Top News

More Posts

   The Latest

Most Popular

રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ સાથે મહિલાઓ કાળા ડ્રેસકોડ અને પ્લેકાર્ડસ સાથે મૌન કૂચમા જોડાયા હતા

કોલકતાની આર જી કર હોસ્પિટલમાં એક ટ્રેઇની મહિલા તબીબની દુષ્કર્મ બાદ નિર્મમ હત્યાથી સમગ્ર દેશમાં તબીબી જગત સહિત મહિલા સંગઠનોમા આક્રોશ સાથે મૃતકને ન્યાય મળે તે સૂર એકસાથે ઉઠ્યો છે. દેશમાં બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ ની સુરક્ષા નિશ્ચિત કરવાની માંગ ઉઠી છે. દેશની આઝાદીના 78વર્ષ છતાં મહિલાઓને પોતાના સુરક્ષા અને ન્યાય માટે માંગ કરવી પડે છે તે અત્યંત દુખદ કહી શકાય. કોલકતાની ઘટના બાદ તબીબો હડતાલ પર બેઠા છે મહિલા સંગઠનો પણ હવે ન્યાય,સુરક્ષા માટે મેદાનમાં ઉતર્યા છે ત્યારે વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે આજે લક્ષ્મીવિલાસ પેલેસના બેન્કવેટ હોલ ગેટ નં.2 થી ગુરુવારે રાત્રે 9 કલાકે એસ.એસ.જી.હોસ્પિટલ સુધી ન્યાય મૌન કૂચનું આયોજન કર્યું હતું જેમાં રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડ અને મહિલાઓ સાથે તેઓ એસ.એસ.જી.હોસ્પિટલ પહોંચી તબીબો સાથે મહિલાઓ તથા તબીબોના રક્ષણ માટે સમર્થન આપ્યું હતું. સાથે જ તેઓએ કોલકતાની મૃતક તબીબ દીકરીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ અંગે મહારાણી રાધિકારાજે ગાયકવાડે એક કવિતાના માધ્યમથી સમાજમાં મહિલાઓ સાથેની અત્યાચારને રજૂ કરી જણાવ્યું હતું કે દેશમાં દર મિનીટે એક બળાત્કારની ઘટના સામે રિપોર્ટ નોંધાય છે પરંતુ એવા ઘણાં કેસો છે જેમાં ફરિયાદ કે રિપોર્ટ થતાં પણ નથી ત્યારે દેશમાં બાળાઓ, યુવતીઓ મહિલાઓ સુરક્ષિત બને તેઓને સમાજમાં એક માન સન્માન અને સમાન હક્ક, ન્યાય મળે તે ખૂબ જરૂરી છે જે અંગે ન્યાય મૌન કૂચનુ આયોજન કરવામાં આવ્યું હતું.

To Top