ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary and Higher Secondary Education) દ્વારા આ વર્ષે યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે આ વર્ષે બોર્ડની પરીક્ષા (Exam) મે મહિનામાં યોજવામાં આવશે. ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 મેથી શરૂ થશે. આ પરીક્ષા 25 મે સુધી ચાલશે. પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે. આ વર્ષે વિદ્યાર્થીઓ 70 ટકા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપશે.

કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમ અનુસાર પરીક્ષા આપશે. શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરાયો છે. જ્યારે ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30% કરવામાં આવ્યું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ પરીક્ષાને લગતી તમામ વિગતો મુકવામાં આવી છે.

જણાવી દઈએ કે ધોરણ-12 સાયન્સમાં અગાઉની જેમ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો પૂછાશે. ધોરણ-9થી ધોરણ-12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. આ ફેરફાર અન્વયે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના મુખ્ય 40 વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ નમૂના પ્રશ્નપત્રો જિલ્લા શિક્ષણાધિકારી મારફતે તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મોકલી આપવામાં આવ્યા છે.
તારીખ સમય & વિષય
સમય વિષય
આ સિસ્ટમ પ્રમાણે વિદ્યાર્થીઓ શાળાએ જશે
ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં લગભગ દસ મહિના પછી શાળાઓ શરૂ થઇ છે. દેશ સહિત રાજ્યમાં પણ કોરોનાનું જોર ઓછું થયુ છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે શાળાઓને અમુક નિયમો મુજબ શરૂ કરાઈ છે. રાજ્યમાં શાળા સંચાલકોના નિર્ણય મુજબ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે MWF સિસ્ટમ લાગુ કરી છે. જ્યારે ધોરણ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે TTS સિસ્ટમ અપનાવી છે. આપણે બધા જ જાણીએ છીએ કે રાજ્યમાં આજથી શાળાઓ ફરી શરૂ થઇ છે. ગુજરાત શિક્ષણ વિભાગે કોરોનાનું જોર ઓછું થયા બાદ અને રસી આવ્યા પછી આ નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે અન્ય રાજ્યોમાં ઘણા મહિનાઓથી શાળા કોલેજો શરૂ કરી દેવાઇ છે, પણ ગુજરાત સરકારે આ નિર્ણય ઉતાવળ કર્યા વગર લીધો છે. રાજ્યમાં ધોરણ 9-12ની શાળાો સાથે ચ્યૂશન કલાસીસ પણ શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે.