એક દિવસ સાંજે પાર્કમાં વોક બાદ મસ્તીભરી વાતોની મહેફિલ જામી હતી.જુદી જુદી વાતો થતી અને બધા મસ્તીથી પોતાનો અનુભવ કહેતા.આજના ટેકનોલોજીના જમાનામાં...
આંધ્ર પ્રદેશ: તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને નેશનલ ડેમોક્રેટીક અલાયંસ (NDA)એ ગઇકાલે મંગળવારે TDP ચીફ ચંદ્રબાબુ નાયડુને (Chief Chandrababu Naidu) તેમના ધારાસભ્ય...
2024ના લોકસભાના પરિણામો બાદથી આપણા મગજમાં એક મોટો પ્રશ્ન આવ્યો છે. શું પીએમ મોદી ગઠબંધન સરકાર ચલાવી શકશે? છેલ્લી બે ટર્મમાં તેમણે...
સૌરાષ્ટ્રમાં કયાંય બારમાસી વહેતી નદી નથી. વિકાસનો મુખ્ય આધાર ખેતી છે અને ખેતી વરસાદ આધારિત છે. અધૂરામાં પૂરું દરિયાતટ નજીકની જમીન ક્ષારયુક્ત...
કેન્દ્રમાં સતત ત્રીજી વખત મોદી સરકાર રચાઇ છે, જો કે આ વખતે તે સ્પષ્ટપણે ગઠબંધન સરકાર છે કારણ કે ભાજપને પુરતી બહુમતિ...
અમદાવાદ: કરોડરજ્જુની સમસ્યાઓ જેમ કે હર્નિએટેડ ડિસ્ક, સ્પાઇનલ સ્ટેનોસિસ, સ્કોલિયોસિસ અને ડિજનરેટિવ ડિસ્ક રોગ વ્યક્તિના જીવનની ગુણવત્તા ને નોંધપાત્ર રીતે અસર કરી...
ગાંધીનગર : ફાયર સેફટી તથા બીયુ પરમીશનના મુદ્દે રાજકોટ સહિત તમામ મહાનગર પાલિકામાં હાલ સીલ મારવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સમગ્ર...
પૂર્વ વડોદરા શહેર એટલે કે સર સયાજીરાવ ગાયકવાડનું શાસન….વડોદરા પાલિકાએ ગાયકવાડી સમયની પાણીની વિશેષ વ્યવસ્થાને બરબાદ કરી નાંખી.વડોદરામાં જ્યારે ગાયકવાડી શાસન હતું...
રાહુલ ગાંધી મંગળવારે તેમના સંસદીય ક્ષેત્ર રાયબરેલી પહોંચ્યા હતા. તેઓ રાયબરેલી અને અમેઠીના લોકોનો આભાર માનવા ત્યાં ગયા હતા. પોતાના ભાષણમાં રાહુલ...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આમ તો ચોમાસાનું (Monsoon) આગમન થઈ ચૂકયું છે. ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં રાજયમાં 26 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ...
લોકસભા ચૂંટણી 2024 બાદ પીએમ મોદીએ પોતાના સમર્થકોને મહત્વનો સંદેશ આપ્યો છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ હવે તેમની સોશિયલ...
ટાઉન પોલીસ મથકની પાસે જ ફૂટપાથ પર લારી-ગલ્લાંના દબાણ તો રોડ પર વાહન પાર્કિંગ કરાતા લોકોને મુશ્કેલીટાઉન પી.આઈ. સહિતના સરકારી કર્મચારીઓની અવર-જવર...
મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે. આ સિવાય કનક વર્ધન સિંહદેવ અને પ્રભાતિ પરિદા રાજ્યના ડેપ્યુટી સીએમ હશે. કેન્દ્રીય નિરીક્ષકો સંરક્ષણ...
ભારતમાં 2024માં લોકસભા ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. પીએમ તરીકે શપથ લીધા બાદ પીએમ મોદીની પ્રથમ...
સુરત: શહેરના કોસાડ વિસ્તારમાં દિવ્યાંગ યુવકની બેરહેમીપૂર્વક હત્યાનો બનાવ બન્યો છે. કોસાડ આવાસ ખાતે રહેતા દિવ્યાંગ વ્યક્તિના સાથળનાભાગે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકીને...
