Top News

More Posts

   The Latest

Most Popular

ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી (Star Indian badminton player) પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ધમાકેદાર જીત નોંધાવ્યા પછી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન (Entry in semifinal) બનાવ્યું છે. 

સિંધુ (P V Sindhu)એ જાપાન (Japan)ની અકાને યામાગુચી (Yamaguchi) સામે 21-13, 22-20 થી જીત (Victory) મેળવીને પોતાની શાનદાર સફર ચાલુ રાખી હતી. 56 મિનિટ સુધી ચાલેલી મેચમાં સિંધુએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને યામાગુચીને પોતાના પર પ્રભુત્વ મેળવવાની કોઈ તક આપી ન હતી. સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ તે ગોલ્ડ મેળવવાથી માત્ર એક ડગલું દૂર હતી. ત્યારે આવી સ્થિતિમાં કરોડો ભારતીય ચાહકોની નજર આ વખતે સિંધુ પર ટકેલી છે. અને લોકો તો એ જ ચાહે છે કે તેને ગોલ્ડ મેડલ પણ મળે અને વર્ષોની મહેનતનું ફળ પ્રાપ્ત કરે.

સિંધુએ અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને 21-15, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સિદ્ધ કરી દીધું હતું. સિંધુ પહેલા સેટની શરૂઆતમાં અકાને યામાગુચીથી 5-6થી પાછળ હતી, પરંતુ ત્યાંથી હતાશ નહીં થઈ બેડમિંટન સ્ટારે મેચમાં જોરદાર વાપસી કરીને પ્રથમ સેટ 21-13 થી જીતી લીધો હતો. બીજા સેટમાં પણ આ બે ખેલાડીઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઇ હતી, પરંતુ સિંધુ 2 પોઇન્ટથી હરાવવામાં સફળ રહી હતી. 

સિંધુની આ જીત સાથે ભારતની ટોક્યો ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ મેળવવાની શક્યતા પણ વધી ગઈ છે. આજે સવારે જ મહિલા બોક્સર લવલિનાને તેની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સીલ કર્યું હતું અને ભારતનો બીજો મેડલ પણ સુનિશ્ચિત કરી દીધો હતો. મીરાબાઈ ચાનુએ ટૂર્નામેન્ટના બીજા જ દિવસે વેઇટ લિફ્ટિંગમાં દેશ માટે રજત પદક જીત્યો હતો.

હાલ કરોડો ભારતીય ચાહકોની નજર આ વખતે સિંધુ પર ટકેલી છે, પણ સેમિફાઇનલમાં સિંધુનો મુકાબલો થાઇલેન્ડની રત્તોનોક ઇન્ટનન અને ચાઇનીઝ તાઈપેની તાઈઝ યિંગ વચ્ચેના બીજા ક્વાર્ટર ફાઇનલમાં વિજેતા સામે થશે. હાલની વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ વિશ્વની પાંચમા નંબરની યામાગુચી સામે 11-7થી જીતના રેકોર્ડનો ફાયદો ઉઠાવ્યો અને શરૂઆતની ગેમ માત્ર 23 મિનિટમાં 21-13થી જીતી લીધી. બીજી ગેમમાં યામાગુચીએ પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય ખેલાડીએ તેને આવું કરવા દીધું ન હતું અને 33 મિનિટમાં જીત મેળવીને અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું હતું. 

To Top