હાલ લગભગ દરરોજ સુરત એરપોર્ટના વિસ્તરીકરણ અંગે ચાલતા વિવાદના સમાચાર વર્તમાનપત્રમાં પ્રગટ થતા રહે છે. સતત વિવાદમાં રહેલ સુરતનું કહેવાતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ...
જુદાં જુદાં ક્ષેત્રોનાં સર્જકો, કલાકારો, સાહિત્યકારો, રમતવીરો એમ અનેક પ્રકારની ખૂબીઓ ધરાવનારાંઓ મનોવૈજ્ઞાનિક કસોટીગ્રસ્ત થાય ત્યારે દિલ અને દિમાગના ઘર્ષણનો ભોગ બની...
આપણી જિંદગી મરજી મુજબ ચાલતી નથી. ન બનવા જેવું બનતું રહે છે. બનવા જેવું બનતું નથી. જે બને છે એ ગમતું નથી....
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો દાવો જેમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો તેમ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે પણ યુદ્ધવિરામ કરાવવાનો...
વિશ્વામિત્રી નદી માટે બનેલા એક્શન પ્લાન મુજબ 4.91 કરોડના ખર્ચે Geotextile Coir Woven ટેક્નિકનો અમલ કરવાનો એટલે કે એક ખાસ પ્રકારના ઘાસ...
કુલ 82 કોરોનાના દર્દીઓમાંથી બુધવારે 03દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ 68 દર્દીઓ ડિસ્ચાર્જ થયાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 14 પર તમામ 14...
સુરતથી વ્હેલ ની ઉલ્ટી વેચાણ કરવા માટે લાવ્યાં અને ગ્રાહકોને શોધતા હતા ત્યારે એલસીબી ઝોન-2ની ટીમે દબોચ્યાં વ્હેલની ઉલ્ટી રૂ.1.58 કરોડ, 6...
વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પૂર જેવી પરિસ્થિતિ સામે સમયસર અને અસરકારક આયોજન માટે વડોદરા મહાનગરપાલિકા તત્પર બની છે. તારીખે 25...
મહત્તમ તાપમાનમાં 2.2ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થતાં મહત્તમ તાપમાન 27.8ડિગ્રી સે. રહ્યું હતું સાથે લઘુત્તમ તાપમાન 26.8ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં...
કાલોલ : સેવાલિયા મહિસાગર બ્રિજ ઉપરથી મહિલા એ છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહીસાગર નદીના બ્રિજ ઉપર એક મહિલા આત્મહત્યા...
ચપ્પલ કેનાલમાં પડી ગયું હોય તે કાઢવા જતાં બંને ડૂબ્યાવડોદરા : શહેરના ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલમાં મેડિકલનો અભ્યાસ કરતા પ્રેમ માતંગ અને આદિત્ય...
હાલોલ: હાલોલ તાલુકા માં આવેલ દેવડેમ ખાતે રૂલ લેવલ જાળવવા અર્થે મંગળવારે સાંજના સમયે ડેમના ૪, ગેટ ખોલી પાણી છોડવાની ફરજ પડી...
સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને મહિલાએ કંપની સંચાલકને રૂ.1.09 કરોડનો ચુનો ચોપડયો , શરૂઆતમાં ઇન્વેસ્ટ કરેલા રૂપિયામાંથી રૂ. 1.35 લાખ પરત કરતા...
હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલી સેના પર મોટો હુમલો કર્યો છે. મંગળવારે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરમાં ઇઝરાયલી સશસ્ત્ર વાહનમાં વિસ્ફોટકો મૂકીને હુમલો કરવામાં...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે નેધરલેન્ડ્સના હેગમાં નાટો સમિટમાં મીડિયા સાથે વાત કરી હતી. આમાં તેમણે કહ્યું હતું કે જો ઈરાન પોતાનો...
સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે જ્યાં લોકો હેરાન થઈ રહ્યાં છે ત્યાં રાજકીય પાર્ટીઓ જાહેરમાં ઝઘડો કરી રહ્યાં છે. આજે શહેરના ખાડીપૂર...
રાજા રઘુવંશીની હત્યાના આરોપી સોનમ અને રાજ કુશવાહાએ શિલોંગ પોલીસ સમક્ષ પહેલીવાર રિલેશનશિપમાં હોવાની કબૂલાત કરી છે. શિલોંગના એસપી વિવેક શ્યામે જણાવ્યું...
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ષમાં બે વાર ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા લેવાના નિયમોને મંજૂરી આપી છે. વર્ષ 2026...
સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બોર્ડર 2’ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં આવી ગઈ છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ...
ભારતના શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 મિશન માટે કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી ચૂક્યા છે. તેમણે અવકાશમાં પહોંચતાની સાથે જ દેશ માટે સંદેશ મોકલ્યો....
પાકિસ્તાનથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ વઝીરિસ્તાનના સરગોધામાં TTP (તહેરીક-એ-તાલિબાન-પાકિસ્તાન) દ્વારા કરવામાં આવેલા હુમલામાં મેજર મોઇઝ અબ્બાસ શાહ નામના અધિકારીનું...
