આજે તા. 4 સપ્ટેમ્બર 2025ની સવારથી રાજ્યમાં વાદળો વરસી રહ્યાં છે. રાજ્યના 125 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ...
ભારતને એશિયા કપ 2025 ના યજમાન અધિકારો મળ્યા છે પરંતુ ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવને કારણે તે તટસ્થ...
ફાયર બ્રિગેડ ના જવાનોએ પાંચ કલાકની જહેમત બાદ આગ કાબુ મેળવ્યો બાજુમાંજ રેસિડેન્શિયલ ઝોન હોવાથી સ્થાનિકોમાં રોષ અને ગભરાટ વડોદરા: વડોદરા શહેરના...
પોલીસ કમિશ્નર, NHAI, RTO, અને મનપા અધિકારીઓના એક પછી એક “ટેમ્પરરી એક્શન પ્લાન તેમ છતાં દર બે-ત્રણ દિવસે 4 થી 10 કિલોમીટર...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે કોર્ટના દસ્તાવેજોમાં ચેતવણી આપી છે કે ભારત સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફ હટાવવાથી અમેરિકા દ્વારા...
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ચાલી રહેલા ત્રણ દિવસના ખાસ સત્રના ત્રીજા અને છેલ્લા દિવસે ગુરૂવારે ભારે હોબાળો અને ઘર્ષણ સર્જાયું હતું. તૃણમૂલ કોંગ્રેસ...
હવે ક્રિકેટ ચાહકોએ સ્ટેડિયમમાં IPL મેચ જોવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે, કારણ કે સરકારે GST દર 28% થી વધારીને 40% કર્યો...
કિકુ શારદા ઘણા સમયથી કપિલ શર્મા સાથે તેમના કોમેડી શોમાં કામ કરી રહ્યા છે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં પણ કિકુ પોતાના...
વડોદરા તારીખ 4છાયાપુરી રેલવે સ્ટેશન પર તાજેતરમાં મુસાફરને ચાકુ બતાવીને તેમની પાસેથી રોકડ રકમ સહિતની મતાની લૂંટ ચલાવીને બે લૂંટારૂ ફરાર થઈ...
ક્રિસ્ટલ એમ્બ્રોસિયા સોસાયટીમાં બિલ્ડરે રૂપિયા લીધા હોવા છતાં કોઈ સુવિધા નહીં આપતા તેની રજૂઆત કરવા આવ્યા હોવાનું બંનેએ જણાવ્યુંવડોદરા તારીખ 4વડોદરા શહેરના...
બનાસકાંઠાના ડીસા તાલુકાના મહાદેવીયા ગામમાંથી નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરી 40 લાખની કિંમતની ભારતીય...
નર્મદા નદીની સપાટી ફરી વધવાની શક્યતાં,ગોલ્ડન બ્રિજ પર ગુરુવારે બપોરે 14.69 ફૂટે પાણીની સપાટી કરજણ ડેમના 3 ગેટ ખોલાયા, 28 હજાર 934...
વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને વિવિધ ફૂડ બિઝનેસ ઓપરેટરોના યુનિટોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા...
જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટીના દરોમાં કરાયેલા સુધારાની સકારાત્મક અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે. આજે બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું...
(પ્રતિનિધિ) 18 વિધાર્થીઓને વાઇરલ ફીવર, 1 વિધાર્થીને ઝાડા ઉલ્ટી અને 7 વિધાર્થીઓને સામાન્ય ઉલ્ટીની અસર ખેડા જિલ્લામાં માતર તાલુકાના લિંબાસી ગામ પાસેની...
આજના આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ,પરંપરા, પહેરવેશ, પ્રકૃતિ પ્રેમ ને આજે પણ વળગેલો છે અને પોતાના સાંસ્કૃતિક વારસાને અડગ રીતે...
GST કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયેલા સુધારા હેઠળ, સાબુ, સાયકલ, ટીવી, આરોગ્ય અને જીવન વીમા પોલિસી જેવા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો પર...
પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન ચિન્હે કોઈ…’ આ દોહો, આ શબ્દ કબીર કહીં ગયા હતા જે પ્રેમ કરનારા કે પરમાત્માને...
ઓનલાઈન બેટિંગ એપ કેસમાં પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના બાદ હવે શિખર ધવનની સંડોવણી સામે આવી છે. ધવન આજે આ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ...
