Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ: આણંદ નજીક આવેલા રાજોડપુરા પાસેથી પસાર થતી રેલવે લાઈન ઉપર આજે એક યુવાને ટ્રેન નીચે માથુ મુકી દઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આણંદ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના સુમારે કેરાકેનની પાછળ આવેલા રાજોડપુરાના રેલવે ટ્રેક ઉપર એક ધડથી માથુ કપાઈ ગયેલી હાલતમાં એક લાશ પડી હોવાની જાણ થતાં જ પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ કરતાં તેના ખીસ્સામાંથી મળેલા કેટલાક દસ્તાવેજોના આધારે મરણ જનાર યુવાન દાહોદ જિલ્લાના પ્રથમપુરા ખાતે રહેતો અક્ષય ભાવસીંગભાઈ ભાંભોર (ઉ. વ. ૨૩)નો હોવાનું ખુલવા પામ્યું હતું.

ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવતાં તેઓ આણંદ આવવા માટે રવાના થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર માલગાડીના એજીન આગળ યુવાને માથુ મુકી દઈને આપઘાત કરી લીધો છે. તેણે કયા કારણોસર આપઘાત કર્યો તેને લઈને પોલીસે તપાસનો દોર હાથ ઘર્યો છે.

To Top