સુપ્રીમ કોર્ટે NEET-UG 2024ના કેસોને વિવિધ હાઈકોર્ટમાંથી ટ્રાન્સફર કરવા માટેની અરજીઓના સંબંધમાં કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ જારી કરી છે....
નવી દિલ્હી: હાલના દિવસોમાં રાજધાની સહિત દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીએ (Heat) તબાહી મચાવી છે. ત્યારે દિલ્હીમાં (Delhi) ગરમી જીવલેણ બની રહી...
સુરત: શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના પ્રયાસથી ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાનું પાલન શહેરીજનો કરતા થયા છે. હવે પોલીસ...
નવી દિલ્હી: થોડા સમય પહેલા જ અન્નુ કપુરની (Annu Kapoor) ફિલ્મ ‘હમારે બારાહ’ને (Hamare Barah) લઈને ઘણો વિવાદ થયો હતો. કારણ કે...
પટના: બિહારમાં અનામતનો વ્યાપ વધારવાના રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે. હાઇકોર્ટે અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના...
નવી દિલ્હી: NEET પેપર લીકનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. એક તરફ દેશની સૌથી મોટી કોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે તો...
નવી દિલ્હી: NEET વિવાદ વચ્ચે UGC-NET 2024ની પરીક્ષા રદ્દ (Exam cancelled) કરવામાં આવી છે. પેપર લીક થવાના સંકેતો બાદ શિક્ષણ મંત્રાલયે 18...
કોર્પોરેટર જાગૃતિ કાકા પણ તપાસમાં જોડાયા મધ્ય ગુજરાતના સૌથી મોટા સયાજી હોસ્પિટલમાં વિવિધ વિભાગ પાસે કેન્ટીન ચાલતી હોય છે. ત્યારે તાત્કાલિક વિભાગની...
નવી દિલ્હી: આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024 (ICC Men’s T20 World Cup 2024)માં સુપર 8નો રાઉન્ડ ચાલી રહ્યો છે. આજે તા....
નવી દિલ્હી: NEET પેપર લીક (NEET Paper Leak) કેસમાં ગુરુવારે મોટો ખુલાસો થયો હતો. આ કેસમાં આરોપી (Accused) અનુરાગ યાદવનું કન્ફેશન (Confession)...
સુરત: સુરતીઓ ખાવાના શોખીન છે. ખાસ કરીને રસ્તા કિનારે ઉભી રહેતી લારીઓ પર ચટાકેદાર નાસ્તા કરવામાં સુરતીઓને મજા પડે છે. સવારે ખમણ,...
સુરત: શહેરમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. સોમવારે તા. 20 જૂનની રાત્રે શહેરના ઉન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં ત્રણ તોફાનીઓ ઘૂસી...
દાહોદ જિલ્લામાં નકલી કચેરી, નકલી બિનખેતી હુકમ બાદ હવે શાળાના આચાર્યના નામની નકલી તપાસ અરજી સામે આવતા દાહોદ જિલ્લામાં નકલીની બોલબાલા શરૂ...
સુરત: અડધો જૂન મહિનો પૂરો થયા બાદ રહી રહીને આખરે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. વલસાડ શહેર તથા જિલ્લાના ઉમરગામ, કપરાડા તાલુકામાં...
પ્રતિનિધિ વડોદરા તા. 20 છાણી વિસ્તારમાં રિક્ષામાંથી ઉતરીને ચાલતા ઘરે જઈ રહેલા 65 વર્ષીય વૃદ્ધાના ગળામાં હાથ નાખીને ગઠિયો રુ.40 હજારની સોનાની...
નવી દિલ્હી: ભારતીય શેરબજાર (Indian stock market) આજે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં સ્થાનિક બજારમાં નોંધપાત્ર તેજી...
નવી દિલ્હી: તમિલનાડુના (Tamil Nadu) કલ્લાકુરિચી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અસલમાં અહીં ગેરકાયદેસર ઝેરીલો દારૂ (Poisoned Liquor) પીવાથી 30...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મગધની પ્રાચીન રાજધાની રાજગૃહીમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ દ્વારા વડા પ્રધાન મોદી આપણા પ્રાચીન વારસાને...
હાલની લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ, જેમાં મોદી સરકારના 99 ટકા મંત્રીઓ કરોડપતિ જેની સરેરાશ મિલ્કત રૂા. 107 કરોડ!! જ્યારે માણસાઈની વાત કરીએ...
પ્રતિનિધિ વડોદરા તા.20વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરતી વેળા મુસાફરોની ભીડનો લાભ લઈને કોઈ ગઠિયાએ મહિલાના રુ.2.28 લાખના સોનાના દાગીના ભરેલા...
એક જમાનો હતો જયારે ક્રિકેટ અને તે પણ આખા વર્ષમાં એક જ વાર કોઈ એક સ્થળે પાંચ દિવસની ટેસ્ટ મેચના સ્વરૂપમાં રમાતી....
ટ્રાફિકને લગતા કાયદાઓનો જે સરિયામ ભંગ ભારતમાં થઈ રહ્યો છે, તે વિશ્વમાં બેનમૂન છે. આ જ ભારતીયો જ્યારે દુબઈ, ઈગ્લેન્ડ, અમેરિકા જાય...
એક વાર ધસમસતા પ્રવાહ સાથે વહેતી નદીને પોતાના પ્રચંડ વેગ પર અભિમાન થયું કે મારામાં તાકાત છે એટલી કોઈનામાં નથી.ફળોને કોતરીને મારો...
‘જીવ્યા કરતાં જોયું ભલું’, ‘ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે’ જેવી કહેવતો ફરવાનો મહિમા દર્શાવે છે. ફરવાથી નવીન બાબતો નજરે પડે છે,...
