Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: દિલ્હી સ્થિત એનઆઈ (NIA)એ કોર્ટે આતંકી ભંડોળ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદ અને 3 અન્ય લોકો સામે બિનજામીનપાત્ર વોરંટ (WARRANT) ઇશ્યૂ કર્યું છે. નોંધપાત્ર છે કે સઇદ મુંબઇ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ છે.

એક તરફ ઇઝરાયલી દૂતાવાસના ધડાકાની શ્યાહી સુકાઈ નથી ત્યાં જમ્મુ પોલીસે લશ્કર-એ-મુસ્તફાના વડાની ધરપકડ કરી હતી, અને તેના બીજે જ દિવસે જમ્મુ-કાશ્મીર (JAMMU KASHMIR)માં આતંકવાદી ભંડોળ સહીત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની કોર્ટે શનિવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન “લશ્કર-એ-તૈયબા”ના નેતા હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યું છે. વિશેષ ન્યાયાધીશ પ્રવીણસિંહે સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યું હતું. નોંધપાત્ર છે કે સઇદ મુંબઇ આતંકી હુમલા (TERROR ATTACK)નો માસ્ટરમાઈન્ડ પણ રહી ચુક્યો છે.

તિહાડ જેલ (TIHAD JAIL)માં હાજર સંયુક્ત આરબ અમીરાતનાં વતની એવા ત્રણ સહ આરોપી કાશ્મીરી ઉદ્યોગપતિ ઝહૂર અહેમદ શાહ વતાલી, અલગાવવાદી અલ્તાફ અહમદ શાહ ઉર્ફ ફન્ટુશ અને નવલ કિશોર કપૂરને પણ કોર્ટે વોરંટ ઇશ્યૂ કર્યું છે. મની લોન્ડરિંગ (MONEY LAUNDERING)ના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કેસમાં દાખલ કરેલી ચાર્જશીટ પર ધ્યાન લીધા બાદ કોર્ટે નિર્દેશો જારી કર્યા હતા. માટે હાલ આ કેસમાં કોર્ટ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવા માંગતી હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે.

વિશેષ ન્યાયાધીશે વડાલીની કંપનીના પ્રતિનિધિઓ વિરુદ્ધ સમન્સ પણ બહાર પાડ્યું હતું, જેમને આ કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી હાજર રહેલા ખાસ સરકારી વકીલ નીતેશ રાણાએ અદાલતને જણાવ્યું હતું કે આરોપીએ જમ્મુ-કાશ્મીરમાં વિધ્વંસક અને અલગતાવાદી પ્રવૃત્તિઓ કરવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. રાણાએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓએ કાર્યકરોનું નેટવર્ક ગોઠવ્યું હતું, જેના માટે હવાલા દ્વારા પાકિસ્તાની એજન્સીઓ દ્વારા ભંડોળ આપવામાં આવ્યું હતું. તેણે સ્થાનિક અને વિદેશથી પણ દાન એકત્ર કર્યું હતું.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સૈદ, હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી સૈયદ સલાહુદ્દીન અને અન્ય વિરુદ્ધ કાશ્મીર ખીણમાં સમસ્યાઓ ઉભી કરવા અને સરકાર વિરુદ્ધ યુદ્ધ ચલાવવાના કાવતરા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તપાસના આધારે કેસ દાખલ કર્યો હતો. જેથી મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કેસમાં દાખલ કરેલી ચાર્જશીટ પર ખાસ ધ્યાન લીધા બાદ જ કોર્ટે નિર્દેશો જારી કર્યા હતા.

To Top