“સાહેબ આ આખું મોટું કોઉભાંડ છે . સામાન્ય માણસો ને સીધી નજરે ખબર પડે એવી નથી છાપામાં જાયરે જ્યારે સમાચાર આવે કે અમદાવાદ માંથી ડ્રગ્ઝ સાથે સાથે યુવક જડ્પાયો કે વિદેશી નાગરિક જડ્પાયો ત્યારે ત્યારે સમજવાનું કે ગુજારતમાં ડ્રગ્સ ઘૂસ્યું છે . અને સરકારી ચોપડે તો થોડું પકડાયું છે બાકી તો બાઝાર માવેચાયું છે”- એક ગોરખ ધંધાના જાણકારે આ વાત કરી તો માત્ર આક્ષેપ લાગી પણ પત્રકારો સાથે અગત રીતે વાતચીત કરતા જાણવા મળ્યું કે ગુજરાત માં દ્ર્સ્ગ નું દુષણ માજા મૂકી રહ્યું છે . રાષ્ટ્રીય કક્ષાએ ફલમ ઉદ્યોગ ના સેલીબ્રીટી ના સમાચાર વાંચીને રાજી થતા ગુજરાત ના માતા પિતાઓ એ વેળાસર જાગવાની જરૂર છે નહીતો નવી પેઢી બરબાદ થઇ જશે ગુજરતમાં એક તરફ કોન્ટ્રાકટ સીસ્ટમ દ્વારા લાખો યુવાનોનું ઓછા પગાર માં શોષણ થાય છે. સરકારી નોકરીયો લગભગ ખત્મ કરી દેવામાં આવી છે. શિક્ષણ દિન પ્રતિદિન મોઘું અને ભણાવવા માટે સાહેબો જ ના હોય એવું .સોસીયલ મીડિયા દ્વારા સતત નફરત. ધંધા રોજગારમાં માંડી જેવા અનેક પરિબળો યુવાનો ને ફર્સ્ટટ કરી રહ્યા છે . નિરાશ અને દિશાહીન યુવાનો ડ્રગ્સ અને નશીલા પદાર્થ વેચનારા માટે સોફ્ટ ટાર્ગેટ છે અને તેઓ જડપથી તેમને પોતાનો શિકાર બનાવે છે.
છેલ્લા વીસ કરતા વધુ વર્ષથી સત્તામાં રહેલી ભાજપની સરકારના ખાઈબધેલા અધિકારીયો અને તંત્ર સાથે સાંઠગાંઠ ધરાવતા તેમના મળતિયાઓ હવે કરોડોની કમાણી કરતા આ ડ્રગ્સ અને નશીલા પદાર્થો ના કાળા કારોબારને પોઆતનો બનાવી રહ્યા છે કોઈ પણ રાજ્યમાં સત્તા ના સાથ વગર કાળા કારોબાર નું નિયત નેટવર્ક ગોઠવાતું નથી અને લાબ્મો ટાઈમ ચાલતું નથી,ચલાવી શકાતું પણ નથી .
એક સાદી વાત સોં સમજી ચુક્યા છે કે કાયદો વ્વ્સ્થાના અંગ જેવા પોલીશ તંત્ર ને જો સાદા નાના દારુ પીનારા મળી જતા હોય તો આટલો મોટો કારોબાર ચ્લાવ્વનાર ડ્રગ માફિયા ના પકડાય તે બની શકે નહી લોકો માને જ છે કે દારૂ ની જેમ આ નશીલા પદ્ર્થ ના કારોબારના હપ્તા પણ ઉપર સુધી પહોછે છે. બાકી અમદાવા જેવા રાજ્યના મુખ્ય શહેર માં રાજમાર્ગ પર રાત્રે યુવાનો ની પાર્ટીઓ થાય . હુક્કા બાર લાંબા સમય સુધી ખુલ્લે આમ ચાલે , સહએરની નામાંકિત કોલેજો ના કેમ્પસ આગળ જ યુવાનો ચરસ ગાંજા વાલી સિગરેટ ફૂંકે આ બધું એમનું એમ તો ન જ ચાલે આપડે જાણીએ જ છીયે કે પંજાબમાં ડ્રગ્સ નું દુષણ એ હદે વાપ્યું કે “ઉડતા પંજાબ” એ સામજિક રાજકીય ચિંતાનો વિષય બન્યું .લોકોએ પોતેજ સત્તા ની સાથ્ગાથ તોડવા રાજકીય સત્તા પરિવર્તન દ્વારા ડ્રગ્સ ના દુષણ ને નથવા નો ચુકાદો આપ્યો.
