સાપુતારા : ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓના ફોટા પાડનાર ફોટોગ્રાફરો વચ્ચે ઝઘડો થતા પાંચ વ્યક્તિએ ફોટોગ્રાફરોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા...
સગીર ધોરણ -12મા અભ્યાસ કરતો હતો, માતા પિતા ખેતરે ગયા અને સગીરે પગલું ભર્યું મોત પાછળનું કારણ અકબંધ રહ્યું છે પોલીસે તપાસ...
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડને રવિવારે પદ પરથી મુક્ત કરવામાં આવશે. પરંતુ 9 અને 10મીએ શનિવાર અને રવિવારે કોર્ટમાં રજા રહેશે....
સંસ્કાર અને શિક્ષણની નગરીની યશકલગીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો સમગ્ર રાષ્ટ્ર અને દેશવાસીઓની સેવા કરવામાં વધુ સરળ અને સુગમ બની રહેશે :...
વૃદ્ધોને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા 70 વર્ષથી વધુની...
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મહત્વની માહિતી સામે આવી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. એક રિપોર્ટ અનુસાર ભારતીય...
હરિદ્વારઃ રામલલ્લાના દર્શન માટે અયોધ્યા જતા ગુજરાતીઓની બસને અકસ્માત નડ્યો છે. હરિદ્વારથી બસ જઈ રહી હતી ત્યારે આગ્રા લખનઉ એક્સપ્રેસ હાઈવે પર...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે અને કહ્યું છે કે ભારત અને રશિયા વચ્ચે સહયોગ સતત વધી રહ્યો...
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. રાજકીય ક્ષેત્રે હલચલ વધી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ધુલેમાં ચૂંટણી રેલીને...
ગાંધીનગરઃ ભ્રષ્ટ્રાચારને પોતાનો અધિકાર માની ચૂકેલા રાજ્યના સરકારી કર્મચારી-અધિકારીઓ સામે દાદા ભૂપેન્દ્ર પટેલની સરકારે લાલ આંખ કરી છે. સરકારે ગઈ કાલે એક...
મુંબઈઃ જાણીતા ટીવી એક્ટર નીતિન ચૌહાણનું આજે તા. 8 નવેમ્બર 2024ના રોજ મોત થયું છે. રિયાલિટી શો દાદાગીરી-2 ના વિજેતા પ્રખ્યાત ટીવી...
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે મહિલાઓને “ખરાબ સ્પર્શ”થી બચાવવા અને પુરુષોના ખરાબ ઈરાદાઓને રોકવા માટે એક પ્રસ્તાવ આપ્યો છે. આ...
* ૬૦ વર્ષ થી ઓછી ઉમરના લોકો લાભ લેતા હોવાની ચર્ચાકાલોલ: સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના અમલમાં મુકવામાં...
વડોદરા તા.8 વડોદરાના ડભોઇ રોડ સોમાતળાવ વિસ્તારમાં રહેતા કેમિસ્ટ યુવકને કેનેડામાં નોકરી અપાવવાનું કહીને વિઝા એજન્ટે રૂ.1.21 લાખ ખંખેરી લીધા હતા. 10...
નવી દિલ્હીઃ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો...
સુરત: આ વર્ષે લગ્નસરાના સમયગાળાના 18 દિવસના શુભ મુહૂર્તમાં ગુજરાત રાજ્યમાં અંદાજે 1.10 લાખ લગ્નો થવાની શક્યતા છે. સુરતમાં તો અત્યાર સુધીના...
સુરત: શહેરમાં ફરી એકવાર અરેરાટી મચાવનાર શહેરના પોશ વિસ્તાર સિટીલાઈટમાં શિવપૂજા કોમ્પલેક્ષમાં જિમ સ્પામાં લાગેલી આગે બે યુવતીનો ભોગ લીધો હતો. તંત્રવાહકોની...
સુરત: સિટી લાઈટ ખાતે જીમ અને બ્યુટી લોન્જમાં આગ લાગવાની ઘટનામાં બે યુવતીઓના મોત મામલે આખરે ઉમરા પોલીસે જીમ અને સ્પાના સંચાલકો...
જમ્મુઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા સત્રના પાંચમા દિવસે આજે શુક્રવારે સત્ર શરૂ થતાં જ કલમ 370 મુદ્દે ફરી એકવાર હોબાળો શરૂ થયો હતો. ધારાસભ્યો...
સુરત: શહેરના ઝાંપાબજાર દેવડી પાછળ આવેલા નુરપુરાનાં બેઝમેન્ટમાં આવેલા હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતાં મોડી રાત્રે...
યુવક શિવરાજપુર થી દિવાળી નિમિતે પોતાના ઘરે છોટાઉદેપુર જતો હતો યુવક પારુલ યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ હેઠળ કામ કરતો હતો (પ્રતિનિધિ) વડોદરા તા....
પામોલીન તેલના ભાવ ઘટશે નહીં ત્યાં સુધી સીંગતેલ-કપાસિયા તેલના ડબ્બાના ભાવ ઘટવાની શકયતા નહીવંત : કપાસિયા 50,સિંગતેલ 10,અને પામોલીન તેલમાં 85 રૂનો...
પ્રતિનિધિ વડોદરા તા.7 બાજવા-કોયલી રોડ પર નવા બાંધકામ થઇ રહેલા બિલ્ડિંગ પાસેથી હેલોઝન લાઇટો તથા કોપર વાયરોના બંડલોની ચોરી કરનાર બે તસ્કરને...
