Top News

More Posts

   The Latest

Most Popular

ડભોઇ: ડભોઇ તાલુકાના મંડાળા ગામની મંડાળા હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં ફિને લઈ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છ
જાણવા મળ્યાં મુજબ ડભોઇ તાલુકાની મંડાળા હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગ અનુદાનિત હોય ફિ લેવાની જોગવાઈ ના હોય એમ જાહેર માહિતી અધિકારની અરજીમાં જવાબ અપાયો છે. તેમ છતાંય પાછલા બારણે ફિ ઉધરાવાય છે. જેમાં ચોંકાવનારી વાત એ છે કે ફિની પાવતી આપવામાં આવતી નથી. નારાજ વાલીઓ પાસેથી મળતો માહિતીમાં ફિ બાકી વિધાર્થીઓની યાદી શાળાના ચોકીદાર ને આપવામાં આવે છે. જે શાળાએ ફિ બાકી વિધાર્થીઓને શાળા પ્રવેશ આપતા નથી. જેથી ગામના કેટલાક જાગૃત વાલીઓ lએ જિલ્લા શિક્ષણાધિકારીને ગેરકાયદે ફિ વસુલવાના કૃત્યની લેખીત ફરિયાદ આપી છે.

કહે છે શાળાએ ફિ લીધા બાદ પાવતી ના આપતા હોવાને લઈ વાલીઓ ધ્વારા ફિ વસુલી છે અને પાવતી નથી આપી. જેના સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે ત્યારે હવે જિલ્લા શિક્ષણાધિકારી કેવા પગલા ભરે છે એ જોવુ રહ્યું.

To Top