નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ અને પાર્ટીના અત્યંત વફદાર નેતા ગુલામ નબી આઝાદનો (Ghulam Nabi Azad ) રાજ્યસભમાં કાર્યકાળ પૂરો થયો...
ડે ની વણઝાર શરૂ થઈ ચૂકી છે. આમ તો આવા સેલિબ્રેશનમાં યુવાનોને વધારે રસ હોય છે. યુવાઓ જ સૌથી વધારે આવા દિવસોની...
બરડા ઉપર વીંછી ફરતો હોય એમ, યુવાની તો કાઢી નાંખી ને કાંઠે પણ આવી ગયા. પણ જીવવા જેવો જમાનો હવે આવ્યો! જેમ...
કોલકાતા (Kolkata):પશ્ચિમ બંગાળમાં (West Bengal) વિધાનસભાની ચૂંટણીઓનું વાતાવરણ ગરમ થઇ ગયુ છે. એક તરફ ભાજપ (BJP) આ વખતે પેગપેસારો કરવામાં કમર કસીને...
વેલેન્ટાઇન ડે મા પ્રેમીઓ પોતાના પાત્ર ને ખુશ કરવા અવનવી ગિફ્ટસ આપતા હોય છે. અને અનોખી ગિફ્ટસ થતી આજની યુવા પેઢી આકર્ષિત...
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘સુરતને સિંગાપોર (SINGAPORE) બનાવવાનું કેવી રીતે શકય થશે?’ તે...
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર સાચો અંદાજ લગાવવી મુશ્કેલ છે, પરંતુ અત્યાર સુધીમાં આશરે 1000...
પૂર્વ લદ્દાખમાં ચીની સેનાને લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(LAC) પરથી પાછી ખેંચવાના કરાર અંગે શુક્રવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત સરકાર પર...
AHEMDABAD : ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) એ ગુરુવારે ગાંધીનગર ( GANDHINAGAR) જિલ્લામાં એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા અને રૂ.63...
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય...
સુરત: લિંબાયત ગાયત્રી નગરમાં મિત્રની માતાની સારવાર (TREATMENT) માટે રોકડ મદદ કરવા જઇ રહેલા યુવક પર માથાભારે લોકોએ ચપ્પુ વડે હુમલો (ATTACK)...
કોરોના (CORONA) ચેપને લઇ શાળાઓને તાળા મારવાને કારણે શિક્ષણ (education) ક્ષેત્રે મોટાભાગના પ્રયોગો થયા છે. શાળામાં, વર્ગમાં નિયમિત શિક્ષણનો વિકલ્પ ઓનલાઇન શિક્ષણ બન્યો,...
સુરત: શહેરના પુણા વિસ્તારમાં રહેતા અને કુર્તી બનાવવાના ખાતાના માલિક પ્રવિણભાઈએ નોકરી ઉપર જોડાયેલી પરિણીતા (MARRIED WOMEN)નો મોબાઈલ ફોન લઈ લીધો હતો,...
શ્રી રામજન્મભૂમિ મંદિર (Shri Ram Janmabhoomi Temple) ના નામે દાન એકત્ર કરવા માટે નકલી રસીદો છાપવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓ બનાવટી...
આજકાલ કુ એપ ઘણી ચર્ચામાં છે અને તેને માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરનો દેશી વિકલ્પ માનવામાં આવી રહી છે. બેંગ્લોરના અપ્રમેય રાધાકૃષ્ણ અને મયંક બિદાવાત્કાએ...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ વિશે (Gulam Nabi Azad) રાજ્યસભામાંથી બહાર નીકળ્યા બાદ ઘણી અટકળો થઈ રહી...
સુરતઃ શહેરના ખટોદરા પોલીસની હદમાં અલથાણ ખાતે ગુરુવારે સાંજે કોલ સેન્ટર ઝડપાયું હતું. આ કોલ સેન્ટરમાં રાજ્ય બહારના લોકોને ડેટા એન્ટ્રી (DATA...
કોંગ્રેસ (Congress)ના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ભારત-ચીન સરહદ પર સૈનિકો પરત ખેંચવાના કરાર અંગે શુક્રવારે ભારત સરકાર પર પ્રહારો...
આણંદ: આણંદની વી. એચ. દવે હોમિયોપેથીક કોલેજમાં તેમજ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી હોમિયોપેથીક કોલેજમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોમિયોપેથીક...
ગુગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુંદર પિચાઇ, ગાયક વિશાલ ગાઝીપુરી અને સપના બૌદ્ધ સિંગર સહિત 18 લોકો વિરુદ્ધ વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં...
રશિયામાં (Russia) કેટલાક રખડતાં કૂતરા (Stray DOGS) ઓની પરિસ્થિતિ જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ખરેખર આ કૂતરાઓની ત્વચા સંપૂર્ણ વાદળી (BLUE)...
નવી દિલ્હી (New Delhi): દિલ્હીના માંગોલપુરી વિસ્તારમાં જન્મદિવસની પાર્ટીમાં ઝઘડા બાદ ચાર શખ્સોએ એક 25 વર્ષના યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ...
શહેરા: શહેરા તાલુકાના ધાયકા ગામે પાનમ ડેમ આધારિત પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે, તો...
