AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોને લઈને ભારે ચહેલ પહેલ જોવાઈ રહી છે. ભાજપે પણ 60 વર્ષની ઉમ્મરના ઉમેદવારોને નન્નો કહીને ભાજપમાં કંકાસ કરી લીધો છે ત્યારે હવે ઘર છોડીને ગયેલા બાપુ પાછા ઘર વાપસી કરે તેવી અટકળો ચાલુ થઈ છે,ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (SHANAKARSINH VAGHELA) કોંગ્રેસમા (CONGRESS) જોડાવાના છે તેવી વાતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચર્ચામાં આવી છે. તને લઇઘર વાપસીને લઈને ખૂબ જ ને મોટા સમાચાર સામે આવ્યા છે કે, બાપુના સર્મથકોની ઇચ્છા છે કે બાપુ કોંગ્રેસમા જોડાય. જોકે, કોંગ્રેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, બાપુ કોંગ્રેસમાં જોડાવાના નથી. વધુ વાત તો ખુદ બાપુ કહી શકશે. અમારા સુધી આવી કોઈ વાત આવી નથી.
બાપુ કોંગ્રેસમાં જોડાવાની વાતો આવતા જ બાપુના ચાહકો પણ રાજી થઈ ગયા હતા પરંતુ હજુ સુધી શંકર બાપુ કે કોંગ્રેસ તરફથી આવી કોઈ જાહેરાત થઈ નથી. બાપુના સમર્થકો એવું જરૂર ઈચ્છે છે કે તેઓ કોંગ્રેસમાં આવી જાય પરંતુ આવા કોઈ સમાચાર સામે આવ્યા નથી.
સ્થાનિક ચૂટણીઓની ઘોષણાથતાં જ પોતાની દાવેદારી માટે રાજનીતિક પાર્ટીઓના દ્વારે કાર્યકર્તાઓ અને જૂના જોગીઓની લાઈનો લાગવા લાગી છે. કેટલાકની પસંદગીથઈ છે તો કેટલાકની બાદબાકી થવાના કારણે અમુક નેતાઓએ રીતસરનો વિદ્રોહ જાહેર કરી પક્ષ પલ્ટા માટેની પોતાની વેતરણ ચાલુ કરી દીધી છે.ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ્ પોતાના પક્ષને વધુ મજબૂત બનાવવા માટે લાગી ગયા છે.આ બાજુ બાપુના કોંગ્રેસમા આવવાની વાત ચાલુ થઈ છે.ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે આ બાબતે જણાવ્યુ હતું કે હાલ શંકરસિંહ કોંગ્રેસ સાથે જોડવાના છે આવી કોઈ વાત છે નહિ, વાત આવશે તો પાર્ટી તેનો વિચાર કરશે. વાત અહી સુધી આવી જ નથી, તેથી ચર્ચા કરવાની વાત અસ્થાને છે.ખરી વાત તો શંકરસિંહ બાપુ જ કહી શકશે. અમારી પાસે એવી કોઈ માહિતી આવી નથી. શંકરસિંહ બાપુ જો કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો તેમનો પોતાનો નિર્ણય છે.જે બાબતે પક્ષ વિચારશે.
ચૂંટણીની જાહેરાત થતાં જ બાપુની પણ દોડધામ વધી ગઈ છે. કોંગ્રેસમાં પરત ફરવા માટે તેઓ ખેડૂત આંદોલનના બહાને રાહુલ ગાંધીને મળવા ગયા હતા પણ ત્યાં તેમનો આ પ્રયાસ કામ લાગ્યો નહીં.તેમણે રાહુલ ગાંધી પાસે મળવાનો સમય માંગ્યો હતો પણ તેમણે બાપુને મળવા માટે ના કહી દીધું હતું.આ જોતાં કહી શકાય કે હાલ બાપુ કોંગ્રેસમાં ફરી આવવા માટે મથામણ કરી રહ્યા છે.
.