નવી દિલ્હી: NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ગુરુવારે થનારી સુનાવણી પહેલા CBIને મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના...
એક તરફ ભારતમાં મોટાપાયે ડોકટરોની અછત છે. સરકાર દ્વારા ડોકટરોની સંખ્યા વધારવા માટે પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ બીજી તરફ વિટંબણા એ...
આપણી સામાજિક પરંપરા-રીતરિવાજ મુજબ લગ્ન બાદ યુવતીએ સાસરે વિદાય થવાનું હોય છે. પુત્રવધૂ સમજુ અને ગુણિયલ હોય તો પારિવારિક શાંતિ અને સંપ...
હાલમાં હીરા, કાપડ કે જરી કે અન્ય ધંધાની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે જાણે બીજું લોકડાઉન ચાલતું હોય તેવી...
હવા ન મળે તો માણસ જીવી જ ન શકે. તે પ્રમાણે પાણી પણ જીવન સ્વાસ્થ્ય માટે આવશ્યક વસ્તુ છે. આપણા શરીરમાં લગભગ...
ભારત માતાના ખોળે જન્મ લઈ ઉચ્ચ શિક્ષણ કે ટેક્નોલોજી મેળવી પોતાના પિતાનો વારસો અથવા સ્વ પ્રયાસથી ઉદ્યોગ ક્ષેત્રે સારી નામના મેળવનાર ભારત...
વિદેશ જવાનું ચલણ સતત વધી રહ્યું છે. અમેરિકા, યુરોપ નહીં અન્ય દેશમાં જવા પણ તૈયાર છે. ખાસ કરીને નીઓરીચ ભારતીયો માઈગ્રેટ થાય...
નવી દિલ્હી: જમ્મુ ડિવિઝનમાં (Jammu Division) સતત વધી રહેલા આતંકવાદી હુમલા (Terrorist attacks) બાદ સુરક્ષા દળોએ મોટા ક્લિનિકલ ઓપરેશનની તૈયારી કરી લીધી...
શાંઘાઇ: ચીનમાં (China) બુધવારે 17 જુલાઈના રોજ એક મોટી દુર્ઘટના (Accident) બની હતી. આ દુર્ઘટના ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગના એક શોપિંગ મોલમાં...
સુરતઃ સચિનના પાલી વિસ્તારમાં 5 માળની બિલ્ડિંગ તૂટી પડવાની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર દોડતું થયું છે. માનદરવાજા ટેનામેન્ટ બાદ સચિનમાં ગુજરાત...
નવી દિલ્હીઃ કેનેડામાં ભારે વરસાદના લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. લોકપ્રિય ઈન્ટરનેશનલ રેપર ડ્રેકને પણ વરસાદના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો...
નવી દિલ્હીઃ ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ સેવા આપનારા અગ્નિવીરો માટે હરિયાણા સરકારે મોટી જાહેરાત કરી છે. અગ્નિપથ યોજના હેઠળ સેનામાં સેવા...
આસામ: આસામના (Assam) મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) બુધવારે 17 જુલાઈના રોજ રાજ્યમાં બદલાતી ‘જનસંખ્યા’ પર મોટું નિવેદન આપ્યું હતું....
અમદાવાદઃ છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતની લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ચર્ચામાં છે. ભચાઉના ચકચારી હત્યાના પ્રયાસના કેસમાં નીતા ચૌધરી વોન્ટેડ હતી. આ કેસમાં...
નવી દિલ્હીઃ દુબઈના શાસક અને સંયુક્ત અરબ અમીરાત (UAE)ના વડાપ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમની દીકરીએ સોશિયલ મીડિયા પર પોતાના ડિવોર્સની એનાઉસમેન્ટ...
નવી દિલ્હીઃ લીકર પોલિસીના કેસમાં આજે તા. 17 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલે દલીલ કરતાં...
નવી દિલ્હી: લિબિયાના (Libya) સિર્તે શહેરમાં એક જગ્યાએ ખોદકામ દરમિયાન અધધ મૃતદેહો (Dead Bodies) મળી આવતા વહીવટીતંત્રમાં ડર પ્રસરી ગયો હતો. કારણ...
મુંબઈ: મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડમાં અજિત પવારને મોટો ઝટકો લાગ્યો છે. તેમની પાર્ટી NCPના પિંપરી-ચિંચવડ યુનિટના ચાર મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે. પાર્ટી...
નવી દિલ્હી: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અને લોકોના દિલો પર રાજ કરનારી હિના ખાન (Hina...
ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડામાં રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડ ઉપસ્થિત રહ્યાં શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે રાજવી પરિવાર દ્વારા...
નવી દિલ્હી: બદ્રીનાથ-કેદારનાથ (Kedarnath) મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે આજે કેદારનાથ મંદિરમાં સોનાના (Gold) ગોટાળાના દાવા પર જ્યોતિર્મથ શંકરાચાર્ય પર વળતો પ્રહાર...
સુરત: સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને કરવામાં આવેલી રજૂઆત ફળી છે. સુરતથી ઓપરેશન ધરાવતી...
નવી દિલ્હી: ઓમાનથી ખરાબ સમાચાર આવ્યા છે. ઓમાનના દરિયામાં તેલના ટેન્કરોથી ભરેલું એક દરિયાઈ જહાજ ડૂબી ગયું છે. આ જહાજમાં 13 ભારતીયો...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) દાર્જિલિંગમાં કંચનજંગા એક્સપ્રેસનો ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. આ ટ્રેન એક ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી....