ગોધરા: ગુજરાત પ્રદેશ ભાજપ ધ્વારા ગુરુવારે બપોરે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી.જેમાં પંચમહાલ જીલ્લા પંચાયત ની ૩૮ બેઠકો...
AHEMDABAD : સામાન્ય કાર્યકર, પેજ કમિટીથી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીમાં છે, ભાજપ ( BHAJAP) એ કોઈ પરિવારની નહીં,...
વડોદરા: નેશનલ હાઈવે પરથી પસાર થતા કાર ચાલકો ફાસ્ટેગનો સરળ રીતે ઉપયોગ કરી શકે તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા NHAIએ...
નવી દિલ્હી (New Delhi): ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ઘણા ચાહકો અને ખુદ ખેલાડીઓને આંચકો લાગે એવા સમાચાર આવ્યા છે. જાણવા...
વડોદરા: આજે જિલ્લાપંચાયત ભવન ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી જિલ્લા પંટાયતના પ્રમુખ અશ્વિન પટેલ...
વડોદરા: સ્ટીલ અને સિમેન્ટ કંપની દ્વારા ભાવ વધારો ઝીંકાતા વડોદરાના બિલ્ડર ગ્રુપ ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ક્રેડાઈ...
વડોદરા: ખેતી પણ એક વિજ્ઞાન છે એટલે જિજ્ઞાસા અને પ્રયોગશીલતા ખેતીને નવી દિશા આપે છે. શિનોર તાલુકાના બાવળિયા ગામના ખેડૂત વનરાજસિંહ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ અને પાર્ટીના અત્યંત વફદાર નેતા ગુલામ નબી આઝાદનો (Ghulam Nabi Azad ) રાજ્યસભમાં કાર્યકાળ પૂરો થયો એ દિવસે વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસ માટે ગુલામ નબી આઝાદનો પર્યાય શોધવો બહુ કઠિણ હશે કારણ કે ગુલામ જી પાર્ટી વિશે જ નહીં પણ દેશ અને સંસદ વિશે પણ એટલું જ વિચારતા હતા. કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge) રાજ્યસભામાં ગુલામ નબી આઝાદનું સ્થાન લેશે.

આઝાદની નિવૃત્તિ બાદ કોંગ્રેસે રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુને ખડગેને વિપક્ષ પદના નેતા તરીકે નિયુક્ત કરવા માટે પત્ર લખ્યો હતો, જે રાજ્યસભાના સભ્ય તરીકે 15 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થતાં આઝાદના કાર્યકાળ પછી ખાલી પડશે.
આઝાદ જમ્મુ અને કાશ્મીરના ઉચ્ચ ગૃહના સભ્ય છે જો કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા છે. એટલે હવે જમ્મુ કાશ્મીર તરફથી કોઇ ઉમેદવાર બેસાડી શકાશે નહીં. જણાવી દઇએ કે રાજ્યસભમાં ગુલામ નબી આઝાદનું સ્થાન લેનાર મલ્લિકાર્જુન ખાર્ગે કર્ણાટકના દલિત નેતા છે. તેઓ વર્ષ 2014 થી 2019 દરમિયાન લોકસભામાં કોંગ્રેસના નેતા હતા. જાણવા મળ્યુ છે કે પાર્ટી આ પદ માટે આનંદ શર્મા હતા, જે હાલમાં રાજ્યસભામાં પાર્ટીના ઉપ-નેતા છે; પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ (P Chidambaram); અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ (Digvijaya Singh) જેવા વિકલ્પો પર ચર્ચા કરી રહી હતી.
9 ફેબ્રુઆરીએ સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના આ વરિષઠ નેતા ગુલામ નબી આઝાદને અશ્રુ વિદાય આપી હતી. મોદી 13 મિનિટના ભાષણ દરમિયાન ઘણી વાર ભાવુક થયા હતા. મોદીએ એક જનો કિસ્સો કહી સંભળાવ્યો હતો અને અંતે કહ્યુ હતુ કે, ‘વ્યક્તિગત સ્તરે, હું તેમને વિનંતી કરીશ કે તે ગૃહમાં નથી તે ધ્યાનમાં ન લે. મારો દરવાજો હંમેશાં તમારા માટે ખુલ્લો છે … હું હંમેશાં તમારા મંતવ્યોનું સ્વાગત કરીશ. હું તમને નિવૃત્ત થવા દઉં નહીં.’.
આઝાદ પણ તેમના જવાબ દરમિયાન ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે ભાજપ હંમેશાં “રાષ્ટ્રવાદી રાજકારણ” નો ભાગ રહ્યો છે, અને તેમને “ગર્વ” છે કે તેઓ “હિન્દુસ્તાની મુસ્લિમ” છે. આઝાદે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ના રદ કરવાનો ઉલ્લેખ કર્યો ન હતો. ઊલટું તેમણે કાશ્મીરી પંડિતોની દુર્દશા તરફ ધ્યાન દોરવાની કોશિશ કરી હતી. અને મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સંબોધતા આઝાદે કહ્યું હતુ કે, ‘તમે બંને અહીં બેઠા છો. જે ઘરો તોડી પડાયા હતાં તે મકાનો બનાવો, આપણે બધાએ આ માટે પ્રયત્ન કરવો પડશે.’.