આખરે શહેરમાં લાગેલાં ટ્રાફિક સિગ્નલોને સુરતીઓ ચુસ્તપણે અનુસરતાં થયાં છે. ચોક્કસપણે ચાલતાં રાહગીરોને તેનાથી લાભ થાય છે. વાહનચાલકોને ગંતવ્યસ્થળે પહોંચતાં 5 10...
મની શાળામાં 157 ઓ પી ડી કેસો જોવામાં આવ્યા.જેમાં 20 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યાગામમાં હવે રોગચાળો વધે નહી તે માટે સાફ...
અનિયમિત ઋતુચક્રને કારણે વરસાદ ખેંચવાની સંભાવનાને લઈને ચોમાસાનું ટાઈમ ટેબલ ખોરવાતું જાય છે (પ્રતિનિધિ) આણંદ તા 18 આણંદ શહેર અને સમગ્ર જીલ્લામાં...
વિદ્યાનગરમાં વધુ એક ઓવરસીસે વિદેશ વાંચ્છુ સાથે છેતરપિંડી કરી સોશ્યલ મિડિયા પરની જાહેરાત જોઇને ગયેલા મહિલાને નાણા ગુમાવવાનો વખત આવ્યો .. આણંદના...
આગામી 24મી જૂનથી ધો10 અને ધો 12ની પૂરક પરીક્ષા શરૂ થશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 24મી જૂનથી...
મહારાજ ફિલ્મના નિર્માતા સહિતના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ આપવા પહોંચ્યાં. પેટલાદના વૈષ્ણવો દ્વારા મહારાજના ફિલ્મનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વૈષ્ણવો...
તમામ મુસાફરો અને વાહનોનું સઘન ચેકીંગ હાથધરાયું : ફાયરબ્રિગેડ ફાયટરોને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા : વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) દ્વારા મંગળવારે ગૌતમ ગંભીર અને ડબલ્યુવી રમણનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. ગંભીરે તેના...
વારાણસીઃ (varanasi) પીએમ મોદી (PM Modi) મંગળવારે વારાણસી પહોંચ્યા હતા. ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત વારાણસી પહોંચ્યા હતા....
બિહારમાં ફરી એકવાર પુલ દુર્ઘટના સામે આવી છે. ઉદ્ઘાટન પહેલા જ પુલ તૂટીને નદીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના અરરિયા જિલ્લાના...
મુંબઈ: મુંબઈના વસઈની એક હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં સુરતના ગ્રીષ્માકાંડ જેવી ઘટના બની છે. એક યુવકે તેની પૂર્વ પ્રેમિકાને...
સ્વાતિ માલીવાલનો (Swati Malival) ઇન્ડી ગઠબંધનના (Indi Alliance) મોટા નેતાઓને પત્ર લખ્યો છે. માલીવાલે રાહુલ ગાંધીને મળવા માટેનો પણ સમય માંગ્યો છે....
પટનાઃ બિહારના પટના એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મળી છે. જે બાદ હોબાળો મચી ગયો છે....
સુરત: સંસાર છોડી સંન્યાસના માર્ગે વળેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાંક લંપટ સાધુ સંતોની રાસલીલા સામે હરિભક્તોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. આજે...
સુરત: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારનાં બેટ માં આશરે 1000 થી 1200 વિંઘા જમીન સરકારી અને આશરે...
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેજબાનીમાં ચાલી રહેલાં T20 વર્લ્ડ કપ 2024 પર મેચ ફિક્સિંગનો કાળો પડછાયો પડ્યો છે. વર્લ્ડ કપમાં રમી રહેલાં...
ગાંધીનગર: શિક્ષકોની કાયમી ભરતી કરવાના બદલે રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરવામાં આવતા આજે ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોએ...
