ગ્રાહકો સાથે મળી નકલી દાગીનાને શુદ્ધ ગણાવ્યા; વારસિયા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો વડોદરા : સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ન્યુ...
શહેરભરમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવાની કામગીરી વચ્ચે આજે સુરત મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા કોટ વિસ્તારમાં ધારાસભ્ય અરવિંદ રાણાનાં ઘર પાસે...
સંસદના શિયાળુ સત્રમાં ઘણા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. બંને ગૃહોમાં SIR, BLO મૃત્યુ અને ઈન્ડિગો કટોકટીના મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે....
ગાંધીનગર: કેન્દ્રિય ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી...
ગાંધીનગર: આધુનિક યુગના માછીમારી બંદરો હવે માત્ર નૌકાઓના અવરજવર માટેના સ્થિર માળખા નથી. તેઓ દરિયાઈ આજીવિકા, નિકાસ, સમુદાય સમૃદ્ધિ અને રાજ્યના બ્લુ...
ગાંધીનગર: હમણાં જ આપણી વચ્ચેથી કેન્દ્રિય ગૃહ મંત્રી ગયા..આપણે બધાં જ તેમને ઓળખીએ છીયે, ચાણકય તરીકે…તેઓ છે પણ ચાણકય … કોને આગળ...
અમદાવાદ: દ્વારકામાં આખલાઓના ત્રાસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીની પ્રાથમિક સુનાવણીમાં હાઇકોર્ટે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર...
અમદાવાદ: અમદાવાદમાં એક રિક્ષાવાળા ભાઈએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું હતું કે પોલીસ વહીવટદાર દ્વારા દર મહિને રીક્ષાનો રૂ. 1,000નો હપ્તો વસૂલાય છે અને...
ગાંધીનગર: સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ અંતર્ગત ખાસ એક્શન પ્લાન...
સુરત : સુરતના નાનાવરાછા વિસ્તારમાં આવેલી એકતાનગર સોસાયટીમાં રવિવારે રાત્રે અહીંના માથાભારે ઇસમે સાગરિતો સાથે મળીને બુટલેગર પર હિંસક હુમલો કર્યો હતો....
ગાંધીનગર: દેશભરમાં જુદી જુદી બેંકોમાં મ્યૂલ એકાઉન્ટ ખોલાવીને સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી 719 કરોડ રૂપિયાની ઠગાઈ કરતી...
ગાંધીનગર : રાજયમાં આજે સોમવારે રાજયમાં કચ્છના નલિયામાં ઠંડીમાં વધારો થયો છે. ખાસ કરીને રાજયમાં આજે સોમવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. કચ્છના...
અમદાવાદ: સાબરમતી સ્ટેશન પર ચાલુ નિર્માણ કાર્ય તથા બ્લોક લેવાતાં હોવાથી આ ટ્રેન તારીખ 16.12.2025 થી 15.06.2026 દરમિયાન ગાંધીગ્રામ અને સાબરમતી સ્ટેશનો...
ગાંધીનગર: અજાણ્યા શખ્સો દ્વારા વોટ્સએપના માધ્યમથી શેરબજારમાં રોકાણ કરવા માટે લલચાવીને રોકાણ કરાવી 26.66 કરોડની છેતરપિંડી કરતી ગેંગના સાત સાગરીતની સ્ટેટ સીઆઈડી...
છતરપુર જિલ્લાના ખજુરાહોમાં એક હોટલમાં ડિનર લીધા બાદ ત્રણ કર્મચારીઓના ફૂડ પોઇઝનિંગથી મૃત્યુ થયા હતા અને પાંચ અન્ય લોકોની હાલત ગંભીર છે....
ઇન્ડિગોમાં ચાલી રહેલા મોટા ઓપરેશનલ કટોકટી વચ્ચે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ એરલાઇન સામે કડક કાર્યવાહી કરી છે. મંત્રાલયે તેને તેની શિયાળુ...
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીને નોટિસ ફટકારી છે. સ્પેશિયલ જજની કોર્ટે સોનિયા ગાંધીને 1980માં ભારતીય...
IPL 2026 સીઝન માટે ખેલાડીઓની હરાજીની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી આ હરાજીમાં કુલ 350 ખેલાડીઓ...
1265 લોકોની વસતી ધરાવતા મોતાલી ગામમાં 73.45 ટકા લોકો સાક્ષર, મોતાલી ગ્રામ પંચાયતમાં લાઈટની બચત માટે સોલાર રૂફટોપ સિસ્ટમ ઉપલબ્ધ અંકલેશ્વર તાલુકાથી...
રસોડું જ આપણું સાચું દવાખાનું છે દવાખાને જવાની જરૂર નથી!દાદીમાનું વૈદું પેટનાં દર્દો વાસ્તે…! અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો,...
ઝઘડિયા,તા.9 ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થતા ભારે અફડાતફડી મચી ગઈ હતી.આ દુર્ઘટનામાં કેટલાક કામદારો ઇજાગ્રસ્ત...
બ્રિટનમાં ભારતીયોની વસ્તી ધરાવતા લેસ્ટરમાં ભારતીયોની પાન-માવા ખાઈને પિચકારી મારવાની કુટેવને કારણે અહીંના સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે એટલે લેસ્ટર કાઉન્ટીએ થૂકવા...