વડોદરા તા.4વડોદરા જિલ્લાના કરજણ ટાઉનમાં એસઓજી પોલીસે રેડ કરીને રૂ.2.06 લાખના એમડી ડ્રગ્સ સાથે રીઢા આરોપીઓ સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા.વડોદરા...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના અનેક દેશો સામે ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું તેની સાથે સ્ટેબલ કોઈન્સ નામનું નવતર શસ્ત્ર પણ ઉગામ્યું છે, જેના...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ થયેલા નફરતભર્યા ભાષણના વિરોધમાં NDAની મહિલાશક્તિએ આજે ગુરુવારે બિહાર બંધનું આહ્વાન કર્યું હતું. બંધ...
આપણો ભારત દેશ રોડ અકસ્માતના મૃત્યુમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે છે. વર્ષ ૨૦૨૪માં સમગ્ર ભારતભરમાં આશરે ૧,૮૦,૦૦૦ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા...
૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના દિવસે ટીયાનજીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની મીટીંગ પુરી થઈ. આ મીટીંગની સૌથી મોટી ફલશ્રુતી એ થઈ કે...
સુરતમાં આજે ચોથા વર્ગના કર્મચારીઓ મોટે ભાગે PPP ધોરણે કામ કરે છે. તેનું મુખ્ય કારણ શું બજેટ છે? મહાનગરપાલિકાની કચરાગાડી બાગાયત માટેની...
નેશનલ હાઇવે નં ૪૮ જે પહેલાં ને.હા.ન.૮. દિલ્હી રોડથી ઓળખાતો હતો, જે મુંબઈથી દિલ્હી દેશનો સૌથી વ્યસ્ત હાઈવે છે, ખાસ તો સુરતથી...
આપણા દેશમાં અનેક મહાન લોકો થઈ ગયા કે જેમનાં જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ છીએ. એવી જ એક મહાન વિભૂતિ એટલે દાદાભાઈ નવરોજી....
એક રસ્તા પર રહેતો ગરીબ છોકરો અજય તેને ચિત્રકળાનો ખૂબ શોખ હતો. સ્કૂલમાંથી ઘરે આવીને તે કાગળ, પેન્સિલ લઈને ચિત્રો દોરતો. ક્યારેક...
નવા નાણાકીય વર્ષે આવકવેરામાં રાહત આપ્યા બાદ મોદી સરકારે GST દરોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે દેશભરમાં માત્ર બે જ GST...
દર વર્ષે યુનાઇટેડનેશન્સ દ્વારા નિયત કર્યા મુજબ ૯ ઑગસ્ટના દિવસે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઊજવણી કરવામાં આવે છે. ઉપલબ્ધ માહિતી મુજબ વિશ્વભરમાં ૯૦થી...
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
આજે તા. 4 સપ્ટેમ્બર 2025ની સવારથી રાજ્યમાં વાદળો વરસી રહ્યાં છે. રાજ્યના 125 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ વરસ્યો છે. આ અગાઉ ગઈકાલે રાત્રે બેથી અઢી કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો.
દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ તા. 10 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગના ડિરેક્ટર ડો. એ.કે. દાસે કહ્યું કે, આવનારા 5 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા છે. પવનની ગતિ વધીને 30થી 40 કિ.મી. પ્રતિ કલાક રહે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે. તેના લીધે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એલસીએસ-3 લગાવવામાં આવ્યું છે.
રાજ્યમાં હાલમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે. પૂર્વ ભાગમાં સક્રિય થયેલા લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે.
આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે તા. 4 સપ્ટેમ્બરના રોજ 4થી 7 વાગ્યા સુધી વરસાદને લઈને આગાહી કરી છે. ખાસ કરીને આણંદ, ભરૂચ, સુરત અને ભાવનગરમાં ભારે વરસાદને માટેનું રેડ એલર્ટ આપ્યું છે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ માટે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
સવારથી રાજ્યના 125 તાલુકામાં વરસાદ પડ્યો
આજે તા. 4 સપ્ટેમ્બર સવારના 6થી 2 વાગ્યા સુધીમાં રાજ્યાના 125 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 2.83 ઈંચ તો સૌથી ઓછો ભરૂચના અમોદમાં 1 મિમી વરસાદ પડ્યો છે. બીજી તરફ ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 135.47 મીટર સુધી પહોંચી છે.
સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે 3 સપ્ટેમ્બરના રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 15 દરવાજા અને આરબીપીએચ, કેનાલ મારફતે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 10 સેમીનો વધારો નોંધાયો છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.