Top News

More Posts

   The Latest

Most Popular

બોડેલી, ઢોકલીયા, અલીખેરવા, ચાચક, ઝાંખરપુરાનો સમાવેશ કરવામાં આવ્યો



બોડેલી: છોટાઉદેપુર જીલ્લાનું ઔધ્યોગિક હબ ગણાતા બોડેલી નગરમાં આજે ખુશીનો માહોલ છવાયો હતો. બોડેલી તથા તેની આસપાસનાં ચાર ગામોની કુલ ચાર પંચાયત તથા એક ગામને લઈ ને આજરોજ બોડેલી નગરપાલિકા બનાવાનું જાહેર નામું પ્રસીધ્ધ કરવામાં આવ્યું હતું. જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા જ સમગ્ર બોડેલી પંથકમાં ખુશીનો માહોલ છવાયો હતો
આજરોજથી બોડેલી ગામને નગરપાલિકા તરીકેની ઓળખ મળી છે.

બોડેલી, અલીખેરવા, ચાચક, ઢોકલીયા તથા ઝાંખરપુરા એમ પાંચ ગામો મળી નગર પાલિકા બનાવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા જાહેરનામું બહાર પાડી આજરોજ આ મહત્વ ની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાતમાં
મામલતદાર, બોડેલીની વહીવટદાર તરીકે નીમણુંક થઈ છે.

વિકાસની હરણફાળ ભરતાં બોડેલીને નગર પાલિકા જાહેર કરતાં બોડેલીજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જ્યારે કેટલીક જગ્યાઓ પર પેંડા પણ વહેંચવામાં આવ્યા હતા તથા અન્ય ગામોમાં નગરપાલિકાના રૂપમાં વિકાસ જોઈ રહ્યા છે. લોકોની આશા હતી કે બોડેલી નગર તથા અન્ય ગામો જેનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યું છે, એમનો જે વિકાસ અટકી રહ્યો હતો એ વિકાસ હવે બમણી ગતિએ જોવા મળશે.

To Top