નવસારી : હાંસાપોર ગામની જમીન (Land) પચાવી પાડવા મોગાર ગામના પિતા-પુત્રએ જમીન માલિક મહિલાને ધમકાવી જાનથી મારી નાંખવાની ધમકી (threat) આપતા મામલો...
સુરત : (Surat) ઉમરવાડા ખાતે રહેતા અને કાપોદ્રામાં રોડ પર કાપડનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ફેરિયા પાસેથી દુબઈ વર્ક પરમિટના નામે...
રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ (Russia Ukraine Controversy)વધુ ઘેરાતો જાય છે. હાલમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ રશિયા ગમે ત્યારે...
સુરત: (Surat) પાસોદરાની 21 વર્ષીય યુવતી ગ્રીષ્માની (Grishmamurder) સરાજાહેર ગળું કાપી હત્યા કરનાર ફેનિલની (Fenil) પૂછપરછમાં એક બાદ એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ...
બિહાર રાજ્યના બેતિયા રેલવે સ્ટેશનની બહાર બાળપણથી ભીમ માંગતા એક ડિજીટલ ભિખારી ગુગલ પે, ફોન-પે, ઇ વોલેટનો ઉપયોગ કરી તમારી પાસે છુટા...
સુરત શહેર જે સ્વચ્છતામાં સમગ્ર દેશમાં બીજો ક્રમ પ્રાપ્ત કરે છે તેમાં સામાન્ય જનતાનું એવું સ્પષ્ટ માનવું છે કે શહેરના અમુક વિસ્તારોને...
આપણે સહુ આખું વર્ષ વિવિધ દિવસોની ઉજવણી કરીએ છીએ. જેવા કે મધર્સ ડે, ફાધર્સ ડે, ફ્રેન્ડશીપ ડે, વેલેન્ટાઈન ડે, ચૉકલેટ ડે, રોઝ...
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. એજન્સીની તપાસમાં સામે આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમે...
સુરત: સુરત મેટ્રોની (Surat Metro) કામગીરી ધમધમી રહી છે. GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા કામગીરી પૂરજોશમાં ચાલુ રાખવા માટે એક પછી...
સુરત: સુરત(surat )ની ” સૂરત ” દિવસને દિવસે બગડી રહી છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. હાલમાં જ...
ગાંધીનગર: પાટીદર આંદોલનને (Patidar movement) સમર્થન આપનાર અને કોંગ્રેસના (congress) કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આંદોલન સમયના...
તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોળમી જાન્યુઆરીને સ્ટાર્ટ અપ ઇન્ડિયા ડે તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ઐતિહાસિક પગલું...
કર્ણાટક: કર્ણાટકના (Karnataka) શિવમોગામાં (shivamoga) હિજાબના વિવાદ (Hijab vivad) વચ્ચે બજરંગ દળના (Bajrang Dal) કાર્યકરની છરીના ઘા મારીને હત્યા (Murder) કરાઈ હોવાની...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસની (Congress) કામગીરીથી નારાજ થઈને પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસના દિગજ્જ નેતા જયરાજસિંહ પરમાર (Jayrajsinh...
સુરત: (Surat) પાટીદાર આગેવાન કરૂણેશ સામે ગ્રીષ્માના (Grishma) પરિવારજનો દ્વારા અપાયેલી ફરિયાદ બાદ તેની પૂછપરછ સીટ દ્વારા કરવામાં આવી છે. એસીપી વનારે...
સુરત: (Surat) પાસોદરા ખાતે રહેતા રત્નકલાકાર સાયબર પોલીસ (Cyber Police) તથા લોકલ પોલીસના સાયબર અવરનેસ કાર્યક્રમમાં ભાગ લીધા પછી તેમનાથી પ્રભાવિત થયો...
સુરત: (Surat) સરથાણામાં અઠવાડિયા પહેલા કાર લૂંટની (Car Loot) ઘટનામાં યુ-ટર્ન આવ્યો છે. પાંડેસરામાં રહેતા યુવકે દેવુ ચૂકતે કરી દેવા માટે વતનથી...
