Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: કેન્યામાં (Kenya) સરકારના ટેક્સ વધારાના (Tax increase) વિરોધમાં કેન્યાના હજારો લોકો હિંસક વિરોધ (Violent protest) કરી રહ્યા છે. ત્યારે નૈરોબીમાં આ હિંસામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. આવી સ્થિતિમાં ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ આફ્રિકન દેશમાં સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવેરા વધારા સામે હિંસક વિરોધ વચ્ચે ભારતે કેન્યામાં રહેતા ભારતના નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અને બિનજરૂરી હિલચાલને પ્રતિબંધિત કરવાની સલાહ આપી હતી. અસલમાં મંગળવારે કેન્યાની સંસદમાં હજારો લોકો ઘૂસી ગયા હતા અને વિરોધ દર્શાવતા સંસદનો એક ભાગ સળગાવી દીધો હતો. તે પછી પોલીસે ટીયર ગેસ અને રબર ગોળીઓ ચલાવી હતી. ત્યારે કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ મંગળવારે “હિંસા અને અરાજકતા” સામે કડક વલણ અપનાવવાનું વલણ દર્શાવ્યું હતું.

ભારતીય હાઈ કમિશને એડવાઈઝરી જારી કરી છે
કેન્યામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલી એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે “જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી વિરોધ અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં જવાનું ટાળો. કૃપા કરીને અપડેટ્સ માટે સ્થાનિક સમાચાર અને મિશનની વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સને અનુસરો.”

જણાવી દઇયે કે કેન્યામાં પોલીસની મદદ માટે સેના તૈનાત કરવામાં આવી છે. તેમજ પ્રદર્શનકારીઓ સામે ટીયર ગેસ, વોટર કેનન અને રબર બુલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે એમ્નેસ્ટી કેન્યા સહિત અનેક એનજીઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને 31 લોકો ઘાયલ થયા હતા.

પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ રુટો પર આરોપ લગાવી રહ્યા છે
કેન્યાની સંસદે ટેક્સ વધારવાનો પ્રસ્તાવ ધરાવતું વિવાદાસ્પદ બિલ પસાર કર્યા બાદ કેન્યાની રાજધાની નૈરોબી અને દેશભરના અન્ય શહેરોમાં હિંસક અથડામણો અને પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ કેન્યાના રાષ્ટ્રપતિ રુટો પર 2022માં રાષ્ટ્રપતિ બન્યા બાદ જનતા સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે રુટોએ ગરીબોને મદદ કરવાનું વચન આપ્યું હતું. તેમણે ટેક્સ ન વધારવા અને લોનની કિંમતમાં ઘટાડો કરવા માટે સરકારના નવા ફાઇનાન્સ બિલને સંપૂર્ણપણે ફગાવી દેવાની વાત કરી હતી. પરંતુ તેમણે આવું કશું જ કર્યું નથી. જેના કારણે આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

To Top