જોહાનિસબર્ગઃ (Johannesburg) મલાવીના (Malawi) વાઇસ પ્રેસિડેન્ટ સોલૌસ ક્લોસ ચિલિમાનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે. માલાવીના રાષ્ટ્રપતિ લાઝર ચકવેરાએ મંગળવારે રાષ્ટ્રને સંબોધન દરમિયાન...
અમરાવતી: (Amravati) અમરાવતી હવે આંધ્ર પ્રદેશની એકમાત્ર રાજધાની હશે. ચંદ્રબાબુ નાયડુએ (Chandrababu Naidu) આની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવાના...
સુરત: આજે તા. 11 જૂનને મંગળવારના દિવસે સુરત એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. ભારતીય વાયુ સેનાના તેજસ ફાઈટર જેટ એરક્રાફ્ટ એકાએક...
સુરત: સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગઈકાલે મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા લાલાના અડ્ડા ઉપર રેઈડ કરવામાં આવી હતી. પોલીસે દારૂ વેચનાર અને...
ભરૂચ: ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી મધરાત્રે એક યુવાનને કેટલાક વ્યાજખોર મળતિયાએ નદીમાં ફેંકી ઘટના સામે આવી હતી. વ્યાજખોરના પન્ટરોઓએ યુવાનને વ્યાજે...
સુરત: પાંડેસરા બમરોલી રોડ પર સિદ્ધિ વિનાયક પ્લેટીનીયમના ત્રીજા માળે દુકાનમાં ચાલતા કુટણખાના પર પોલીસે રેઈડ કરી 3 મહિલાઓને મુક્ત કરાવી હતી....
RSS ચીફ મોહન ભાગવતે સોમવારે 10 જૂને નાગપુરમાં સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં ભાગવતે ચૂંટણી, રાજકારણ અને...
ભાજપ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને ઉદ્ધવ ઠાકરેની ચૂંટણીલક્ષી મહેનતના વખાણ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય દ્રષ્ટિએ આ ઉદ્ધવ ઠાકરેને...
ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે તલાવડી માં આવી ચડેલા 8 ફૂટના મગર નું ડભોઇ વનવિભાગ અને નેચર સેવીંગ ફાઉન્ડેશન ની ટીમ દ્વારા રેસ્ક્યું...
નવી દિલ્હી: છત્તીસગઢના બલોદા બજારમાં ધાર્મિક સ્થળની તોડફોડથી ગુસ્સે ભરાયેલા સતનામી સમુદાયના લોકો પ્રદર્શન દરમિયાન ગુસ્સે થઈ ગયા હતા. તેઓએ પહેલા જિલ્લા...
નવી દિલ્હી: NEET પરીક્ષામાં 715 માર્ક્સ મેળવવાનો દાવો કરનાર આયુષી પટેલ સતત સમાચારોમાં રહે છે. હવે આ મામલે વધુ એક નવો વિવાદ...
નવી દિલ્હી: દેશમાં આ વર્ષે આકરી ગરમી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી થોડી રાહત મળ્યા બાદ સોમવારે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં...
વડોદરા મહાનગરપાલિકાએ પૂરતો સમય નહિ આપ્યાનો વેપારીઓનો દાવો, નોટિસ અપાયાની પાલિકાની દલીલ વડોદરા પાલિકા દ્વારા ઠેર ઠેર રાજકોટ અગ્નિ કાંડ બાદ ફાયર...
માત્ર નાઈટ પેટ્રોલીંગના નામે દેખાડો કરતી પોલીસના કારણે તસ્કરોને મોકળું મેદાન મળ્યું પ્રતિનિધિ વડોદરા તા.11વડોદરા શહેરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈપણ પ્રકારનો ખોફ...
નવી દિલ્હી: NEET UG રિઝલ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ NTA પર ગુસ્સે છે. મેડિકલ વિદ્યાર્થીઓએ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ANITA પર અનેક...