અમે વર્ષોથી ‘ગુજરાતમિત્ર’ વાંચીએ છીએ. લગભગ 54 વર્ષ થવાના મને પણ મારા પતિદેવ તો એ પહેલાંથી જ સુરતમાં વાંચતા હતાં. લખવાનું કારણ...
માનવસમાજમાં ફેલાયેલા દુ:ખદાયક અંધકારને સાચા જનસેવકો, આધ્યાત્મિક મહાપુરુષો, સાચા જ્ઞાની વિદ્વાનો, દાનેશ્વરીઓ દ્વારા સમયાંતરે યથાશક્ય દૂર થતો જોવાય છે. બિલીમોરામાં હાલમાં યોજાઈ...
એક માણસ કામ મેળવવા ભટકી રહ્યો હતો પણ તેને કોઈ કામ મળતું ન હતું. ત્યાં પાછળથી એક બૂમ સંભળાઈ કે મજૂર જોઈએ...
વિકરાળ સ્વરૂપ લેતા આગ ઉપરના માળ સુધી પહોંચી : દાંડિયાબજાર ફાયર સ્ટેશનના જવાનોએ કુલિંગ સાથે આગ પર કાબુ મેળવ્યો : ( પ્રતિનિધિ...
બેડરૂમથી બાથરૂમ સુધી જવાની મારી તાકાત નહિ, પણ શૈલીએ નેપાળના મહાદેવની બાધા રાખેલી. એટલા માટે કે, એનું પિયર જ નેપાળ..! જેથી બાધાને...
એરબેગ ખુલી જતા ચાલકનો આબાદ બચાવ,સામાન્ય ઈજા કારને મોટું નુકસાન,સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન : ( પ્રતિનિધિ )વડોદરા,તા.9 વડોદરા...
પ્રથમ સેમેસ્ટર પૂરું થયું . પ્રથમ સેમની પરીક્ષાઓ ચાલુ થઇ અને છતાં ગુજરાતની કોલેજોમાં પ્રથમ વર્ષમાં એડમીશન ચાલુ છે . છેલ્લા વર્ષો...
( પ્રતિનિધિ )વડોદરા,તા.9 વડોદરા શહેરમાં પાણીની લાઈનોમાં ભંગાણ પડવાનો યથાવત રહેવા પામ્યો છે. બીજી તરફ પાલિકાની પણ ઘોર બેદરકારી સામે આવી રહી...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
ગ્રાહકો સાથે મળી નકલી દાગીનાને શુદ્ધ ગણાવ્યા; વારસિયા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો
વડોદરા : સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ન્યુ વી.આઇ.પી. રોડ પર આવેલી અર્થ આઇકોન બિલ્ડિંગની શાખામાં ખોટા દાગીનાને સાચા ગણાવીને બે ગ્રાહકોને ₹13.53 લાખની લોન અપાવવાના મામલે બેન્કના નિયુક્ત સોનાના વેલ્યૂઅર અને બે એકાઉન્ટ હોલ્ડર વિરુદ્ધ વારસિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ન્યુ કારેલીબાગ સ્થિત પંચમ બ્લોસમ સિદ્ધનાથ પ્લેનેટની બાજુમાં રહેતા અને બેન્કના મેનેજર સૌરભ દિનેશપ્રસાદ શાહે આ અંગે વારસિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમની શાખા દ્વારા ગ્રાહકોને ગોલ્ડ લોન યોજના હેઠળ લોન આપવામાં આવે છે. આ યોજના માટે બેન્કે છાણીના પિતૃછાયા ગામ કૂવા પાસે રહેતા અને પટોડિયા પોળની શ્રીનાથજી ચેમ્બરમાં શ્રદ્ધા જ્વેલર્સ નામની દુકાન ધરાવતા દિલીપકુમાર નટવરભાઇ સોનીની મૂલ્યાંકનકાર તરીકે નિમણૂક કરી હતી.
લોન યોજના મુજબ એક વર્ષની મુદત પૂરી થતાં, બંને ગ્રાહકો જીગ્નેશ સોની અને રફીક મલેકને દાગીનાના ફરીથી મૂલ્યાંકન માટે હાજર થવા માટે નોટિસ અને રિમાઇન્ડર આપવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા.
આથી, બેન્ક દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં બેન્ક અધિકારીઓ, ગોલ્ડ મૂલ્યાંકનકાર સંદિપ એચ. સોની અને દિલીપ સોની પોતે હાજર હતા. વીડિયોગ્રાફી સાથે સોનાના દાગીનાના પેકેટ ખોલીને ચેક કરવામાં આવતાં, નવા મૂલ્યાંકનકાર સંદિપ સોનીએ સ્પષ્ટ કર્યું કે ગીરવે મુકાયેલા દાગીના નકલી હતા.
તપાસમાં સામે આવ્યું કે, વેલ્યૂઅર દિલીપ સોનીએ ગ્રાહકો જીગ્નેશ અને રફીક સાથે મળીને દાગીના ખોટા હોવાની જાણ હોવા છતાં, તે શુદ્ધ હોવાનો ખોટો અહેવાલ આપીને બેન્ક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
આ સમગ્ર મામલે વારસિયા પોલીસે દિલીપકુમાર નટવરભાઇ સોની, જીગ્નેશ હસમુખભાઇ સોની, અને રફીક અસરફભાઇ મલેક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.