Top News

More Posts

   The Latest

Most Popular

બસપા સુપ્રીમો માયાવતીએ આકાશ આનંદને ફરી એકવાર તેમના અનુગામી જાહેરા કર્યા છે. સાથેજ આકાશ બસપાના રાષ્ટ્રીય સંયોજક પણ બન્યા છે. સોમવારે લખનૌમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. માયાવતીએ આ જ પદ આકાશ આનંદને પાછું સોંપ્યું છે. આ અવસર પર માયાવતીએ કહ્યું કે, બસપા આવનારી ચૂંટણીમાં મજબૂતીથી લડતી જોવા મળશે. આ ઉપરાંત તે કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કરવા જઈ રહી નથી. તે એકલા હાથે ચૂંટણી લડશે.

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીની તેમના ભત્રીજા આકાશ આનંદ સાથેની નારાજગી દૂર થઈ ગઈ છે. BSP વડા માયાવતીએ લોકસભા ચૂંટણીમાં હાર બાદ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજી હતી. સભામાં ભત્રીજા આકાશે માયાવતીના ચરણ સ્પર્શ કર્યા હતા.

ચૂંટણી વખતે પદ પરથી હટાવવામાં આવ્યા હતા
લોકસભા ચૂંટણી દરમિયાન તેમના એક ભાષણ બાદ માયાવતીએ તેમને આ પદ પરથી હટાવી દીધા હતા. ત્યારે માયાવતીએ કહ્યું હતું કે તેમને કોઈ અનુભવ નથી. હવે તેઓએ અનુભવ મેળવવો પડશે.

એક દિવસ પહેલા સ્ટાર પ્રચારક બન્યા હતા
BSP સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને ઉત્તરાખંડ અને પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના સ્ટાર પ્રચારક બનાવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હારને લઈને રવિવારે યોજાયેલી સમીક્ષા બેઠક પહેલા તેમના નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો હતો. આ નિર્ણયથી સંકેત મળી ગયો હતો કે આકાશ આનંદ સક્રિય રાજકારણમાં પાછા ફરવા જઈ રહ્યા છે.

To Top