...
દાહોદ: કાળી અંધારી રાતમાં જો તમે ગોધરા તરફથી ઇન્દોર હાઇવે ઉપર થઇ દાહોદ આવતા હો અને ભથવાડા ટોલપ્લાઝા પાસે કોઇ પોલીસ જવાન...
દાહોદ: દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દેશની આઝાદા બાદ બંધારણ સમિતિએ આપેલા વિશ્વના અજોડ કાયદા...
વડોદરા: ભાડુઆતે મકાનનું ભાડું ન આપતા મકાન માલિકે ઓરડીને તાળું માર્યું હોવાના બનાવમાં ભાડુઆત સહીત ચાર શખ્સોએ હુમલો કર્યો હતો.જેમા બે વ્યક્તિઓને...
વડોદરા: ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉદ્યોગો સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિઓ ને તેમની શ્રેષ્ઠતાને બિરદાવવા એવોર્ડ્સ ફોર એક્સલન્સનું આયોજન કરવામાં આવ્યુંહતું. જેમાં...
(પ્રતિનિધિ) વડોદરા: જી.એમ.ઇ.આર.એસ.,ગોત્રી હોસ્પિટલ ના કોવીડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ અગ્રણી તબીબ ડો.વિજય શાહની સાથે જાતે રસી મુકાવી હતી. ભારતમાં...
JALPAIGURI : જલપાઇગુરીમાં બનેલા ભયાનક માર્ગ અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક ટ્રક ડ્રાઇવરે ચાલતી ટ્રકને ઓવરટેક (OVERTACK) કરવાનો પ્રયાસ કર્યો હતો. સામેથી...
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાંથી પકડાયેલા ડ્રગ્સના બંને આરોપીઓને 3 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. જોકે, હજુ મુખ્ય સૂત્રધાર સુધી પોલીસ પહોંચી શકી નથી....
WASHINGTON : જો બિડેન (JOE BIDEN) આજે યુનાઇટેડ સ્ટેટ્સ (UNITED STATES) ના 46 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી રહ્યા છે, તેઓ...
વડોદરા : શિનોર તાલુકાના નાના કરાળા ગામમાં આવેલી વડિલોપાર્જીત જમીનનો છ વર્ષ પહેલાં મહિલાની સંમતિ વગર બાનાખત કરી બળજબરીપૂર્વક જમીન પર કબજો...
વડોદરા: વર્ષ-2021માં વડોદરા જીએસટી વિભાગ દ્વારા કરચોરો સામેની કાર્યવાહી તેજ કરી દીધી હતી. સોમવારે મોડી રાતથી દાહોદના રતલામ સ્વીટ્સ સહિતના નામાંકિત મિઠાઇ...
આજથી વિશ્વના સૌથી શક્તિશાળી દેશની કમાન જોસેફ રોબિનેટ બ્રાઈડ્નના હાથમાં રહેશે. એમ કહેવા માટે કે 78 વર્ષિય બીડેન (BIDEN) અમેરિકાના ઉમરલાયક રાષ્ટ્રપતિ...
સુરત: (Surat) રાજ્ય સરકારે વૈશ્વિક મહામારી કોરોના સામેના જંગમાં અવિરત કાર્ય કરી રહેલા આરોગ્ય સાથે સંકળાયેલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં કોરોનાની...
‘તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા'(TARAK MEHTA KA OOLTHA CHASMAH) આ શો છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક...
નવી દિલ્હી,તા. 19: ભારત સરકારે (INDIAN GOVT) વોટ્સએપને મેસેજિંગ એપ્લિકેશનની ગોપનીયતા નીતિમાં થયેલા તાજેતરના ફેરફારોને પાછા ખેંચવા કહ્યું છે. સરકારે એકતરફી ફેરફારો...
ગીતા દેવીના પતિનું નામ શિવપ્રસાદ તંબોલી છે. તે નિવૃત્ત શિક્ષક છે. તેમનો સંયુક્ત પરિવાર રતનપુર ગામમાં રહે છે. આ પરિવારમાં કુલ 11 સભ્યો છે, જેમાં...
વોશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પ (TRUMP) સાથે સત્તા માટે લાંબી લડત ચલાવનાર યુનાઇટેડ સ્ટેટ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ (PRESIDENT) બીડેનનો પદ સંભાળતાંની સાથે જ...
સુરત: (Surat) સુરતમાં જાહેરમાં જન્મદિવસની પાર્ટી (Birthday Party) અને કેક કાપવા જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના...
વૉશિંગ્ટન (Washington): અમેરિકામાં (America/US) આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરીએ વ્હાઈટ હાઉસમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડનનો (Joe Biden) શપથ ગ્રહણ કાર્યક્રમ છે....
26મી જાન્યુઆરીની ઉજવણીને લઈને સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં રાજ્યકક્ષાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન મુજબ કેટલા...
ગાંધીનગર (Gandhinagr): ગુજરાત એ દેશનું સૌથી વધુ ઝડપથી વિકસતું રાજ્ય છે. આજે CM રૂપાણીએ રાજ્યની ખેડવા લાયક જમીનમાં વધારો કરવા ‘મુખ્યમંત્રી બાગાયત...
સુરત: (Surat) ગુજરાત સ્ટેટ એવિએશન લિમિટેડના ડિરેક્ટર ઓફ એવિએશન વિભાગના નિયામક કેપ્ટન અજય ચૌહાણે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ અને સુડાના મુખ્ય કારોબારી...
સુરત: સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) આવનારા સમયમાં દુનિયાની નવમી અજાયબી બનશે તેમ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Patil)...
સુરત, દેલાડ: સુરતના ભાટિયા અને કામરેજ ટોલનાકા (Toll Plaza) સામેનું આંદોલન દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ સુધી લઇ જવામાં આવ્યું છે. આજે સુરત...
