Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ : આણંદના સામરખા ગામે રહેતા યુવકે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી ગયો હતો. બાદમાં દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે તેને દસ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ કેદને સજા કરવા હુકમ કર્યો હતો. આણંદના સામરખા ગામના મોટા ફળીયામાં રહેતો સંજય મહેન્દ્ર પરમારે  વરસ 30મી સપ્ટેમ્બર, 2017ના રોજ 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવી ભગાડી ગયો હતો. બાદમાં તેને તે પાવાગઢ સહિતના વિવિધ વિસ્તારોમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

બીજી તરફ સગીરાના પરિવારજનોએ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને સંજય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે  ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં બંનેને વડોદરા જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યાં હતાં. આ કેસમાં જરૂરી પુરાવા એકત્ર કરાયાં બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી. જ્યાં સરકારી વકીલ એ. કે. પંડ્યાએ 13 સાહેદો અને 13 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને સંજય પરમારને દસ વર્ષની જેલ અને રૂપિયા 35 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત બીજી તરફ ભોગ બનનારને રૂપિયા ચાર લાખ વળતર પેટે ચૂકવવા કોર્ટે હૂક્મ કર્યો હતો.

To Top