Top News

More Posts

   The Latest

Most Popular

વિશ્વનાં અનેક દેશો ધર્માંધતાનાંવધી રહેલા ઉપદ્રવથી પીડાઈ રહ્યા છે. સામાન્યતઃ કોઈ પણ દેશનાં નાગરિકો આવી બાબતમાં જલદ વ્યવહાર કરતાં દેખાતાં નથી અને તેઓ માટે ભાગે ‘જીવો અને જીવવા દો’નું વલણ કેળવે છે કારણ કે આર્થિક વ્યવહારમાં જાતિ-ધર્મ કે બોલીનાં આધારે વ્યવહાર થતો નથી. હવે જે તે દેશમાં રાજકીય આગેવાનો ધર્મને આગળ રાખી સત્તા પ્રાપ્તિ, જાળવણી માટે લોકોને એક વાડા તરફ ધકેલે છે.  દેશોની વચ્ચેની લડાઈનું મૂળ કારણ ધર્મ રહ્યું છે. તેમાં ઈઝરાયેલ મુખ્ય છે.

ભારત પાકિસ્તાનનો દાખલો ખાસ કરીને ૧૯૪૭થી વર્તાઈ રહ્યો છે તેમાં આગની ચિંગારી ચુસ્ત ધાર્મિક વલણ ઉશ્કેરાઈ રહી છે પરંતુ તેના કરતાં ખતરનાક દેશની અંદર જ ફેલાઈ રહ્યું છે તે એક મોટા ખતરાની નિશાની બની છે. રહી દેશ વચ્ચેનાં ધર્મ અથવા આર્થિક વિગ્રહનો વાત તો આજ બાબત માનવીય મૂલ્યોનું નિકંદન કાઢી રહ્યા છે. અણુ શસ્ત્રોની સાથે સાથે હવે પરમાણુ તેમજ રાસાયણિક હથિયારો સત્તાધારીઓનાં હાથમાં શોભાનાં ગાંઠિયા નથી રહ્યાં તેઓ તેનો ઉપયોગ કરવા તલસી રહ્યા છે. જે માનવજાતને નષ્ટ કરવા તરફ ધકેલે છે. પહેલા પણ સરમુખત્યાર શાસકો હતા પણ આજે લોકતંત્રનાં ઓળા હેઠળ આપખુદશાહી વિસ્તરી રહી છે. આ એક મોટી ચિંતાજનક સ્થિતિ કહી શકાય.
મુંબઈ    – શિવદત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top