બ્રિટનમાં (Britain) ચાલી રહેલા તોફાન વચ્ચે ભારતીય પાયલટે (Pilot) જે બહાદુરી બતાવી છે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. વિમાનના (Plane) લેન્ડિંગ...
સુરત: (Surat) પાસોદરાની ગ્રીષ્માની હત્યા (Grishma Murder) ઘટનાના પડઘા એવા પડ્યા છે કે પોલીસ (Police) દોડતી થઈ ગઈ છે. આગામી થોડા દિવસો...
કિવ: યુક્રેનમાં (Ukrain) તણાવ સતત વધી રહ્યો છે અને સુરક્ષાની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. યુક્રેનમાં લગભગ 20 હજાર ભારતીયો...
સુરત: (Surat) દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યુ છે કે કોર્ટમાં (Court) ગીષ્માની હત્યાના (Murder) દોઢસો કરતા વધારે પૂરાવા મૂકવામાં આવ્યા છે....
સુરત: (Surat) ગ્રીષ્મા હત્યા કાંડમાં એક પછી એક નવી વાતો જાણવા મળી રહી છે. ફેનિલ ગ્રીષ્માની (Grishma) હત્યા માટે પહેલેથી જ પૂરી...
વલસાડ : વલસાડ (valsad) નગર પાલિકાના (municipality) અંધેર વહીવટની પોલ ખોલને લોક જાગૃતિ હેઠળ 1 માર્ચથી 15 માર્ચ સુધી બતાવવા મંજૂરી મેળવવા...
સુરત : ઓડિસ્સાથી ટ્રેન (Train) મારફતે સુરતમાં (Surat) લાવવામાં આવતા ગાંજાના જથ્થાને મહિધરપુરા પોલીસે રેલવે સ્ટેશનના (Police Railway Station) ટેક્સી પાર્કિંગમાંથી (Parking)...
આપણે મોટેભાગે જોતાં હોઈએ છે કે લોકો પોતાના પગમાં (Leg) કાળો દોરો બાંધતાં હોય છે. આ કાળો દોરો બાંઘવા પાછળનું કારણ (Reason)...
ગાંધીનગર: રાજકોટના (Rajkot) 75 લાખના તોડ પ્રકરણમાં રાજકોટના પોલીસ (Police) કમિશ્નર મનોજ અગ્રવાલ (Manoj Agarwal) હવે ગાંધીનગર (Gandhinagar) ડીજીપી વિકાસ સહાય સમક્ષ...
ષ્મા વેકરિયા, આખા સુરતની દીકરી છે અને આખા સુરતને જ નહીં પણ આ કેસને જાણનારા એકેએક જણને પોતાની આસપાસની દીકરીઓની ચિંતા હવે...
નેહરુના ભારતની અવદશા જુઓ! આજે નેહરુના ભારતની લોકસભામાં અડધોઅડધ સભ્યો ગુનાખોરીના આરોપી છે અને કેટલાક સામે તો ખૂન અને બળાત્કાર જેવા ગંભીર...
મર્યાદિત ઓવરોની સીરિઝ રમવા માટે ભારતના પ્રવાસે આવેલી વેસ્ટઇન્ડિઝની ટીમ સામે અમદાવાદમાં રમાયેલી બીજી વન ડે દરમિયાન ભારતીય ટીમ મેનેજમેન્ટે એક એવો...
હિન્દુ-મુસ્લિમ વિવાદ આપણો પીછો છોડી રહ્યો નથી. કોઈને કોઈ સ્વરૂપે આ વિવાદ સતત ચાલતો રહે છે. જેમ હિંદુ-મુસ્લિમમાં રહેલાં ભેદ હંમેશા વિવાદમાં...