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
એક દિવસ સાંજે પાર્કમાં વોક બાદ મસ્તીભરી વાતોની મહેફિલ જામી હતી.જુદી જુદી વાતો થતી અને બધા મસ્તીથી પોતાનો અનુભવ કહેતા.આજના ટેકનોલોજીના જમાનામાં માણસ માટે બધું સહેલું થતું જાય છે અને જેમ જેમ સહેલું બને છે તેમ માણસને નુકસાન થાય છે એવી વાત નીકળી. એક કાકાએ કહ્યું, ‘હા જુઓ, આ મોબાઈલે આપણને બધાંને ઘણી સવલત આપી.ગમે ત્યારે, ગમે ત્યાંથી વાત કરી શકીએ.એકબીજાના સંપર્કમાં રહી શકીએ.પણ અમારા જમાનામાં અમને બધાના ફોન નંબર યાદ રહેતા. હવે કોઈને કોઈ નંબર યાદ રહેતા નથી.
પોતાના પતિ ,પત્ની કે બેસ્ટ ફ્રેન્ડ કે સંતાનો કોઈના નંબર આપણને યાદ નથી રહેતા કારણ કે મોબાઈલ એક નામ દબાવતા જ નંબર જોડી આપે છે.એટલે યાદ રાખવાની જરૂર જ નથી.’ એક ટીચર બોલ્યા, ‘આ ટેકનોલોજીને કારણે આપણે હાથમાં પેન કે પેન્સિલ પકડીને લખવાનું ભૂલી ગયા છીએ.સ્કૂલ કે કોલેજમાં લખ્યું હોય પછી હવે તો બધું કામ કમ્પ્યુટર કરે છે એટલે લખવાની જરૂર જ રહેતી નથી.થોડા વખતમાં તો કદાચ સ્કૂલમાં પણ છોકરાઓ લખશે નહિ.’
પ્રોફેસર અંકલ બોલ્યા, ‘હવે કોઈ લાઈબ્રેરીમાં જઈને વાંચતું નથી.પોતાની જાતે રીસર્ચ કરીને કંઈ શોધતું નથી.કારણ કે બધું જ એક ચાંપ દબાવતાં ગુગલ માહિતી આપી દે છે.’ બાજુના બાંકડા પર બેસી માળા કરતાં બધાની વાત સાંભળતાં એક બા બોલ્યાં, ‘હું કંઇક કહું?’ બધાએ કહ્યું, ‘હા હા.’ બા એ કહ્યું, ‘આ ટેકનોલોજી માણસે શોધી છે કે ટેકનોલોજીએ માણસ ગોત્યો છે.’ બધાએ કહ્યું, ‘બા કેવી વાત કરો છો, માણસે જ ટેકનોલોજી શોધી છે.’
બા એ કહ્યું, ‘તો પછી તમે બધા માણસે જ ગોતેલી વસ્તુનો ઉપયોગ કરો છો.તેના પર આધાર રાખો છો અને વળી પાછાં એને જ વખોડો છો.ફોન નંબર તમે યાદ નથી રાખતા. ટેકનોલોજીએ તમને થોડું કહ્યું છે કે નંબર યાદ નહિ રાખો.નંબર યાદ રાખો, મોબાઈલ બંધ થશે કે ખોવાઈ જશે તો શું કરશો? કયાં નંબર ગોતવા જશો.કમ્પ્યુટર લખવાની તમને ના પાડતું નથી.લખો.વાચન કરો, ગુગલે કયાં મનાઈ કરી છે! ટેકનોલોજી પર આધાર રાખી પાંગળાં તમે બન્યા છો, ટેકનોલોજીએ બનાવ્યાં નથી સમજયાં.’ બા ની વાતો કડક પણ સાચી હતી.બધાએ પૂછ્યું, ‘બા, તમારી વાત વિચારવા જેવી છે.બા, તમે આ બધું કયાંથી જાણ્યું, કયાંથી ગોત્યું અને કઈ રીતે સમજ્યું?’ બા એ કહ્યું, ‘જીવનના અનુભવ પરથી.જીવનમાં જાણવા જેવી, સમજવા જેવી, ગોતવા જેવી એક જ વસ્તુ છે બાકી બધું ગુગલ પર છે જ.’
બધા એક સાથે બોલી ઊઠ્યાં, ‘બા, કઈ વસ્તુ?’
બા એ કહ્યું, ‘જીવનમાં પોતાને ગોતી લો.ગુગલ જે નહિ શોધી શકે અને તમારે જાતે જ શોધવું પડશે.જીવનમાં જે જાણવું હોય,શીખવું હોય,યાદ રાખવું હોય, સમજવું હોય, બધું જાતે જ કરવું પડશે સમજ્યા.’ બા ની આ વાત બધાએ તાળીઓથી વધાવી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.