ત્રણ પ્રકારનાં શાસકો હોય છે. પહેલો પ્રકાર એવાં શાસકોનો છે, જે પ્રસ્થાપિત વ્યવસ્થાને બદલી શકે છે અને બદલે છે. પોતાના કાર્યકાળ દરમ્યાન...
ગુજરાત સહિત પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ચોમાસું હજુ જામ્યું નથી અને ઉત્તર ભારતમાં તો હજુ પણ ઉનાળો જ ચાલી રહ્યો છે. ગરમીએ...
દાહોદ તા.૧૯ વિનોદ પંચાલ દાહોદ શહેરમાં એક સોનીની દુકાને બે અજાણી મહિલાઓ ખરીદી કરવા આવતાં જ્યાં દુકાનદારની નજર ચુકવી બે મહિલાઓ દ્વારા...
રતનપુરમાં રોગચાળાના ચોથા દિવસે 100 થી વધુ કેસો જોવા મળ્યા. પાઈપલાઈનથી પાણી વિતરણ બંધ કરાયું ગામની શાળામાં શરૂ સારવાર કેન્દ્ર ખાતે બુધવારે...
આણંદમાં બોગસ માર્કશીટ થકી વિદેશ મોકલવાનું વધુ એક નેટવર્ક પકડાયું આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરીઝમાં દરોડો...
ગેરકાયદે ધમધમતા કતલખાના બંધ કરાવવા હિંદુ સંગઠનોની માગણી દાહોદ : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગતરોજ ભગવાન શિવજીની મંદિરના પટાંગણની બહાર...
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
વડોદરા : ફૂટપાથ બન્યા પાર્કિંગ સ્ટેન્ડ,ગેરકાયદેસર દબાણો ઉભા થતા લોકો રોડ વચ્ચેથી પસાર થવા મજબૂર
ફડણવીસ બનશે મહારાષ્ટ્રના ‘મુખ્યમંત્રી’?, આજે સસ્પેન્સનો અંત આવશેઃ સાંજે અમિત શાહ સાથે મિટિંગ
વડોદરા:રાજમહેલ રોડ પર કિર્તી સ્તંભ નજીક ગેસ લિકેજની ઘટના,લોકોમાં રોષનો માહોલ
શું રણનીતિ હતી! આભા થઈ જઈએ
અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
સધિયારો સાચા પ્રેમનો
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
અભિનેત્રીઓનું દેહપ્રદર્શન
આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?
વિચારો તમારા માટે દરવાજો કોણ ખોલશે?
માતા આવી- જાગૃતિ લાવી
ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફ્લોપ જવાની પૂરેપૂરી સંભાવના છે
સુપ્રીમ કોર્ટે NEET-UG 2024ના કેસોને વિવિધ હાઈકોર્ટમાંથી ટ્રાન્સફર કરવા માટેની અરજીઓના સંબંધમાં કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ જારી કરી છે. કોર્ટે આ કેસોને લગતી હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર પણ સ્ટે મુકી દીધો છે. વધુમાં કોર્ટે મેઘાલયમાં NEET-UG પરીક્ષા માટે હાજર રહેલા વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી કરી છે જ્યાં ઉમેદવારોએ કથિત રીતે 45 મિનિટ ગુમાવી દીધી હતી.
અરજદારે 1,563 વિદ્યાર્થીઓના જૂથમાં જોડાવાની માંગ કરી હતી જેમને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા અને 23 જૂને પરીક્ષામાં ફરીથી હાજર થવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અંગેની સુનાવણી પણ 8મી જુલાઈએ નક્કી કરી છે. બીજી તરફ શિક્ષણ મંત્રાલયે પટનામાં આયોજિત NEET-UG 2024 પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અંગે બિહાર પોલીસના આર્થિક ગુના એકમ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. મંત્રાલયે બુધવારે કહ્યું કે ગ્રેસ માર્કસની ફાળવણી અંગેની ચિંતાઓ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે.
આ પહેલા પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી
મંગળવારે પણ સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 પરીક્ષા આયોજિત કરવામાં કોઈપણ બેદરકારી સામે કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને એસવીએન ભાટીની વેકેશન બેન્ચે ટિપ્પણી કરી હતી કે જો કોઈની તરફથી 0.001 ટકા બેદરકારી હોય તો તેની સાથે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. આ તમામ બાબતોને વિરોધી મુકદ્દમા તરીકે ગણવામાં આવવી જોઈએ નહીં.
વિદ્યાર્થીઓએ કથિત પ્રશ્નપત્ર લીક, ગ્રેસ માર્ક્સ આપવા અને પરીક્ષાના પ્રશ્નોમાં વિસંગતતા સંબંધિત મુદ્દા ઉઠાવ્યા છે. 5 મે 2024 ના રોજ નવી અરજીઓ પ્રાપ્ત થતાં સુપ્રીમ કોર્ટે NTAને નોટિસ જારી કરી અને 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો. આ અરજીઓ પર હાલની અરજીઓ સાથે 8મી જુલાઈએ સુનાવણી થશે.
5 મેની પરીક્ષા દરમિયાન થયેલી ગેરરીતિઓને કારણે અનેક અરજીઓમાં NEET-UG 2024ના પરિણામોને રદ કરવા અને પરીક્ષાનું નવેસરથી આયોજન કરવાની માંગ કરવામાં આવી છે. જો કે NTA એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે 1,563 ઉમેદવારોના સ્કોરકાર્ડને અમાન્ય કરી દેશે જેમણે પરીક્ષામાં વિક્ષેપને કારણે “ગ્રેસ માર્ક્સ” મેળવ્યા છે જેનાથી તેઓ ફરીથી પરીક્ષા આપી શકશે.