Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: (Vadodra) વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન એક સભાને સંબોધિત કરતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અચાનક ઢળી પડ્યા હતા. ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવ્યા હતા અને તેઓ નીચે પડ્યા હતા. જોકે તેમના સિક્યોરિટીએ તેમને તરત જ પકડી લીધા હતા. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM Vijay Rupani) વડોદરામાં પ્રચાર કરી રહ્યા હતા. હાલમાં CMની તબિયત સુધારા પર છે અને બ્લડ પ્રેશર ઘટી જતા તેઓને ચક્કર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત ગઇ કાલથી જ સારી ન હતી. ભાજપના (BJP) સૂત્રો અનુસાર હવે CM વિજય રૂપાણીની તબિયત સારી છે અને જરૂરી સારવાર આપ્યા બાદ વિજયભાઇ પોતે ચાલીને પોતાની કાર તરફ ગયા હતાં.

વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન મુખ્યમંત્રી સ્ટેજ પર સભા સંબોધવા માટે આવ્યા ત્યારે અચાનક તેઓની તબિયત લથડવાના કારણે તેઓ પડી ગયા હતા. જો કે તેમના સિક્યુરિટી ગાર્ડે તેમને પકડી લીધા હતા. પરંતુ સિક્યુરિટી જવાનો તેમને પકડે તે પહેલા જ તેઓ નીચે પટકાયા હતા. તત્કાલ તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરાની સભાને સંબોધિત કરતા મોટી જાહેરાત કરી હતી. સી.એમ. રૂપાણીએ સભા સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં લવજેહાદ પર કાયદો આવશે અને આગામી વિધાનસભામાં લાવવામાં આ કાયદો લાવવામાં આવશે. આવનાર દિવસોમાં કડક કાયદો બનાવાશે. પરંતુ આ દરમિયાન CM વિજય રૂપાણીની તબિયત લથડી ગઇ હતી અને ચાલુ ભાષણ દરમિયાન તેઓને ચક્કર આવવા લાગ્યા હતા. જેથી સિક્યોરિટી જવાનોઓ CMની મદદે આવી પહોંચ્યા હતા અને તેમને પકડી લીધા હતા. પરંતુ વિજય રૂપાણી સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરામાં મોરચો સંભાળી કોંગ્રેસનો ગઢ ગણાતા તરસાલી, કારેલીબાગ અને નિઝામપુરામાં જાહેરસભા સંબોધવા પહોંચ્યા હતા. જોકે વડોદરામાં ચાલુ સભાએ મુખ્યમંત્રી બોલતા બંધ થઇ ગયા હતા જેનો આભાસ સિક્ટોરિટી જવાનોને થઇ ગયો હતો અને તેઓ તાત્કાલિક મુખ્યમંત્રીની મદદે પહોંચી ગયા હતા. હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઇ રહી છે.

To Top