જન્મ-મરણની નોંધણી પ્રક્રિયા પૂરી થયા બાદ અરજદાર પોતે જ પોર્ટલ પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી...
ક્રેડિટ કાર્ડના માર્કેટિંગની જોબ કરતી યુવતીને લોભ લાલચ આપી પ્રેમસંબંધ બાંધી એડવોકેએ યુવતીની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધી ધમકી આપી આઠ વર્ષ...
ભારતે જમ્મુ અને કાશ્મીરની તાવી નદીમાં પૂરની પરિસ્થિતિ અંગે માનવતાવાદી ધોરણે પાકિસ્તાનને જાણ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પગલું...
આજે એટલે કે સોમવાર, 25 ઓગસ્ટના રોજ ચાંદીએ સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યું છે. આજે એક કિલો ચાંદીનો ભાવ ₹2,627 વધીને ₹1,16,533 પર...
વડોદરા શહેરને ધાર્મિક તેમજ સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે. ભગવાન જુલેલાલ...
નેશનલ હાઇવે 48 પાસે આવેલી ચોકડી પાસેની મેરીલેન્ડ હોટલના ચોથા માળે ચાલતા જૂગાર પર પીસીબી પોલીસે દરોડો પાડયો હતો. જેમાં હોટલના રૂમમાંથી...
નવસારીના વિજલપુર વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં નીરવ સ્કવેર એપાર્ટમેન્ટમાં સવારે 9 કલાકે સુરત મહાનગર પાલિકાના અધિકારીનો 5 વર્ષના પુત્રનું લિફ્ટમાં...
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગ (સીઆઈસી) ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવાના આદેશને રદ કર્યો હતો. દિલ્હી...
ફીજીના વડા પ્રધાન સિટિવેની લિગામામાડા રાબુકા હાલ ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેઓ રવિવારે દિલ્હીમાં પહોંચ્યા હતા. ફીજીના વડા પ્રધાન તરીકે આ તેમની...
એશિયા કપ 2025 પહેલા ડ્રીમ-11 એ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પ્રાયોજક પાસેથી ખસી જવાનો નિર્ણય લીધો છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ સોમવારે...
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને પ્રખ્યાત હાસ્ય કલાકાર સમય રૈના અને અન્ય લોકોને દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ માફી...
ઇઝરાયલી સેના ગાઝામાં સતત હુમલા કરી રહી છે. ઇઝરાયલી હુમલાઓએ ગાઝામાં અરાજકતા ફેલાવી છે. ઇઝરાયલે ફરી એકવાર ગાઝામાં હવાઈ હુમલા કર્યા છે....
વાડીની દુર્ઘટના બાદ પણ પાઠ ન શીખ્યું તંત્ર, હવે વાઘોડિયા રોડ પર જોખમી સ્લેબ તૂટતા લોકો માં ભય વડોદરા શહેરમાં રસ્તા પર...
બે વાર ગર્ભપાત કરાવી દીધા બાદ આખરે મહિલાને લગ્ન કરવાની ના પાડી તરછોડી દીધી અમારામાં તો બે લગ્ન ચાલે છે તેમ કહી...
રવિવારે ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી, જેણે લોકોને ફિલ્મ શોલેના પ્રખ્યાત ‘ટંકી સીન’ની યાદ અપાવી દીધી. અહીં પવન...
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહેલી EDએ સોમવારે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી હતી. જ્યારે ED ટીમ...
રાજસ્થાનમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ભારે વરસાદને લીધે સવાઈ માધોપુરમાં સુરવાલ ડેમ...
સ્વાતંત્ર્ય સૈનાની છગનલાલ ગોપાળજી નાયકની તક્તિ અજાણ્યા વાહને તોડી પાડી સીસીટીવી ફૂટેજ ચકાસી કાર્યવાહી સહિત પુનઃ તક્તિ સ્થાપિત કરવા માંગ ( પ્રતિનિધી...
ખેડા તાલુકાના પથાપુરા અને કલોલી જવાનો માર્ગ હાલ સાબરમતી નદીના પાણી રોડ પર ફરી વળતા માર્ગ બંધ કરાવવામાં આવ્યો છે.હાલ રોડ પર...
દેશભરમાં બાઇક અને કાર ચોરીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે પરંતુ તાજેતરનો કિસ્સો ચોંકાવનારો છે. ગુજરાતના સુરતમાં એક ચોરે રોયલ એનફિલ્ડની...
બ્રિજના ખાડા પૂરવાના દાવા વચ્ચે હજારો વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો ગાબડા પડવાના કારણે છેલ્લા બે માસમાં નવ વખત મેજર ટ્રાફિકજામ સર્જાયો...