ભરૂચઃ અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે વહેલી સવારે એક મકાનમાં શોર્ટ સર્કીટને કારણે અચાનક આગ લાગતા એક દુકાન અને બે મકાનો બળીને ભસ્મીભૂત...
નવી દિલ્હી: પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડરને (Shambhu border) બંધ રાખવાના હાઈકોર્ટના આદેશની આજે અંતિમ તારીખ છે. ત્યારે આ મુદ્દત આજે પૂરી થયા બાદ...
વિન્સી મરચન્ટ આવી રહેલી 26 જુલાઈ અને શુક્રવારના રોજ ફ્રાન્સના ખૂબસૂરત અને પ્રાચીન તેમ જ અર્વાચીન પેરીસ શહેરમાં સેન નદીના કાંઠે, એફિલ...
સેનામાં અગ્નિવીર તરીકે સેવા બજાવતાં 23 વર્ષીય અજયકુમાર 18 જાન્યુઆરીના રોજ જમ્મુ – કાશ્મીરમાં શહીદ થયા હતા. પોતાની ફરજ પર હતા ત્યારે...
ખંભાતના અખાતના પૂર્વ ભાગે ખાડીના કાંઠાનો ભાગ ભાલ પંથક તરીકે જાણીતો છે. ભરૂચ જિલ્લાના ખારાપાટમાં આવેલ ગામ ગંધાર એક જમાનામાં ધીકતું બંદર...
કેન્દ્ર સરકાર 23 જુલાઇએ સામાન્ય પૂર્ણ બજેટ રજૂ કરવાની છે. આ પરિસ્થિતિનો લાભ લઇને ‘મોકો જોઇને ચોકો’ મારવાના હેતુથી એન.ડી.એ. સરકારને ટેકો...
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
જે ટ્રેનિંગ પ્રોગ્રામ કંપનીની પ્રોડક્ટિવિટી પર સકારાત્મક અસર ન કરે તેનો કોઈ મતલબ નથી – અંકિત જોશીપુરા
અદાણીની અદા, પહેલાં કંપનીનો નફો જુઓ, વિવાદો તો થયા કરે!
કર્મજ્ઞાન
નવી દિલ્હી: NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ગુરુવારે થનારી સુનાવણી પહેલા CBIને મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં આ કેન્દ્રીય તપાસ એજન્સીએ પટના એઈમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે.
સીબીઆઈએ ત્રણેય ડોકટરોને પૂછપરછ માટે ગઇકાલે બધવારે મોડી રાત્રે કસ્ટડીમાં લીધા હતા અને ત્રણેય ડોકટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ ત્રણ ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ સીબીઆઈએ NEET પેપર લીક થવાથી લઈને ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવા માટે આખા નેટવર્કને શોધીને લીંક કરી દીધું છે. તેમજ સીબીઆઈએ પેપર લઇ જતી ટ્રકમાંથી પેપરની ચોરી કરનારા પંકજને પણ પકડી લીધો છે, જે હજારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કનેક્શન ધરાવે છે. ત્યારે હજારીબાગની આ શાળામાંથી પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.
આજે SCમાં સુનાવણી
NEET પેપર લીક કેસની સુનાવણી ગુરુવારે એટલે કે આજે થવાની છે. ત્યારે સુપ્રીમ કોર્ટના સીજેઆઈ ડીવાય ચંદ્રચુડની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. માનવામાં આવે છે કે ત્રણ જજોની બેંચ આજે આ મામલે પોતાનો નિર્ણય આપી શકે છે.
અગાઉ જુલાઇ મહિનાની શરૂઆતમાં સીબીઆઈએ મુખ્ય આરોપી રાકેશ રંજન ઉર્ફે રોકીની બિહારના નાલંદાથી ધરપકડ કરી હતી, એવું માનવામાં આવે છે કે રાકેશ રંજન NEET પેપર લીક કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ત્યારે સીબીઆઈએ છટકું ગોઠવ્યું અને રંજનને પકડવા માટે પટના અને કોલકાતામાં ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા. જો કે, સીબીઆઈએ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે.
મંગળવારે બે લોકોની ધરપકડ કરાઇ હતી
અગાઉ મંગળવારના રોજ સીબીઆઇએ નીટ મામલે બે મોટી ધરપકડ કરી હતી. જેમાં સીબીઆઈએ બિહારની રાજધાની પટનામાંથી (Patna) પંકજ કુમાર ઉર્ફે આદિત્યની ધરપકડ કરી હતી અને ઝારખંડના હજારીબાગમાંથી રાજુ સિંહ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. જેમાંથી પંકજે હજારીબાગના બોક્સમાંથી પેપર્સની ચોરી કરીને પેપરને આગળ વહેંચી દીધા હતા. તે જ સમયે રાજુ સિંહે પેપર્સના વધુ વિતરણમાં મદદ કરી હતી.
બંને આરોપીઓ પૈકી પંકજ સિવિલ એન્જિનિયર છે અને તે ઝારખંડના બોકારોનો રહેવાસી છે અને પંકજએ જ હજારીબાગમાંથી ટ્રકમાંથી પેપરની ચોરી કરીને પેપર્સનું આગળ વિતરણ કર્યું હતું, જ્યારે રાજુ સિંહ નામના વ્યક્તિએ પેપરનું વિતરણ કરવામાં મદદ કરી હતી. ત્યારે પેપર ચોરીમાં પંકજ મુખ્ય સૂત્રધાર છે.