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
નવસારી : હાંસાપોર ગામની જમીન (Land) પચાવી પાડવા મોગાર ગામના પિતા-પુત્રએ જમીન માલિક મહિલાને ધમકાવી જાનથી મારી નાંખવાની ધમકી (threat) આપતા મામલો વિજલપોર પોલીસ મથકે (Police station) નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, સુરત ભટાર ઉધના મગદલ્લા રોડ રાજ રાજેશ્વર સોસાયટીની બાજુમાં પિતૃછાયામાં પ્રતિમાબેન વિપુલભાઈ સોલંકી તેમના પરિવાર સાથે રહે છે. ગત ૨૦૦૭માં પ્રતિમાબેનના પતિ વિપુલભાઈએ જલાલપોર તાલુકાના હાંસાપોર ગામે આવેલી નવો બ્લોક નં. ૬૬૧ વાળી ખેતીની જમીન વેચાણથી રાખી હતી. પરંતુ ગત ૨૦૧૪માં વિપુલભાઈનું અવસાન થતા પ્રતિમાબેન તે જમીન ઉપર ખેતી કરી ગુજરાન ચલાવતા છે. ગત ૨૯મી જાન્યુઆરીએ પ્રતિમાબેન અને તેના પુત્રો હાંસાપોર ગામે આવેલી જમીન ઉપર ગયા હતા. જ્યાં નવસારીના મોગાર ગામે રહેતા વિક્રમસિંહ મહીડા તેમની જમીન ઉપર ઉભા હતા. તેમને જમીનમાં તાર ફેન્સીંગ તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી ખેતરમાં ટ્રેક્ટર ઉભું રાખ્યું હતું. જેથી પ્રતિમાબેને પોલીસને ફોન કરતા તેઓ નાસી ગયા હતા. જે બાબતે પ્રતીમાબેને જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ગત ૧૨મીએ પ્રતિમાબેન તેમના પુત્રો અને કામ ઉપર રાખેલા જીતુભાઈ વસાવાની સાથે તાર ફેન્સીંગનું કામ કરાવવા માટે તેમજ જાહેર ચેતવણી બોર્ડ લગાવવા ગયા હતા અને કામ ચાલુ કર્યું હતું. ત્યારે વિક્રમસિંહ મહીડા, તેમનો પુત્ર અને અન્ય ૨ અજાણ્યાએ ગેરકાયદેસર પ્રવેશ કરી પ્રતિમાબેન અને તેમના પુત્રો સાથે બોલાચાલી કરી ‘આ જમીનનો માલિક હું છું, તમે અહીંથી જતા રહો’ કહેતા પ્રતીમાબેને આ જમીન મારા પતિએ વેચાણથી રાખી છે અને ૭/૧૨ ના રેવન્યુ રેકર્ડમાં અમારૂ નામ ચાલે છે. જેથી જમીનમાં અમે માલિક મુખત્યાર કબ્જેદાર તરીકે ચાલી આવેલા છે. તેમ જણાવતા વિક્રમસિંહ મહિડાના પુત્ર તેમજ અન્ય ઇસમે પ્રતિમાબેનને અપશબ્દો બોલી ઉશ્કેરાઈ જઈ અહીંથી ચાલ્યા જાઓ નહી તો જાનથી હાથ ધોવા પડશે અને આજ જમીનમાં દાટી દઈશું, મારી ઘણી મોટી રાજકીય વગ છે. મારો ભાઈ એડવોકેટ છે. એટલે મારૂ કોઈ કઈ બગાડી શકે તેમ નથી અને મારી પોલીસમાં પણ ઉપરના લેવલના અધિકારી સુધી ઓળખાણ છે. તેવી ધમકીઓ આપતા પ્રતિમાબેન અને તેમના પુત્ર ગભરાઈ ગયા હતા અને ત્યાંથી જતા રહ્યા હતા.
પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાંખીશું
બાદમાં વિક્રમસિંહ, તેમનો પુત્ર અને અન્ય બે અજાણ્યા ઈસમો લાકડાનો ફટકો, દાતરડું, પાવડ, કોયતો જેવા હથિયારો લઈને પ્રતિમાબેન અને તેમના પુત્ર તરફ એકદમ ધસી આવતા તેઓ ગાડીમાં બેસી ગયા હતા. અને વિક્રમસિંહ સહિતના લોકોએ ગાડીને ઘેરી લઈ તમે લોકો જો પોલીસ ફરિયાદ કરશો તો અમે તમને લોકોને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે પ્રતીમાબેને વિજલપોર પોલીસ મથકે વિક્રમસિંહ, તેમનો પુત્ર અને અન્ય ૨ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. રાજેન્દ્રસિંહને સોંપી છે.