Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા ગેસ લિમિટેડ દ્વારા અપાઈ ગ્રાહકોને ચેતવણી.





વડોદરા ગેસ લિમિટેડ દ્વારા શહેરમાં પાઇપલાઇન દ્વારા ઘરેલુ ગૅસ પુરવઠો આપવામાં આવે છે. જેમાં દર બે મહિને ગ્રાહકોને બિલ આપવામાં આવે છે અને ત્યારબાદ ગ્રાહક દ્વારા વડોદરા ગેસ લિમિટેડ ની વેબસાઈટ પર કે પછી દાંડિયા બજાર સ્થિત મુખ્ય ઓફિસ પર ચેક કે રોકડ રકમ દ્વારા બિલની ભરપાઈ કરવામાં આવે છે. કેટલાક ગ્રાહકો દ્વારા વડોદરા ગેસ લિમિટેડને ફરિયાદ કરવામાં આવી છે કે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા તેઓને વ્હોટસએપ પર ગેસ બિલના નાણાં ભરપાઈ કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે અને લિંક મોકલીને પેમેન્ટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પ્રકારની ફરિયાદ મળતા જ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે કે આ પ્રકારના કોઈપણ વ્હોટસએપ મેસેજ કંપની દ્વારા કરવામાં આવી રહ્યા નથી. વડોદરા ગેસ લિમિટેડ ના અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક સ્કેમર્સ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જેથી જો ગ્રાહકોને બિલની રકમ ભરપાઈ કરવા માટે વ્હોટસએપ ઉપર કોઈ મેસેજ આવે તો ત્યાં પેમેન્ટ કરવું નહીં અને તાત્કાલિક ટોલ ફ્રી નંબર 1800 233 6048 પર જાણ કરવી.

To Top