પ્રતિનિધિ વડોદરા તા.7 વડોદરા જિલ્લાના ભાયલી ખાતે 16 વર્ષીય સગીરા પર ગુજારાયેલા ચકચારી ગેંગેરપના આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે....
કેનેડાની સરકારે ભારતીય વિદેશ મંત્રી જયશંકરની પ્રેસ કોન્ફરન્સ બતાવવા માટે ઓસ્ટ્રેલિયાની ટીવી ન્યૂઝ ચેનલ ‘ઓસ્ટ્રેલિયા ટુડે’ના સોશિયલ મીડિયા એકાઉન્ટના પેજને બ્લોક કરી...
ગાંધીનગર: ગ્લોબલ વોર્મિંગના પરિણામે વાતાવરણમાં અનેક બદલાવો જોવા મળી રહ્યા છે. રાજ્યના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણનો ભોગ...
વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ થી ઓએનજીસી તરફ જતા રોડ પર બે મહિનામાં ત્રીજો ભુવો પડતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સાથે સાથે...
સાપુતારા : વલસાડ રહેતી 28 વર્ષીય યુવતી અને તેણીના પરિવારના સભ્યો આહવા ખાતે ફરવા માટે આવ્યા હતા. ત્યારે આહવા નજીક આવેલા દેવીનામાળ...
વડોદરા પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં બે કામોને મંજૂરી આપવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની સમિતિની બેઠક શુક્રવારે મળી હતી જેમાં ફક્ત ત્રણ કામ મંજૂરી...
દાહોદ :દાહોદના બહુચર્ચિત નકલી એનએ પ્રકરણમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ પાંચ આરોપીઓને કોર્ટમાં રજુ કરતાં કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓના ચાર દિવસના...
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 104 રન પર સફાયો, ભારતને 46 રનની લીડ
જવેલ્ડ હેરસ્ટાઇલિંગ
અદાણીના કેસમાં ભાજપ ઉપરાંત વિપક્ષોનો ભ્રષ્ટ ચહેરો જનતાની સામે આવી ગયો છે
ખુશી આજે જ છે
માત્ર દિલ્હી જ નહીં આખા દેશમાં પ્રદૂષણનો મુદ્દો માનવજાત સામે મોટો ખતરો છે
ક્રીપ્ટોકરન્સી સ્કેમ : રાજકારણમાં આરોપ બીલો ધી બેલ્ટ
શિક્ષણના આદર્શો અને આજના શિક્ષણની વાસ્તવિકતા..!
અનાજનો બગાડ
રાબિયા: મિડલ ઇસ્ટની મીરાં
વન નેશન વન કાર્ડ
સાપુતારા : ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓના ફોટા પાડનાર ફોટોગ્રાફરો વચ્ચે ઝઘડો થતા પાંચ વ્યક્તિએ ફોટોગ્રાફરોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સાપુતારા રહેતા શૈલેષ યાદવ સાપુતારા ટેબલ પોઈન્ટ ઉપર પ્રવાસીઓની ફોટોગ્રાફી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. શૈલેષભાઈ તથા તેમના નાના ભાઈ નિલેશ અને આદિત્ય જીતેન્દ્ર પાંડે સાથે મોટરસાયકલ ઉપર કેમેરો લઈ સાપુતારા ગવર્નર હિલ ઉપર પ્રવાસીઓના ફોટા પાડી રહ્યા હતા. તે વખતે શૈલેષભાઈ સાથે કામ કરતો આદિત્ય પાંડેએ શૈલેષભાઈના કેમેરાથી પ્રવાસીના ફોટો પાડતા હતા. ત્યારે ટેબલ પોઈન્ટ ઉપર ફોટોગ્રાફીનું કામ કરતો શુભમ રાજપુતે આવી આદિત્યને અપશબ્દ બોલી તું મોટો કેમેરો કેમ લઈને આવેલો છે તારા લીધે અમારો ધંધો થતો નથી. કહી શુભમ શૈલેષભાઈ સાથે મારા મારી કરવા લાગ્યો હતો. જ્યાં શુભમ રાજપુતનો પક્ષ લઈ રોશન અશોક પાંડેએ આવી શૈલેષભાઈને તથા નિલેશને માર મારવા લાગ્યા હતા તે સમયે શૈલેષભાઈના મિત્ર બબલુભાઈ વચ્ચે પડ્યા હતા.
જોકે પછી સાંજે શૈલેષભાઈ ટેબલ પોઇન્ટ ઉપર આવ્યા ત્યારે તેમનો ભાઈ નિલેશ તેમની બોલેરો ગાડીમાં સુતેલો હતો. તે સમયે સવારના ઝઘડાનુ મન દુ:ખ રાખી રોશન પાંડે, ઉજ્જવલ પાંડે, રીંકી પાંડે તથા દિવ્યેશ પાંડેએ શૈલેષ તથા નિલેશને માર મારી ઉજ્જવલે લાકડાનો ડંડો લઈ નિલેશને ફટકારવા લાગ્યો હતા. જેથી બંને ભાઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારે ફરી વાર લાગમાં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં શૈલેષભાઈએ સાપુતારા પોલીસ મથકે ૧. શુભમ રાજપૂત (હાલ રહે. બોરગાવ) ૨. રોશન પાંડે (રહે. નંબર બસબીટા જી.સીતામઢી) ૩. ઉજ્જવલ પાંડે (રહે. નંબર બસબીટા જી.સીતામઢી) ૪. રિંકી પાંડે (રહે. નંબર બસબીટા જી.સીતામઢી) ૫. દિવ્યેશ પાંડે (રહે. નંબર બસબીટા જી.સીતામઢી) સામે ફરિયાદ નોંધાવતા સાપુતારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.