સુરત (Surat): સુરતમાં આજે વ્હેલી સવારે જે ઘટના બની છે તે અત્યંત ગંભીર અને હ્રદયદ્રાવક હતી. આપણે એક વાર ફરી સાબિત કરી...
સુરત: (Surat) મેટ્રો રેલના (Metro Rail) ખાતમુહૂર્ત સાથે શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ટ્રાફિકથી ધમધમતા સુરતે વધુ એક હરણફાળ ભરી છે. ત્યારે સુરતમાં...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
સંતરામપુર : રાજપૂત યુવા સેવા મંડળ દ્વારા આજે મહિસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે તા ૧૫ મી ના રોજ સંતરામપુર નગરનાં પ્રખ્યાત ગાયનેક સેવાભાવી ડોક્ટર રણજીતસિંહ જોજાને સંતરામપુર પોલીસ સ્ટેશનના પી.આઈ, ટ્રાફિક જમાદાર ની સૂચનાથી તેમની પોલીસ ટીમે કોઈપણ જાતના વાક ગુના વગર અધિકાર ક્ષેત્રની બહાર જઈને કાયદાનું ઉલ્લંઘન કરીને ગુંડાગીરી કરીને ડોક્ટર ઉપર એફ આર. થઈ છે.
એવી ખોટી વાત કરીને બેફામ ગાળાગાળી કરી અને ખેંચાખેંચ કરીને ડોક્ટરના વોર્ડમાં અને ઘરમાં ઘૂસીને પોલીસે અને સંતરામપુરના અસામાજિક તત્વ એવા આરીફ ટેણીએ ભેગા મળીને હોસ્પિટલમાં મારામારી કરી તોડફોડ કરી ભયનું સામ્રાજ્ય ફેલાવતા દાખલ મહિલા દર્દીઓમાં નાસભાગ મચી ગઇ હતી.
ઓ.પી.ડી. ના દર્દીઓ ને મારીને ડરાવીને ભગયાવી દીધા હતા બાદ ડોક્ટરના કમ્પાઉન્ડર નર્સિંગ સ્ટાફને ઢોર માર માર્યો હતો એ બાબતે અમો સમાજના અગ્રણીઓ મહિસાગર જિલ્લા, રાજપૂત સમાજ સંતરામપુર તાલુકા, પૂર્વ વિભાગ રાજપૂત સમાજ, રાજપૂત સમાજ લુણાવાડા તાલુકા, રાજપૂત સમાજ કડાણા તાલુકા, રાજપૂત સમાજ ખાનપુર તાલુકા રાજપૂત સમાજ મહિસાગર જિલ્લા, યુવા રાજપૂત સમાજ આ ઘટનાને સખત રીતે વખોડીએ છીએ .
અને ગૃહ મંત્રી અને કલેક્ટર મહિસાગરને તેમજ એસ.પી. લુણાવાડા ને પ્રશ્ન પૂછીએ છીએ કે જેમની સૂચનાથી પોલીસે આ અધમ કૃત્ય અસામાજિક તત્વોને સાથે રાખીને કર્યું છે તેવા જવાબદાર પોલીસને શા માટે પોલીસ ખાતા માંથી ડિસમિસ કરાયા નથી …?? ડોક્ટરનો એવો કયો વાંકગુનો હતો કે તેઓ સામે અમાનવીય કૃત્ય પોલીસે કરવું પડ્યું..?
સંતરામપુર શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહેલ છે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં કેટલાય અસામાજિક તત્વો ગેરકાયદેસર ઉઘરાણી કરીને પોલીસને ગેરમાર્ગે દોરીને વહીવટ ચલાવે છે સદર ઘટનામાં લાલ શર્ટ વાળુ યુનિફોર્મ પહેરેલો સંતરામપુરનો નામાંકિત બુટલેગર અને પોતાની પત્નીના જ મર્ડરના કેસનો આરોપી તેમજ સંતરામપુરમાં વ્યાજનો મોટાપાયે ધંધો કરતા અસામાજીક તત્વોને પોલીસે સાથે કેમ રાખવો પડયો..?
મહિસાગર જિલ્લા પોલીસતંત્રએ અસામાજિક તત્વો સામે કેમ હજુ સુધી પોલીસ કાર્યવાહી કરી નથી માત્ર તપાસના નામે પુછપરછ કરવામાં આવી છે શું તે “પોલિસ મિત્ર “છે..? સંતરામપુર શહેર માં આંક ફરક દારૂ-જુગાર નો ધંધો કોની મહેરબાનીથી ચાલે છે..?
કોરોના મહામારી વખતે પણ સંતરામપુર ટ્રાફિક પોલીસનો ખૂબ જ અત્યાચાર જોવા મળતો હતો સામાન્ય ગરીબ આદિવાસી ખરીદી કરવા માટે આવ્યા હોય તો તેમને દંડાવાળી કરવાની અને ખરો ખોટો દંડ વસૂલવા નો પરવાનો કોને આપ્યો હતો..?
પોલીસની સાથે ડોક્ટરના હોસ્પિટલ ઉપર ભયનું વાતાવરણ ઉભુ કરવામાં સંતરામપુરના અસામાજિક તત્વોનો ખૂબ મોટો હાથ હતો તેની સામે પગલાં પોલીસે કેમ ભર્યા નથી અખબારી અહેવાલોમાં તેમજ સોશિયલ મીડિયા પર આ માથાભારે બુટલેગર દેખાય છે તો શું પોલીસને આ નથી દેખાતું..? જેવા વેધક સવાલો સાથે નુ આવેદનપત્ર આજે મહિસાગર જિલ્લા ખાતે આપવામાં આવ્યું હતુ.