સુરત : સુરત શહેરમાં મૂળ સુરતીઓની જુદી જુદી જ્ઞાતિ પૈકી ખત્રી સમાજ આજે પણ તમામ અસલ પરંપરાને વળગી રહ્યો છે. આ સમાજની...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપપ્રમુખ જગદીપ ધનખરના રાજીનામા અંગે પહેલીવાર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. શાહે જણાવ્યું કે ધનખરે બંધારણીય પદ સંભાળતા...
સુરતઃ ઉકાઈ ડેમના ઉપરવાસમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડતા ગઈકાલે બંધ કરેલા ડેમના ગેટ આજે ખોલીને 67 હજાર ક્યુસેક પાણી...
શનાં બંધારણે જેમને બંધારણીય જવાબદારી સોંપી છે એ માણસ જો કેટલીક જવાબદારીનું વહન ન કરે અને નહીં કરવા પાછળનું કોઈ કાઈ કારણ...
નવસારી : જલાલપોર તાલુકા કોળી સમાજનું આજે મહાસંમેલનમાં ભાજપના ધારાસભ્ય આર.સી.પટેલે જાણે રણશીંગું ફૂંકીને ભાજપને સંદેશો આપ્યો હતો કે દક્ષિણ ગુજરાતમાં કોળી...
સુરત: 2021/22 માં કેન્દ્રીય બજેટમાં દેશમાં જુદા જુદા રાજ્યોમાં 7 PM મિત્રા ઇન્ટિગ્રેટેડ મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 2022...
બિહારમાં ઓક્ટોબર-નવેમ્બર વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે, ત્યારે પ્રશ્ન એ નથી કે કોણ જીતશે? પ્રશ્ન એ પણ છે કે મુખ્ય પ્રધાન...
કર્ણાટકના સૌથી આદરણીય હિન્દુ તીર્થસ્થાનોમાંનું એક ધર્મસ્થળ માત્ર એક મંદિર નથી પરંતુ એક સંસ્થા છે, જે દરરોજ લાખો ભક્તોને ભોજન કરાવે છે...
સુરત : સુરતના સૌથી લોકપ્રિય ગણાતા ગણેશોત્સવ શરુ થવાને હવે માત્ર બે દિવસની વાર છે. ત્યારે શહેરભરમાં જુદી જુદી ગણેશ આગમન યાત્રા...
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
જન્મ-મરણની નોંધણી પ્રક્રિયા પૂરી થયા બાદ અરજદાર પોતે જ પોર્ટલ પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે
રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમના અમલીકરણ માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને સજ્જ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં સિવીલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS Portal) હેઠળ જન્મ-મરણ નોંધણી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને માટે એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
હવેથી દરેક નાગરિકે ગુજરાત રાજ્યમાં જન્મ-મરણ નોંધણી ઇ-ઓળખ એપમાંથી ભારત સરકારના સીઆરએસ પોર્ટલ એટલે કે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ પર ઓનલાઈન નોંધણી કરવી પડશે.
તા. ૩૧/૦૫/૨૦૨૫ના રોજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સીઆરએસ પોર્ટલનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. તેના દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં થતી નોંધણીઓ ઓનલાઈન થવા લાગી છે અને બાળકના જન્મ પ્રમાણપત્ર સાથે હોસ્પિટલ દ્વારા જ ડીસ્ચાર્જ સર્ટિફિકેટ આ પોર્ટલ પર અપલોડ કરાશે.
આ પોર્ટલની વિશેષતાઓ એ છે કે, નોંધણી પ્રક્રિયા વધુ ચુસ્ત અને ભૂલરહિત બનશે. અરજદાર પોતે જ મોબાઈલ દ્વારા દાખલ કરેલ માહિતીનું રજીસ્ટ્રેશન જોઈ શકશે. જો કોઈ ભૂલ હશે તો ૨૪ કલાકની અંદર અરજદારને જાણ કરી શકશે. આ જન્મ-મરણની નોંધણી પ્રક્રિયા પૂરી થયા બાદ અરજદાર પોતે જ પોર્ટલ પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. જેનાથી સમય અને શ્રમ એમ બંનેની બચત થશે
તાલીમ શિબિરમાં જિલ્લા રજીસ્ટ્રાર (જ.મ.) તથા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મિનાક્ષી ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ તાલીમ શિબિરમાં જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ, આંકડામદદનીશ, તાલુકા સ્તરના હેલ્થ અધિકારીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તમામ મેડિકલ અધિકારીઓ, નગરપાલિકાના રજીસ્ટ્રારશ્રી, ડેટા એન્ટ્રી ઓપરેટર અને પ્રાઇવેટ હોસ્પીટલની જન્મ-મરણની કામગીરી સંભાળતા કર્મચારીઓ સહભાગી થયા હતા. તાલીમાર્થીઓને નવા પોર્ટલ પ્રણાલીની કાર્ય પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.