Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી (New Delhi): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) મોહન ભાગવતે (Mohan Bhagwat) પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના (West Bengal Assembly Elections) માહોલ વચ્ચે ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને (Mithun Chakraborty) મળ્યો છે. બંને વચ્ચે આ બેઠક મુંબઇમાં થઈ હતી. RSSના વડા મોહન ભાગવત જાતે મંગળવારે સવારે મુંબઈમાં મિથુન ચક્રવર્તીના ઘરે પહોંચ્યા હતા. બંને વચ્ચેની આ બેઠક સવારે થઇ હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મિથુન નાગપુર ગયા હતા અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને મળ્યા હતા, ત્યારબાદ તેમને મુંબઈમાં તેમના ઘરે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે જ્યારે બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ (BJP) એક ચહેરો શોધી રહ્યો છે, આવી સ્થિતિમાં આરએસએસ પ્રમુખની અભિનેતા મિથુન ચક્રવર્તી સાથેની આ બેઠક પણ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે, બંગાળની ધરતી પર જન્મેલા મિથુન દાની પ્રોફાઇલમાં ડિસ્કો ડાન્સરથી લઈને સામાજિક કાર્યકર અને રાજકારણી સુધીના અનુભવો શામેલ છે. તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે તૃણમૂલ કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. હવે જ્યારે મમતા બેનર્જીની TMCના ઘણા વરિષ્ઠ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, મિથુન ચક્રવર્તી પણ પાર્ટીમાં જોડાય એવુ લાગે છે. જણાવી દઇએ કે અભિનેતા મિથુન ચક્રવર્તીએ બે વર્ષ સાંસદ બન્યા બાદ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

હવે જ્યારે બંગાળમાં ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપ જીતવાની દરેક તૈયારીઓ કરી ચૂક્યુ છે. ભાજપ પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે સ્થાનિક ચહેરો શોધી રહ્યો છે, તો મિથુન સાથે આરએસએસના વડાની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમિત શહે થોડા દિવસો પહેલા સ્પષ્ટતા કરી હતી કે જો ભાજપ બંગાળમાં જીતશે તો અહીં મુખ્યમંત્રી બનનાર બંગાળનો જ હશે. અત્યાર સુધી BCCIના પ્રમુખ અને ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી (Sourav Ganguly) વિશે રાજકીય અટકળો ચાલી રહી છે, પરંતુ તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારથી આ અટકળો બંધ થઇ છે.

બીજી તરફ ભાજપ સતત દાવો કરે છે કે તેઓ બંગાળની ચૂંટણીમાં બંગાળનો ચહેરો રાખશે. મમતા બેનર્જીના (West Bengal CM Mamta Banerjee) શાસનને પછાડવાનો દાવો કરનાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ બંગાળની ધરતીના નેતાને ભાજપ કમાન્ડ આપશે. આ જ કારણ છે કે જ્યારે બંગાળના રાજકારણમાં હાંસિયામાં મુકાયેલી ભાજપ આ ચૂંટણીમાં સંપૂર્ણ તાકાતે બહાર આવી રહી છે, ત્યારે તે એવા ચહેરાની પણ શોધમાં છે જેને તે મુખ્યમંત્રી બનાવી શકે. જો કે, મોહન ભાગવત અને મિથુન ચક્રવર્તીની બેઠક કેવી રહી એ અંગે માહિતી મળી નથી.

To Top