ત્રણ દિવસના પ્રવાસે ઉત્તરાખંડ પહોંચેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર નૈનિતાલમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક બીમાર પડી ગયા. ડોક્ટરોની એક ટીમે તેમને સ્થળ પર...
ઘણા મહિનાઓની રાહ જોયા પછી નાસા અને ઈસરોનું સંયુક્ત મિશન એક્સિઓમ-04 આજે લોન્ચ કરવામાં આવ્યું છે. સ્પેસએક્સના ડ્રેગન વિમાનમાં 4 અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય...
ડભોઇ : ડભોઇ તાલુકાની 28 ગ્રામ પંચાયતોની 22 મી જૂનના રોજ ચુંટણી યોજાઈ હતી.જેમા સ્થાનિક ચૂંટણીમાં ગામના જ ઉમેદવારોને જીતાડવા માટે ઉત્સાહ...
અમેરિકન મીડિયા હાઉસ સીએનએન અને ન્યૂયોર્ક ટાઈમ્સે દાવો કર્યો છે કે અમેરિકા દ્વારા તેના પરમાણુ સુવિધાઓ પરના હુમલા પછી પણ ઈરાનનો પરમાણુ...
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના સૈંજ ખીણમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ આ વિસ્તારના જીવા નાલામાં ભારે પૂર આવ્યું...
ખાનગી અવકાશ કંપની એક્સિઓમે 25 જૂન (બુધવાર) ના રોજ એક્સિઓમ-4 મિશન દ્વારા ચાર અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર મોકલ્યા. ભારતના શુભાંશુ...
ડભોઇ: ઉપરવાસ માંથી વરસાદી પાણીની આવક ને લઈ પંચમહાલના દેવ ડેમમાંથી 5586 ક્યુસેક પાણી છોડાતા ડભોઇ તાલુકાના થુવાવીથી અંગુઠન,રાજલી, મંડાળાનો માર્ગ કેડ...
હાલોલ: હાલોલ જેપુરા ગામમાં નીલગાય કુવામાં પડી હતી. ભારે વરસાદના કારણે ઘણા સમય બાદ ગામવાળાને ખબર પડતા વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા...
અવકાશ સુધીની સફર કરનાર શુભાંશુ શુક્લા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા છે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
હાલ લગભગ દરરોજ સુરત એરપોર્ટના વિસ્તરીકરણ અંગે ચાલતા વિવાદના સમાચાર વર્તમાનપત્રમાં પ્રગટ થતા રહે છે. સતત વિવાદમાં રહેલ સુરતનું કહેવાતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ૧૯૭૦માં બંધાયેલ જે પાછળથી બંધ થયેલું. ૨૦૦૩માં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાનાં નામે સુરતનું એરપોર્ટ ટ્રાન્સફર થયેલ પરંતુ અપુરતા સંસાધનો અને સગવડોને અભાવે એરપોર્ટ પર નિયમિત વિમાની સેવા શરૂ ન થઇ શકેલ.
એરપોર્ટના રનવેને એક્સટેન્ડ કરવાના કામ માટે ૨૦૦૯માં ગુજરાત સરકારે એરપોર્ટ ઓથોરીટીની જરૂરિયાત મુજબ જરૂરી 864 હેક્ટર જમીનની ફાળવણી કરેલ પરંતુ નવેમ્બર ૨૦૧૪માં એરક્રાફ્ટ સાથે ભેંસ અથડાતા સલામતી વધારવા રનવે 2250 મીટરથી વધારી 2950 મીટરનો રનવે બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ. 353 કરોડના ખર્ચે વિસ્તૃત કરાયેલ ટર્મીનલનું વડાપ્રધાન દ્વારા ડિસેમ્બર ૨૦૨૩માં ઉદ્ઘાટન થયેલ. સુરતનું કહેવાતુ અંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધાયાને અઢાર વર્ષ પછી પણ દુબઇ, શારજાહ સિવાયના અન્ય આંતરરાષ્ટ્રીય મથકો માટે જરૂરી સગવડોના અભાવે વિમાની સેવા ચાલુ નથી કરી શક્યુ.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અસંખ્ય બીનનિવાસી ભારતીયો, પરદેશ સાથે સંકળાયેલ હીરાના અને અન્ય ઉદ્યોગપતિઓ તેમજ પરદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓ હોવા છતાં પણ અમદાવાદ અને મુંબઇ જ જવું પડે છે. સુરત એરપોર્ટ એક્શન કમિટી એરપોર્ટના વિસ્તરીકરણ મુદ્દે ઘણાં સમયથી લડત આપી રહી છે. હાલ એરપોર્ટના વિસ્તરીકરણની આડે આવતા બિલ્ડીંગો બાબતે ગુજરાત હાઇકોર્ટે પણ કડક વલણ અપનાવ્યું જણાય છે. જોઇએ આ બાબતે કેટલી પ્રગતિ થાય છે. સુરતવાસીઓ તો એટલુ જ ઇચ્છીએ કે શહેરનું એરપોર્ટ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય હવાઇ મથક બને.
પાલ, સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.