ગુજરતે પણ હવે જાગવા ની જરૂર છે આજે નાના નાના શહેરો અને ગામડા સુધી આ નશીલા પદ્ર્થો પહોચવા માંડ્યા છે . ગુજ્ર્તાના ડ્રગ્સ ના દુષણ માટે હવે ગુજરતના મુખ્ય અખબારો પણ મૂક્ય સ્ટોરી કરી રહ્યા છે. અને જો પ્રજા ઉઘતી રહેશે તો ગુરતને પણ ઉડતા ગુજરાત બનતા વાર નહી લાગે. આજે સત્તા ની ચાપલુસી એ પોલીસ્લ તંત્ર ની મજબુરી બનવા માડી છે. પોલીસ મિત્રોન ઉજવણીના કાર્યક્રમો માંથી નાવ્રશ્જ નથી મળતી કે તે ખરા ગુનેગારો પકડવા કમર કસે .
ગૃહ ખાતું વ્યક્તિગત ગણાય તેવા લગ્ન ના મુદ્દાઓ પર કાયદા ઘડવા માં મસ્ત છે. એટલે નશીલા પદાર્થો ના કારોબાર ને રોકવા કાયદાને કડક કરવા કે સમય આધારિત ફેરફાર કરવાની તેની પાસે ઈચ્છા શક્તિ નથી. ભ્રાસ્તાચાર માં વ્યસ્ત તંત્ર કડક કામ લે તે હવે લગભગ અશક્ય લાગે છે ત્યારે સરકારને સતત સાથ આપનારા લોકો એ જ સરકારનો કાન આબલવાનો સમય પાકી ગયો છે. હવે સરકારી તંત્ર અઢારમી સદીમાં ચાલે છે અને ગુનેગારો ઓનલાઈન ધંધો કરે છે.
વળી ગુજરાતમાં દારુ બંધી છે અને સમાજમાં દારૂના નશા માટે એક અલગ સુગ ધરાવે છે ત્યારે યુવાનો વિચારે છે કે જો દારુ પી ને ઘરે જઈશું તો ઘરવાલા બોલશે . દારુ ની ગંધ માણસને અન્યથી તરત અલગ તારવી દે છે . એના કરતા ડ્રગ્સ કે ગાજો લઈ ઘરે જાવ તો કોઈને ખબર પડતી નથી . પોલીસ પણ ચરસ કે ગાંજા સાથે હોય તેણે પકડી શકે છે . ચરસ ગાજો કે વિદેશી ડ્રગ લીધું હોય તેને પકડી શક્તિ નથી . વળી આ નવા નશાના સ્વરૂપ પણ નવા છે. ઘરના કે સજ્જન લોકોને પોતાના સંતાનના ખીસા કે પાકીટ માંથી કશું મળે તો પ્રથમ નજરે ખબર પણ ના પડે કે આ નશીલા પદાર્થ છે .
એક નાની પ્લાસ્ટિક ની ભુગલી કે ડબ્બી એ ખરેખર સ્મોક પાઈપ છે મતલબ કે નાનો આધુનિક હુક્કો . નાના નાના ગામમાં પાનના ગલ્લે ચરસ ગાંજા વાળી સિગરેટ કે પાઈપ ખુલ્લેઆમ મળે છે . પડીકીનો વ્યાપાર બહુ સરળતાથી થાય છે . હવે પહેલા જેમ નિશ્ચિત જગ્યાઓ નથી કે પોલીસ દરોડા પાડે . હવે વોટ્સેપ કે કોલ દ્વારા બાઈક સવાર યુવાનો ડીલીવરી કરે છે . નવી દરેક અર્બન ગુજરાતી ફિલ્મમાં યુવાનો દારુ પિતા બતાવાય છે અને હવે તો આ દારૂના ડીલીવરી બોય ની પ્રેમ કથાઓ પણ કહેવાતા બોલ્ડ સમાજમાં આનદ પૂર્વક જોવાઈ રહી છે . આ ફિલ્મો આપણા શહેરમાં યુવાનો શું પસંદ કરી રહ્યા છે તે દર્શાવે છે . માટે ડ્રગ્સના દુષણ માટે સરકાર જેટલુજ બેજવાબદાર વર્તન ગુજરાતના માતા પિતા કરી રહ્યા છે.
આ કોલમમાં આપણે વારવાર ગુજરતમાં ડ્રગ્સ નું દુષણ ફેલાય છે તેની વાત લખીએ છીએ . કદાચ વાત એની એ જ છે પણ સમસ્યા ગ્માંભીર છે . પ્રજાનો એક વર્ગ સાંપ્રદાઈક્તાના નશામાં ચુર ,એક વર્ગ કર્મકાંડ માં ચુર અને દિશાહીન યુવાનો આ નશામાં ચુર ..આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ ? આમતો ગુજરાતમાં વધતી હિંસા બળાત્કાર વ્યભિચાર આડા સંબંધો અને ગુના ખોરી ના પાયામાં આ નશાખોરી પણ છે . ફરી કહું છું કે ગુજરાતના દરિયા કાઠે કે રણમાં આવતું અને પકડાતું આટલું બધું ડ્રગ્સ સાબિત કરે છે કે ગુજરાતમાં ડ્રગ્સ નો કાળો કારોબાર વધી રહ્યો છે . સરકાર જાગે પણ માં બાપ તો ખાસ જાગે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.