અન્નુ કપૂર સ્ટારર ફિલ્મ ‘હમારે બારહ’ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મને લઈને...
કુવૈતમાં (Kuwait) બિલ્ડિંગમાં લાગેલી આગમાં મોટાભાગના ભારતીયોના મોત થયા છે. કુલ 49 મૃતકોમાંથી 40 ભારતીય છે. કુવૈતી સત્તાવાળાઓ મૃતકોના મૃતદેહની ઓળખ માટે...
મુંબઇ: સલમાન ખાનના (Salman Khan) ઘરની બહાર ફાયરિંગના (Firing) મામલામાં ગુરુવારે અપડેટ સામે આવ્યું હતું. હવે આ કેસમાં સલમાન ખાન અને તેમના...
નવી દિલ્હી: અમેરિકાના પશ્ચિમ કિનારે એક મોટો ખતરો તોળાઈ રહ્યો છે. વાનકુવર, સિએટલ, વોશિંગ્ટન, ઓરેગોન અને સાન ફ્રાન્સિસ્કોમાં 9ની તીવ્રતાના ભૂકંપનું જોખમ...
રાજકોટ અગ્નિ કાંડ બાદ રાજ્યના તમામ જિલ્લાની પાલિકા અને ફાયર વિભાગ દ્વારા ગેમઝોન, ઊંચી ઈમારતો, ઓફિસો, દુકાનો,હોટેલો વગેરે સંસ્થાઓ, મંદિરો સ્કૂલો, ટ્યુશન...
પ્રતિનિધિ વડોદરા તા 13વડોદરા નજીક બિલ ગામ મઢી વિસ્તારમાં પીસીબી પોલીસી રેડ કરીને એક મકાનમાંથી દેશી દારૂ અને તાડીના જથ્થા સાથે મહિલા...
પહેલેથી જ આકરી ગરમી અને પાણી માટે વલખા મારતી દિલ્હીને આજે સુપ્રીમ કોર્ટ તેમજ હિમાચલ પ્રદેશ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પડોશી...
નવી દિલ્હી: દેશની 18મી સંસદની રચના બાદ રાજનાથ સિંહને (Rajnath Singh) ફરી એકવાર રક્ષા મંત્રીની જવાબદારી સોપવામાં આવી હતી. તેમજ તેમણે રવિવારે...
મુંબઈ: ગદર બાદ સની દેઓલની વધુ એક સુપર હિટ મુવીની સિક્વલ બનવા જઈ રહી છે. વર્ષ 1997માં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘બોર્ડર...
વડોદરા શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીની ટીમે જુગારીઓ સામે સપાટો બોલાવ્યો છે. જેમાં બંને ટીમે ત્રણ જગ્યા પર દરોડા પાડીને 14 ખેલીઓને...
ત્રિશા કંસ્ટ્રકશનના વિક્રમ ગુપ્તા જાણી જોઈને કામમાં વિલંબ કરી રહ્યા છે? વડોદરા: વડોદરાના પીપીપી મોડેલથી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં...
મુંબઇ: મહારાષ્ટ્રના (Maharashtra) મુંબઈમાં એક ચોંકાવનારી બની હતી. અહીં એક ડોક્ટરે (Doctor) ઓનલાઈન હોમ ડિલિવરી એપ દ્વારા ખાવા માટે આઈસક્રીમનો (Icecream) ઓર્ડર...
ઇન્વેસ્ટ કરેલા 1.20 લાખ પ્રોફિટ સહિત 3.30 લાખ વેબસાઈટમાં બતાવતા હોય મહિલાને વિશ્વાસ આવ્યો ઉપાડવા જતા માત્ર રુ. 20 હજાર જ ખાતામાં...
પાલિકાએ પ્લોટ વેચાણે આપવા કરેલી દરખાસ્ત શહેરી વિકાસ મંત્રાલયે કરી હતી ના મંજૂર : પૂર્વ કાઉન્સિલરે કહ્યું, સરકારી જમીન પર ગરીબોના ઝૂંપડા...
ગાંધીનગર-સુરત: ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 6 દિવસ દરમિયાન ગાજવીજ...
રાજપીપળા: તિલકવાડાના ઉચાદ ગામમાં પતિએ પત્ની પર શંકા કરી કુહાડીના ઘા મારી હત્યા કરતાં પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો છે. પ્રાપ્ત...
સુરત: સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદોનું ઘર બની ગઈ છે. હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં થાઈ ગર્લ સાથે રંગરેલિયા મનાવવાના સ્કેન્ડલમાં રેસિડેન્ટ ડોક્ટર...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) આજે ગુરુવારે NEETની પરિક્ષામાં (NEET Exam) વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસ માર્કસ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી....
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) પરિણામો બાદ ભારતીય શેરબજાર (Indian stock market) દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ત્યારે અઠવાડીયાના...
ભાજપની સ્થાપના થઈ ત્યારથી તેની છાપ ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજકીય પક્ષ તરીકેની રહી છે. ભાજપે પૂર્વોત્તરનાં રાજ્યોમાં જોરદાર પ્રભુત્વ જમાવ્યું તે...
પાણી ભરાયેલા ઊંડા ખાડામાં ઉતરેલા કર્મચારીની સેફટીને લઈ સવાલો : એક તરફ પાણીનો કાળો કકળાટ બીજી તરફ હજારો ગેલન પાણીનો થયો વેડફાટ...
આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ અને રોબોટના સર્જને માનવસમાજને ચિંતામગ્ન બનાવી દીધો છે અને હવે તો માનવતા મગજને વાંચી લેતાં મશીનો પણ આવી રહ્યાં છે....
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) પાછલા ચાર દિવસથી એટલે કે રવિવારથી આતંકવાદી હુમલાઓ (Terrorist attacks) થઇ રહ્યા છે. જેમાં રિયાસી, કઠુઆ...
લોકસભાની સાત તબક્કામાં યોજાયેલ અત્યાર સુઘીની સૌથી લાંબી ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થઇ અને પરિણામો જાહેર થતાં જ રવિવારના દિવસે ફરી વાર મોદીની...
‘ગુજરાતમિત્ર’ના તંત્રીલેખમાં એર ટર્બ્યુલન્સ અને વિમાનના આંચકા વિશે ખૂબ સરસ અને વિગતવાર માહિતી જાણી. તેના અનુસંધાનમાં જણાવવાનું કે ૨૦૦૯ થી ૨૦૨૨ સુધીમાં...
રાજવી એક હોશિયાર વિદ્યાર્થિની. ઘણું બધું બહુ જલ્દી શીખી જાય, સારી રીતે યાદ રાખી શકે, ગુણ ઘણા હતા, પણ એક જ મોટી...
કુદરતે પ્રત્યેક જીવોનું ભૌગોલિક સ્થાન નિર્ધારિત કરેલું છે, જે મહદંશે જે તે પ્રદેશની આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર હોય છે. માનવ તેનાથી...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘસરચાલક મોહન ભાગવતે સંઘના કાર્યકર્તાઓની શિબિરના સમારોપમાં જે કહ્યું એ અપેક્ષિત હતું. બન્ને કારણે અપેક્ષિત હતું. એક તો એ...
લોકસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું હતું તેના એક દિવસ પહેલા શેરબજારે વિક્રમી ઉંચાઈ પાર કરી હતી. બીજા દિવસે જ્યારે પરિણામો જાહેર થયા અને...
શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા : સ્કૂલ વાન અને રીક્ષાનું ફીટનેસ, ફાયર સેફ્ટી સહિતના મુદ્દાઓને લઇને ટ્રાફીક પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં...
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
અન્નુ કપૂર સ્ટારર ફિલ્મ ‘હમારે બારહ’ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મને લઈને હોબાળો મચી ગયો છે. ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી છે. હમારે બારહનું ટ્રેલર પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યું છે. ફિલ્મ પર એક વિશેષ ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને તેની રિલીઝ રોકવાની માંગ કરવામાં આવી રહી છે. દરમિયાન અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ને જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેન્ચ તરફથી કોઈ રાહત મળી નથી. આ ફિલ્મ આવતીકાલે જ રિલીઝ થવાની હતી પરંતુ હવે કેસનો ઉકેલ ન આવે ત્યાં સુધી તે રિલીઝ નહીં થાય.
કેસનું સમાધાન ન થાય ત્યાં સુધી હોલ્ડ પર
જ્યાં સુધી બોમ્બે હાઈકોર્ટ દ્વારા કેસનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. તેમજ હાઇકોર્ટને વિનંતી કરી છે કે અરજીનો ઝડપથી નિકાલ કરવામાં આવે. અરજદારે કહ્યું કે સીબીએફસી પોતે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પક્ષકાર છે અને તેની પોતાની કમિટી ફિલ્મનું સ્ક્રીનિંગ કેવી રીતે કરી શકે? અરજદારે કહ્યું કે સીબીએફસીએ આ ફિલ્મના સ્ક્રીનિંગ માટે એક કમિટી બનાવી છે. સ્ક્રિનિંગ પછી CBFC સમિતિએ ટીઝર અને તે ફિલ્મ સાથે સંબંધિત કેટલાક ભાગોને દૂર કરવાનું સૂચન કર્યું હતું. જેને હટાવી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાઈકોર્ટમાં આ ફિલ્મની રિલીઝને મંજૂરી આપવામાં આવી હતી.
બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકાર
બોમ્બે હાઈકોર્ટના આ આદેશને પડકારતી અરજીકર્તા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ ઈસ્લામિક આસ્થાની વિરુદ્ધ છે અને ભારતમાં પરિણીત મુસ્લિમ મહિલાઓનું અપમાન કરે છે. ફિલ્મના કેટલાક ડાયલોગ્સ પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ અન્નુ કપૂરે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી હતી. અન્નુ કપૂરે પોતાના વીડિયોમાં દાવો કર્યો હતો કે આ ફિલ્મ સામાજિક મુદ્દા પર આધારિત છે. વીડિયોમાં અભિનેતાએ કહ્યું હતું કે આ ફિલ્મ માત્ર મહિલા સશક્તિકરણ અને મહિલા અધિકારોની તરફેણ કરે છે. તમે સૌ પહેલાં ફિલ્મ જુઓ અને પછી જ કોઈ અભિપ્રાય આપો અથવા તમારો નિર્ણય આપો. દરેકને પોતાના મંતવ્યો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે પરંતુ આ રીતે કોઈને અપશબ્દો કહેવા જોઈએ નહીં. જેથી મારી નાખવાની ધમકી આપવી નહીં. અમે આ વસ્તુઓથી ડરતા નથી.