Top News

More Posts

   The Latest

Most Popular

કોઇમ્બતુર પાસેના અંતરિયાળ ગામ, અલનદુરાઇ, કારમી ગરીબાઇમાં લક્ષમીનો જન્મ. જૂનવાણી વિચારો પ્રમાણે દિકરીને ઉઠાડી મુકવામાં આવી. માં લક્ષમીએ ભણવું હતું. પણ તેણે નક્કી કર્યું કે મારી દિકરી નિર્મલાને ભણાવીશ. લક્ષમી ખેતરમાં મજુરી કરવા જાય. પણ દૃઢ નિર્ણય કે દિકરીને શિક્ષણ આપી ઉચ્ચ કારકિર્દી બનાવીશ. દિકરી નિર્મલાને સ્નાતક કરી. એવામાં લક્ષમીને આઇપીએસ વિશેનો પ્રેરક લેખ છાપામાં વાચવા મળ્યો. હવે શરૂઆત થઇ આઇપીએસના ભણતરની. લક્ષમીની હિંમતે અને મક્કમ મનોબળે દિકરી નિર્મલામાં પ્રેરણાનું પીયુષ પાયું. પોતાની પાસે ટયુશન કલાસ કોચીંગ કલાસના પૈસા નહિ. મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ઇન્ટરનેટ જેવી સુવિધાઓ નહિ.

માત્ર પુસ્તકોનો સહારો લઇ લાયબ્રેરીના પુસ્તકો વાંચી ઉચ્ચ અભ્યાસની પ્રચંડ તૈયારી કરી. પ્રેરણામૂર્તિ માં મદદે આવી. માંએ જાણ કરી કે કોઇમ્બતુર શહેરમાં યુપીએસસીના મફત કોચીંગ કલાસ ચાલે છે. કમર કસીને આઇપીએસ ભણતરની શુભ યાત્રાની શરૂઆત કરી. પ્રચંડ પુરુષાર્થ કર્યો. પરીક્ષા આપવા દિલ્હી ઇન્ટરવ્યુ આપવા મા લક્ષમી પણ ગઇ. નિર્મલાની પ્રચંડ મહેનત અને માંની શ્રધ્ધા, માર્ગદર્શને નિર્મલા 272 ક્રમાંકે પાસ કરી આઇપીએસ ઓફિસર બની. ટ્રેનીંગ લીધી ને મહારાષ્ટ્રના નાગપુરમાં સીબીઆઇ ઓફીસર તરીકે પ્રથમ પોસ્ટીંગ મળ્યું. વ્હાલી દિકરીઓ ઉંચા સ્વપ્ના જોજો. પ્રચંડ પુરુષાર્થ કરજો. હિંમતે મદદ તો મદદે ખુદા.
સુરત      – રમિલા બળદેવભાઇ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વૃધ્ધોમાં સહનશકિત ઓછી હોય છે
જો આપણે આર્થિક અને શારીરિક રીતે સક્ષમ હોઇએ તો બીજો વિકલ્પ તૈયાર છે. પહેલી તો મેડીકલેઇમ પોલીસી, કેર ટેકર રાખવાની ક્ષમતા. સંયુકત કુટુંબમાં સમાધાન ઝાઝો વખત ટકતું નથી. દરેક પેઢીને પોતાની રીતે જીવવાનો હોંશ હોય છે. દખલગીરી કે આડખીલી તેઓને પસંદ નથી. સ્વમાનભેર જીવવુ હોય અને નિરોગી આયુષ્ય અપનાવવું હોય તો ઉત્તમ વિકલ્પ છે. જેઓ પાસે આજીવિકાનું સાધન નથી પણ બીજી મિલકત હોય તો રીવર્સ માર્ગે જ સ્કીમ અતિ ઉત્તમ છે. આપણી જરૂરિયાતને બેંકને  કોટા આપી દો, આપણી હયાતી બાદ બેંકનું લેણુ અને વ્યાજ ચઢે તે વારસદાર ચુકવી દેશે.
સુરત              – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top