Top News

More Posts

   The Latest

Most Popular

 ‘ગુજરાતમિત્ર’ દૈનિકના તા.12/જૂનના પ્રથમ પાને જ સમાચાર હતા કે મોદી સરકારના 99/ટકા મંત્રીઓ કરોડપતિ છે અને તેમાં વળી પાંચ મંત્રીઓ તો અબજપતિ છે. આપણા (ગરીબ) દેશમાં કરોડપતિ ધારાસભ્ય હોય કે સાંસદ હોય તેમને અને તેમના પરિવારનાં સભ્યોને પણ રેલ્વેમાં મફત મુસાફરી કરવાની સરકાર તરફથી સવલત મળે છે અને તે પણ પાછી વી.આઈ.પી.કલાસમાં આની સામે એ જ તારીખના એ જ દૈનિકના ચર્ચાપત્રમાં સમાચાર હતા કે સિનિયર સીટીઝનો માટે રેલ્વે કન્સેશન કયારે (ભીખ માંગવા જેવા) કોરોના મહામારી પહેલાં ફકત અને ફકત વરિષ્ઠ નાગરિકોને જ જે થોડું ઘણું કન્સેશન મળતું હતું તે આ  સરકારે સદંતર બંધ કરી દીધું. કમસે કમ રેલ્વેમાં સ્લીપર કલાસમાં પણ કન્સેશન ચાલુ રાખતે તો ભયો ભયો. બાકી ત્રીજી ટર્મ માટેની 400/ કે પારને બદલે સ્પષ્ટ બહુમતીનાં પણ ફાંફા પડી ગયા એ વાત સરકાર સમજે તો ઘણું સારું. વર્તમાન ચૂંટણીનાં પરિણામથી એવું નથી લાગતું કે ગરીબ કી હાય કભી ન ખાલી જાય.
સુરત     – કીકુભાઈ જી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

સુરતમાં હવે ટ્રાફિક બાબતે લાલિયાવાડી નહીં ચાલે!
ટ્રાફિક સિગ્નલોના ચુસ્ત અમલ સુરતીઓ પાસેથી કરાવવા પોલીસ મક્કમ છે! સરસ, ખૂબ જ આવકારદાયક પગલું, જે અત્યંત જરૂરી હતું! ખુદ પોલીસ કમિશ્નર આ બાબતે અંગત રસ લઇ રહ્યા છે તો ગુજરાતના ગૃહ મંત્રી પણ સજા છે! પણ જે રીત સીગ્નલો મુકાયા પણ, સમયના વેડપાટ માટેની બુમરાણો મચી છે તે જોતાં એવું લાગે છે કે કદાચ ઉતાવળે અમલ કરાવવા માટે ‘ટાઈમ મેનેજમેન્ટ’ની દૃષ્ટિએ કાચું કપાયું છે! પહેલાં તો સીસીટીવી કેમેરા ઊંધા લગાડાયા અને હવે દરેક ટ્રાફિક સિગ્નલો ઉપર સુરતીઓનો સમય વેડફાઈ રહ્યો છે!

સ્કૂલનાં બાળકો અને નોકરિયાતો તેમજ ધંધાર્થીઓ તેમના ગંતવ્યસ્થાને સમયસર પહોંચી શકતાં નથી. તો એમ્બ્યુલન્સો અટવાઈ રહી છે! પગ બતાવી સાઈડ કાપનારા સુરતના ‘પ્રખ્યાત’ રિક્ષાવાળાઓ અને જેમને કોઇ જ કાયદા-કાનૂન લાગુ પડતા નથી તેવા સુરતના નવી સિગ્નલ સીસ્ટમનાં ગંભીરતાથી અમલ કર્યો છે એ આનંદની વાત કહેવાય! રોંગ સાઈડે જવું એ સુરતીઓનો જન્મસિદ્ધ અધિકાર છે, તેના ઉપર હવે પાબંધી લાગી રહી છે! પોલીસ સ્ટેશનમાં બેસી રહેવું પડશે! કેદીઓની માફક! ખેર જે હોય તે, ટ્રાફિક સિગ્નલનો અમલ કરાવતાં પહેલાં અનેક શકયતાઓ ચકાસવી જોઈતી હતી, જે ચકાસાઈ નથી અને સુરતીઓ તેનો ભોગ બની રહ્યાં છે.
સુરત     – ભાર્ગવ પડંયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

To Top