સુરત: શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતએ ચાર્જ સંભાળ્યો ત્યારથી સતત પોલીસ બેડામાં બદલીઓ બાબતે ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ ચૂંટણીને કારણે બદલીઓ પર...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંગળવારે NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અંગે દાખલ અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી...
વાપી : વાપી નામધાથી એલસીબી ટીમે રીક્ષામાંથી દારૂના જથ્થા સાથે સુરતના બે ઈસમોને ઝડપી પાડ્યા હતાં. જેમાં બંને ઈસમોએ શરીરે દારૂની બાટલીઓ...
ગાંધીનગર: રાજયમાં અરબ સાગર પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમને પગલે ગુજરાતમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21...
લોડરહિલ : વેસ્ટઇન્ડિઝ અને એમરિકાની યજમાનીમાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની સફર પૂરી થતાંની સાથે જ તેમના કોચ ગેરી કર્સ્ટને ટીમને લઈને...
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં રાયબરેલી લોકસભા મતવિસ્તાર જાળવી રાખશે અને કેરળમાં તેમની વાયનાડ બેઠક ખાલી કરશે જ્યાંથી તેમનાં...
કોપનહેગન (ડેનમાર્ક): ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે, જ્યારે ચીને તેના અણુ શસ્ત્રો જાન્યુઆરી 2023માં 410થી વધારીને જાન્યુઆરી 2024માં 500...
નવી દિલ્હી: કેન્દ્રમાં મોદી. 3.0 સરકાર બન્યા બાદથી ભારતીય શેરબજારમાં ધૂમ તેજી જોવા મળી રહી છે. રોજ બજાર નવી ઊંચી સપાટીને સ્પર્શ...
સુરત: આખરે અડધો જૂન મહિનો પૂરો થયા બાદ સુરત શહેરમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. રાત્રિના અંધકારમાં કે વહેલી સવારે ઝાપટું કરીને અલોપ...
અમેરિકાનો ડોલર આજે વિશ્વની સૌથી મજબૂત કરન્સી ગણાય છે, તેનું કારણ અમેરિકાની સમૃદ્ધિ નથી, પણ તેણે ખનિજ તેલનું ઉત્પાદન કરતાં દેશો સાથે...
હમણાં બ્લડ ડોનેશન ડે ના દિવસે એક સરસ મેસેજ લખાવવા યુવાનોનું ટોળું પ્રોફેસર પાસે ગયું અને કહ્યું, ‘સર, બ્લડ ડોનેશન દિવસ માટે...
ઊંચા ગજાની ધારણા બાંધી હોવાથી, શિલા..શારદા..શૈફાલી. .જેવાં નામો મને તારો ઝામો પડે તેવાં નહિ લાગ્યાં. એટલે લાવ ‘શૈલી’ થી સંબોધનનો વઘાર કર્યો..!...
નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે. ગુજરાતમાં માતા પિતા બાળકના એડમિશન ( ડોનેશન આપીને એડમિશન મળે એટલે પ્રવેશ શબ્દ વાપર્યો નથી)...
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
વડોદરા : ફૂટપાથ બન્યા પાર્કિંગ સ્ટેન્ડ,ગેરકાયદેસર દબાણો ઉભા થતા લોકો રોડ વચ્ચેથી પસાર થવા મજબૂર
ફડણવીસ બનશે મહારાષ્ટ્રના ‘મુખ્યમંત્રી’?, આજે સસ્પેન્સનો અંત આવશેઃ સાંજે અમિત શાહ સાથે મિટિંગ
વડોદરા:રાજમહેલ રોડ પર કિર્તી સ્તંભ નજીક ગેસ લિકેજની ઘટના,લોકોમાં રોષનો માહોલ
શું રણનીતિ હતી! આભા થઈ જઈએ
અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
સધિયારો સાચા પ્રેમનો
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
અભિનેત્રીઓનું દેહપ્રદર્શન
આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?
