Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા શહેરના ભાયલીમાં ટીપી-૨માં ફોેરર્ચ્યુન ગૃપ અને સમસ્તા બિલ્ડર્સ દ્બારા દબાણ કરાતાં વેસ્ટર્ન હાઇટ્‌સ-નિલાંબર ઉપવન સહિતની સોસાયટીના રહિશો મેદાનમા આવ્યા છે.
વડોદરા શહેરના ભાયલી વિસ્તાર હાલ ખૂબ હાઈ રાઈઝ બિલ્ડિંગો અને મોલો બની રહ્યા છે. વડોદરા સહિત અન્ય જિલ્લાનાં બિલ્ડરો જાણે ત્યાં બિલ્ડિંગો અને મોલો બનાવવા તૂટી પડયા હોય એમ ભાયલીના વિકાસના નામે પોતાનો વિકાસ કરી રહ્યા છે એવું લાગે છે. ટીપી-૨માં ફોેરર્ચ્યુન ગૃપ અને સમસ્તા બિલ્ડર્સ દ્બારા દબાણ કરાતાં હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારે આસ પાસની સોસાયટીના રહીશોએ મુશ્કેલીઓ પડતી હોય એવો આક્ષેપ કર્યો છે.
વેસ્ટર્ન હાઇટ્‌સ-નિલાંબર ઉપવન સહિતની સોસાયટીના રહિશોનું કહેવું છે કે ફોેરર્ચ્યુન ગૃપ અને સમસ્તા બિલ્ડર્સ દ્બારા આવવા જવાના બાર મીટરના રોડ પર પોતાની સાઈટ નો કાટમાળ નાખી દેવામાં આવ્યો છે જેથી અવર જવર માં તકલીફ પડે છે . અમારા ટુ વ્હીલર, ફોર વ્હીલર નીકળવા માં મુશ્કેલી પડી રહી છે. ચાલુ સાઈટ પર કોર્પોરેશન નો પ્લોટ છે ત્યાં પણ ફોેરર્ચ્યુન ગૃપ અને સમસ્તા બિલ્ડર્સ દ્બારા દ્વાર દબાણ કરી સેડ મારી દેવામાં આવ્યો છે. અને રોડ પર સાઈટ પર કામ કરતા મજૂરો માટે ઝુપડા બનાવી દેવામાં આવ્યા છે. ફોેરર્ચ્યુન ગૃપ અને સમસ્તા બિલ્ડર્સ દ્બારા ચાલતી સાઈટ પર સામાન પોહચડવા માટે ભારદારી વાહનો ની અવર જવરના કારણે રોડ ની હાલત ખરાબ થઇ ગઇ છે. આ ભારદારી વાહનો એટલા ઝડપી આવતા હતા હોય છે કે એનાથી કોઈ ગંભીર અકસ્માત થઈ શકે છે.આ વાતે અમે કાઉન્સિલરને જાણ કરી છે પણ કોઇ સાંભળવા તૈયાર નથી. ફોેરર્ચ્યુન ગૃપ અને સમસ્તા બિલ્ડર્સ દ્બારા ગેરકાયદેસર બાંધકામ પણ કરવામાં આવ્યું છે. જલદી થી આ ગ્રુપ અને. બિલ્ડરો પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. કન્સ્ટ્રક્શન સાઇટના વેસ્ટના નિકાલથી વરસાદી ગટર-ડ્રેનેજ બ્લોક થઇ ગયા છે.

To Top