આખરે શહેરમાં લાગેલાં ટ્રાફિક સિગ્નલોને સુરતીઓ ચુસ્તપણે અનુસરતાં થયાં છે. ચોક્કસપણે ચાલતાં રાહગીરોને તેનાથી લાભ થાય છે. વાહનચાલકોને ગંતવ્યસ્થળે પહોંચતાં 5 10 15 મિનિટનું મોડું પણ થાય છે, કેટલી જગ્યા ઉપર ટ્રાફિક સિગ્નલનુ સિનકરોનાઈઝેશન ન હોવાને લીધે પણ કેટલીક સમસ્યાઓ સર્જાય છે. હું જે સિગ્નલો પરથી પસાર થયો છું ત્યાંના નિરીક્ષણ પછી મને નીચે મુજબની સમસ્યાઓ ધ્યાનમાં આવી છે, જે લાગતા વળગતા સત્તાવાળાઓના ધ્યાનમાં લાવું છું.
૧. ટીમલિયાવાડ સર્કલ પરના ટ્રાફિક જંકશન પાસે ફોરવિલરોનું પાર્કિંગ થયેલું હોય છે. જે હયાત સાંકડા રસ્તાને વધુ સાંકડો કરે છે. ૨. અડાજણ ગામ ચાર રસ્તા અને અડાજણ પાટિયા ખાતે ચાર રસ્તા પરના કોર્નર પર જ લારી ગલ્લાઓનું દબાણ તથા રિક્ષાઓનો જમેલો હોય છે, જેથી ઘણી સમસ્યાઓ સર્જાય છે. ૩. લગભગ 90% ટ્રાફિક સિગ્નલો લગાવ્યાં છે ત્યાં મોટાં મોટાં સર્કલો આવેલાં છે.
૪. ટ્રાફિક સિગ્નલ પાસે જ બમ્પ આવેલા છે. આ બમ્પ જ્યારે ટ્રાફિક સિગ્નલ ન હતાં ત્યારે જરૂરી હતા પરંતુ હવે તે અડચણરૂપ બને છે. ૫. ઘણાં જંકશનો પર મોડી રાત્રે કે વહેલી સવારે પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ હોય છે કે જે ખરેખર જરૂરી હોતું નથી. આ સમસ્યાઓ ખરેખર ઉકેલી શકાય એવી છે ૧. મુખ્યત્વે જ્યાં મોટા ટ્રાફિક આઇલેન્ડ બનાવવામાં આવ્યા છે તેને દૂર કરવાની જરૂર છે અથવા તો નાના કરવાની જરૂર છે. ૨. જંકશન પરના જીબ્રા ક્રોસિંગ પાસે જ બમ્પને દૂર કરવામાં આવે તો ટ્રાફિકની ઝડપ વધારી શકાય.
૩. મોડી રાત્રેથી વહેલી સવાર સુધી સ્થાનિક જરૂરિયાત મુજબ સિગ્નલ બંધ કરવાની જરૂર છે. ૪. તમામ ચાર રસ્તાઓ પાસેના દબાણ તથા ગાડીઓના પાર્કિંગને હટાવવાની જરૂર છે. ૫. અઠવાડિયા કે પંદર દિવસે એક વાર ટ્રાફિક સિગ્નલના ભંગ બદલ મોકલેલા ઈ મેમોની વિગતો સ્થાનિક અખબારોમાં થોડા મહિનાઓ સુધી પ્રગટ કરવાથી શહેરીજનોમાં સ્વયં શિસ્ત આવી જશે. ૬. ઓવરલોડેડ રિક્ષાઓ તથા ચાર રસ્તા પર પાર્કિંગ થયેલ રિક્ષાઓને પણ ઈ મેમો મોકલાવીને તથા તેને સ્થાનિક અખબારોમાં માહિતી પ્રગટ કરાવવાથી રીક્ષાચાલકોમાં પણ સ્વયં શિસ્ત આવી શકે છે.
– ડો. હેમંત પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.